Sunday, April 10, 2022

જામનગર એરફોર્સ ખાતે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીનું ઉષ્માભર્યું સ્વાગત કરતા રાજ્યપાલશ્રી સહિતના મહાનુભાવો

જામનગર તા.10 ભારત ના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી ગુજરાતની મુલાકાતે પધાર્યા છે.તેઓ આજે દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે જઈ રહ્યા છે ત્યારે જામનગર એરફોર્સ ખાતે તેઓએ ટૂંકું રોકાણ કર્યું હતું.






જ્યાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજયકક્ષા મંત્રીશ્રી આર.સી.મકવાણા, કોમોડોર શ્રી મારવાહા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, એર કોમોડોરશ્રી સોંધી, કલેકટર શ્રી ડો.સૌરભ પારઘી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રપતિશ્રીને આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.


No comments:

Post a Comment

એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ૨૮,૫૪૦ કરોડ રૂપિયા બચાવી શકે: C-DEP અહેવાલ નવી દિલ્હી, ૨૬.૦૫.૨૦૨૬: C-DEP રિસર્ચ અને વાણિજ્ય મં...