મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામજોધપુર તાલુકાના ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે ઉમિયા માતાજીના ચરણોમાં શિશ નમાવી વંદન કર્યા હતા. ઉમિયા માતાજીના મંદિરના રજત
જયંતિ મહોત્સવ સ્મૃતિ સમારોહ તથા નવનિર્મિત ઉમિયાધામના લોકાર્પણ સમારોહમાં સહભાગી થવા ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીશ્રીએ માતાજીના આશિષ મેળવ્યા હતા. મુખ્યમંત્રીશ્રી સાથે રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ માતાજીના ચરણોમાં શિશ નમાવી પ્રાથના કરી હતી. આ તકે મુખ્યમંત્રીશ્રીનું તથા રાજ્ય મંત્રીશ્રીનું સિદસર મંદિર ટ્રસ્ટીઓ, મહાનુભાવો તથા આગેવાનોએ સન્માન કર્યું હતું.
No comments:
Post a Comment