ગુજરાત રાજ્યના કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે પોતાના જિલ્લા પ્રવાસ દરમિયાન જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ૪ ગામોની શુભેચ્છા મુલાકાત લઈ લોક પ્રશ્નો સાંભળ્યા હતા અને લોકોની માંગણી તથા રજૂઆત પરત્વે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મંત્રીશ્રીએ ધ્રોલ તાલુકાના રાજપર, સુમરા, પીપરટોડા અને ખેંગારકા ગામની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન આ દરેક ગામમાં મંત્રીશ્રીનું ફુલહાર અને કુમકુમ કરી સ્વાગત કરી મંત્રીશ્રીને આવકારવામાં આવ્યા હતા. મંત્રીશ્રી દ્વારા દરેક ગામોના વિકાસલક્ષી તેમજ વ્યકતિગત કામોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા અને આ પ્રશ્નોનો ત્વરિત ઉકેલવા લાવવા માટેની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
આ પ્રવાસ કાર્યક્રમમાં મંત્રીશ્રી સાથે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી નવલભાઇ મુંગરા, રસીકભાઈ ભંડેરી પૂર્વ ચેરમેનશ્રી માર્કેટિંગ યાર્ડ ધ્રોલ, લખધીરસિંહ જાડેજા ચેરમેનશ્રી શિક્ષણ સમીતી જિલ્લા પંચાયત, જામનગર, દેવકરણભાઈ ભાલોડીયા ચેરમેનશ્રી માર્કેટિંગ યાર્ડ- ધ્રોલ, ભીમજીભાઈ મકવાણા પ્રમુખશ્રી અનુ. જાતી મોરચો જિલ્લા ભાજપ, પોલુભા જાડેજા પ્રમુખશ્રી તાલુકા પંચાયત- ધ્રોલ, જેયંતીભાઇ કગથરા ઉપપ્રમુખ તાલુકા પંચાયત-ધ્રોલ, વિજયભાઈ કાસુન્દ્રા સદસ્યશ્રી તાલુકા પંચાયત ધ્રોલ, જયેન્દ્રસિંહ જાડેજા વગેરે અગેવાનો સાથે જોડાયેલ હતા.
No comments:
Post a Comment