Wednesday, April 6, 2022

હડિયાણા કન્યા શાળા માં ધો..8 માં અભ્યાસ કરતી બળાઓનો વિદાય સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જામનગર જીલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત જોડિયા તાલુકાની શ્રી હડીયાણા કન્યા શાળામાં આજ રોજ તારીખ 6-4-2022 ને બુધવારના રોજ  “ઉલ્લાસ ઉત્સવ સંગ દીક્ષાંત સમારોહ” નું આયોજન કરેલ.આ રંગારંગકાર્યક્રમમાં આજે શ્રી હડીયાણા કન્યા શાળામાં વર્ષ ૨૦૨૧-૨૨ માં ધોરણ ૮માં અભ્યાસ કરતી વિધાર્થીની બહેનોનો વિદાય સમાંરોહ યોજવામાં આવ્યો હતો. 






આ કાર્યક્રમમાં શાળાની ધોરણ ૧ થી ૮ ની વિધાર્થીની બહેનોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. ત્યાર બાદ ધોરણ ૮ ની વિધાર્થીની બહેનોએ શાળામાં વીતાવેલા અને અનુભવેલા ૮ વર્ષના વિવિધ ખાટામીઠા સંસ્મરણો રજુ કર્યા હતા. ઉપરાંત ધોરણ ૮ ના વર્ગ શિક્ષિકા બારૈયા દેવાંગીબેન તથા સુરેશભાઈ મકવાણા, ચંપાબેન કાનાણી, ચંપકભાઈ ધમસાણીયા, ભારતીબેન, હિનાબેન,નીરૂબેન, હિતેશભાઇ તથા CRC કનુભાઈ જાટીયા અને SMC સહિત સમગ્ર શાળા પરિવારે વિદાય લેતી વિધાર્થીનીઓને આર્શીવચન પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રી અરવિંદભાઈ મકવાણાએ શાળામાંથી વિદાય લઇ રહેલી ધોરણ ૮ ની વિધાર્થીની બહેનોને ઉજ્વળ ભવિષ્ય તથા શ્રેષ્ઠ કારકિર્દી હાંસલ કરવાની શુભેક્ષાઓ પાઠવી  હતી. ઉપરાંત આજે ધોરણ ૧ થી ૮ ની તમામ વિધાર્થીની બહેનો સહિત સાથે સમગ્ર શાળા પરિવારે સાથે બેસી પૂરી-શાકનું ભોજન લઇ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ.....

શરદ એમ રાવલ. હડિયાણા


No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...