જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલ સાહેબની સુચનાથી જામનગર જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એસ.નિનામા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી આર.વી.વીંછી ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમા પેટ્રોલીંગમા રહેલ હતા
લાઘણજ પોલીસ સ્ટેશન જી.મહેસાણાના એ-પાર્ટ ગુ.ર.ન. ૧૧૨૦૬૦૩૮૨૨૦૨૧/૨૦૨૨ ઈ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૧૪૪ મુજબનો ગુન્હો દાખલ થયેલ અને આ ગુન્હામાં નાસતા-ફરતા આરોપી અલીઅબ્બાસ અસગરબ્બાસ રીઝવી રહે, બેડેશ્વર, જામનગર વાળો સંડોવાયેલ હોય અને તે ફરાર હોય અને હાલ તે વિનુ માર્કડના પુતળા પાસે, પુનિત હોટલ પાસે બેઠેલ છે જેવી હકિકત એસ.ઓ.જી. સ્ટાફના રવિભાઈ બુજડ તથા રાજેશભાઈ મકવાણા તથા શોભરાજસિંહ જાડેજા ને મળેલ જે આધારે સદર જગ્યાએ જતા આરોપી અલીઅબ્બાસ અસગરબ્બાસ રીઝવી મળી આવેલ જેથી મજકુરને હસ્તગત કરી આગળની કાર્યવાહી થવા માટે સીટી "બી" ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે. આરોપીનુ નામ:- અલીઅબ્બાસ અસગરબ્બાસ રીઝવી જાતે સૈયદ ઉવ.૨૬ ધંધો પ્રાઈવેટ નોકરી રહે ખોળ મીલ, જુલ્ફિકાર તાજદાર હાઉસ પાસે, બેડેશ્વર,જામનગર
આ કાર્યવાહી પો.ઇન્સ. શ્રી એસ.એસ.નિનામા સાહેબની સૂચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે.
No comments:
Post a Comment