Friday, May 6, 2022

ગુજરાત કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ પણ રાત્રી કાર્યક્રમમાં હાજર રહેતાં નવા રાજકીય સમીકરણો અંગે ચર્ચા

જામનગરમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ના પરિવાર દ્વારા ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથા કેજે ખરેખર રાજકીય કથા પણ બની રહે,તો નવાઈની વાત નથી.




ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ સહિતના દિગ્ગજ અગ્રણીઓની પ્રદેશ ભાજપના અધ્યક્ષ પટેલ સાથેની મંચ પર હાજરી, ઉપરાંત અન્ય ધારાસભ્યોની વચ્ચે પણ તેઓની પોથીયાત્રામાં હાજરી રાજકીય ચર્ચા નું કેન્દ્ર બની હતી, અને સમગ્ર રાજયભરમાં ચર્ચાનો વિષય રહ્યો હતો.


આ ઉપરાંત ભાજપના જ આયોજક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ને માન આપીને ગઈકાલે રાત્રે પોરબંદરના એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા, ઉપરાંત ગુજરાત પ્રદેશના યુવા નેતા હાર્દિક પટેલ પણ પ્રદર્શન ગ્રાઉન્ડમાં આયોજીત રાત્રી કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓની સાથે જોવા મળ્યા હતા. જેથી ફરીથી રાજકીય ગરમાવો આવ્યો છે.


જામનગર ની ભાગવત સપ્તાહમાં અનેક રાજકીય સમીકરણો સર્જાઈ રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ભાજપના નેતાઓની સાથે કોંગ્રેસ સહિતના અન્ય અગ્રણીઓ પણ એકી સાથે જોવા મળતા હોવાથી નજીકના ભવિષ્યમાં ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થાય તેવા સંકેતો મળી રહ્યા છે.

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...