જામનગર તા ૩, છોટી કાશીના નામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમિયાન યજમાન પરિવાર દ્વારા પ્રતિદિન વિવિધ સમાજના આગેવાનોને જોડીને ભાગવતજી ની આરતી કરવામાં આવી રહી છે, તેના ભાગરૂપે આજે દલિત સમાજના સંતો- આગેવાનોને ભાગવતજીની આરતી કરવામાં જોડવામાં આવ્યા હતા, અને સામાજિક સમરસતાનું વાતાવરણ ઊભું કરવાનું સ્તુત્ય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
શ્રીમદ ભાગવત કથાના યજમાનશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જામનગર રાજપૂત સમાજ દ્વારા આજે સવારે રાજપૂત સમાજ પાસે દલિત સમાજના સંતો નું પૂજન કરી ને હારતોરા કરાયા હતા,
ત્યારબાદ દલિત સમાજના સંતો અને આગેવાનોને સાફો પહેરાવી , ઘોડા ઉપર બેસાડીને રાજપૂત સમાજ ભવન , ક્રિકેટ બંગલાથી વાજતે ગાજતે સન્માનપૂર્વક કથા સ્થળે લઈ જવાયા હતા.
જયાં દલિત સમાજના સંતો તેમજ અનેક આગેવાનોના હસ્તે ભાગવતજીની આરતી કરાવીને સામાજિક સમરસતાનું વાતાવરણ ઉભું કરવાનું સ્તુત્ય કાર્ય હાથ ધર્યું હતું, જેમાં યજમાન શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને તેમનો પરિવાર તથા રાજપૂત સમાજના અનેક અગ્રણીઓ જોડાયા હતા.
No comments:
Post a Comment