જામનગર ના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ના બીજા દિવસે યોજાયેલી ભાગવત સપ્તાહ દરમિયાન પૂજ્ય ભાઇજી ની કથાનું શ્રવણ કરવા માટે કૃષ્ણ ભક્તિમાં લીન એવા એક વિદેશી મહિલા પણ શ્રોતાગણ ના રૂપમાં કથામંડપમાં હાજર રહ્યા હતા, અને પુરા ભાવપૂર્વક કથાનું શ્રવણ કર્યું હતું.
સાથોસાથ પૂજ્ય ભાઇજી દ્વારા બોલાવવામાં આવેલા શ્લોક નું પણ સર્વે શ્રોતાગણની સાથોસાથ ગાયન કર્યું હતું. ઉપરાંત ભાગવત સપ્તાહ ની કંકોત્રી પણ તેઓએ ભારપૂર્વક વાંચી હતી, અને કૃષ્ણ ભક્તિમાં લીન બનેલા વિદેશી મહિલા કથા મંડપમાં ઉપસ્થિત સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
No comments:
Post a Comment