જામનગરના પ્રદર્શન મેદાનમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ના પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવના બીજા દિવસના રાત્રી કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી ઉપરાંત અનેક ગુજરાતી ફિલ્મોમાં પોતાનો કંઠ આપનારા લોકગાયિકા લલીતાબેન ઘોડાદરા એ સૌને સુ-મધુર ગીતો ના માધ્યમથી ડોલાવ્યા હતા.
લોકડાયરાના કલાકાર લલીતાબેન ઘોડાદરાએ પ્રાચીન ભજન, લોકગીતો, લગ્નગીતોની સાથોસાથ "જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા... વો ભારત દેશ હૈ મેરા" વાળું દેશભક્તિનું ગીત રજૂ કર્યું, ત્યારે સમગ્ર કથામંડપમાં રાષ્ટ્રભક્તિનો માહોલ છવાયો હતો. દેવરાજભાઇ ગઢવી દ્વારા પણ દુહા છંદની રમઝટથી વાતાવરણ ભક્તિ સભર બનાવ્યું હતું.
બીજા દિવસના રાત્રી કાર્યક્રમમાં અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા, પૂર્વ ધારાસભ્ય મનસુખભાઇ ભુવા, રાજપૂત સમાજના પ્રમુખ પી.એસ. જાડેજા, જમીન વિકાસ બેંકના ડાયરેકટર હરદેવસિંહ જાડેજા, ગઢવી સમાજના પ્રમુખ અશ્વિનભાઇ ગઢવી, તેમજ પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી જોડાયા હતા, જે તમામ મહાનુભાવો ને યજવાન પરીવારના શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા ખેસ પહેરાવી સન્માન કરાયું હતું, અને ભગવદ્ગીતા સ્મૃતિચિન્હ રૂપે ભેટમાં અપાઇ હતી.
No comments:
Post a Comment