જામનગરના આંગણે ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ભાગવત કથાનું શ્રવણ કરવા માટે સૌરાષ્ટ્ર ભરમાંથી સંતો મહંતો, રાજકીય અગ્રણી તેમજ વિવિધ સેવાકીય ક્ષેત્રે જોડાયેલા મહાનુભાવોની હાજરી જોવા મળી રહી છે, ત્યારે યજમાન પરિવાર ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) દ્વારા સર્વે મહેમાનોનું ખેસ પહેરાવી, સ્મૃતિભેટ અર્પણ કરીને સન્માન અને સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ના ત્રીજા દિવસે સ્વામીનારાયણ ગુરુકુળના પરમ પૂજ્ય ગોવિંદ સ્વામીજી, તોરણીયા ના પરમ પૂજ્ય રાજેન્દ્ર દાસબાપુ, સ્વામિનારાયણ સંપ્રદાયના પરમ પૂજ્ય જે.પી. સ્વામી, તોરણીયા ના પરમ પૂજ્ય ઘનશ્યામદાસજી બાપુ, જામનગર ના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી આર.સી.ફળદુ, પૂર્વ મંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયા, આર.એસ.એસ.ના પ્રાંત પ્રચારક શ્રી મહેશભાઈ જીવાણી, પ્રચારક શ્રી પંકજભાઈ રાવલ, ગોવા શીપયાર્ડ ના ડાયરેક્ટર શ્રી હસમુખભાઈ હિંડોચા, જામનગર શહેરના પ્રભારી શ્રી અભેસિંહ ચૌહાણ, દેવભૂમિ દ્વારકા ભાજપના પ્રમુખ શ્રી ખીમભાઇ આહિર, આહીર સમાજના અગ્રણી શ્રી ભીખુભાઈ વારોતરીયા, જામનગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી પી.બી. વસોયા, બ્રહ્મ સમાજના અગ્રણી શ્રી સૂર્યકાંતભાઈ મઢવી, રાજકોટના પૂર્વ મેયર શ્રી અશોકભાઈ ડાંગર, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી હરદાસભાઈ ખવા, વિખ્યાત સંતવાણી ગાયક શ્રી પરષોત્તમપરીબાપુ, રાજકોટ એસીબીના વિભાગીય પોલીસ વડા શ્રી એ. પી. જાડેજા, પ્રદેશ કોંગ્રેસના અગ્રણી મહેશભાઈ રાજપુત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર મહેશ ભાઈ ચૌહાણ, સુરતના મનીષભાઈ પાનવાલા, આરએસએસના સૌરાષ્ટ્રના પ્રચારક મહેશભાઈ જીવાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તમામ સંતગણ નું પૂજન કરાયું હતું, અને સ્વાગત કરાયું હતું. સાથોસાથ તમામ અગ્રણી મહેમાનો ને સ્મૃતિભેટ અર્પણ કરાયા હતા.
ભાગવત સપ્તાહ ના તૃતીય દિવસે અન્ય મહાનુભાવો માં દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરીભાઇ નકુમ, જામનગર દૂધ ઉત્પાદન સંઘના પ્રમુખ કાંતિભાઈ ગઢીયા, રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ કાનજીભાઈ અકબરી, બાલા હનુમાન મંદિરના ટ્રસ્ટી વિનુભાઈ તન્ના, હોટલ એશોશોએશન- દ્વારકાના પ્રમુખ નિર્મલભાઇ સામાણી, દ્વારકા પત્રકાર એસોસિયેશનના પ્રમુખ ચંદુભાઈ બારાઈ, આહિર સમાજના પ્રમુખ દેવશીભાઇ પોસ્તરીયા, ઉપરાંત રણમલભાઇ કાંબલીયા, નગાભાઈ નંદાણીયા, મશરીભાઇ ધ્રાંગૂ, જામનગરના જૈન અગ્રણી ભરતભાઈ દોશી, એપીએમસી ખંભાળિયા ના ડાયરેક્ટર વેરશી ભાઈ ગઢવી, પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર શ્રી કે.આર.પરીખ જામજોધપુર તાલુકા પંચાયતના પ્રમુખ દેવાભાઈ પરમાર, જિલ્લા ભાજપના મંત્રી કૌશિકભાઇ રાબડિયા, જામજોધપુર ના પૂર્વ પ્રમુખ ખુશાલભાઈ જાવિયા, તાલુકા જામજોધપુર ના પ્રમુખ કિશોરસિંહ જાડેજા, જિલ્લા ભાજપના મહિલા મોરચાના કાજલબેન સંઘાણી, જિલ્લા ભાજપ મંત્રી સુધાબેન વિરડીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હર્ષાબેન રાજગોર, સીકકા જીએસએફસીના ઓ.એસ.ડી. જે. એમ. પરમાર કાલાવડના આર.એસ.એસ.ના અગ્રણી ભાનુભાઇ પટેલ, તેમજ જામનગરના ધીરુભાઈ સાવલિયા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગુભા જાડેજા, પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી દેવાભાઈ વગેરે મહાનુભાવો ની પણ વિષેશ ઉપસ્થિતિ રહી હતી,જેઓને યજમાન પરિવાર દ્વારા સન્માનિત કરાયા હતા.
No comments:
Post a Comment