Wednesday, May 4, 2022

શ્રી હડિયાણા કન્યા શાળામાં જામનગર જિલ્લા કક્ષાની ચેસનું આયોજન

ગુજરાત રાજ્ય સરકાર તથા જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી જામનગરના સંયુક્ત ઉપક્રમે તથા DSO નીતાબેન વાળાના માર્ગદર્શન હેઠળ જોડિયા તાલુકાની શ્રી હડિયાણા કન્યા શાળામાં જામનગર જિલ્લા કક્ષાની ચેસનું આયોજન 










આજ રોજ કરવામાં આવ્યું હતું. જેમાં ચેસ રમતના જિલ્લા કક્ષાના કન્વીનર તરીકે અરવિંદભાઇ મકવાણાએ સેવા આપેલ હતી. આજે અંડર- 11, અંડર- 14, અંડર- 17, ઓપન, અ. બ. વ. 40,  અને અ. બ.વ.60 વગેરે વયજુથમાં આશરે 200 જેટલા ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. આ દરેક વયજુથમાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય નંબર મેળવનાર તમામ ખેલાડીઓને સર્ટીફીકેટ તથા પુરસ્કાર આપવામાં આવેલ હતું. વિજેતા થયેલા તમામ ખેલાડીઓને શાળાના આચાર્યશ્રી અરવિંદભાઈ એન. મકવાણા દ્વારા શુભેચ્છાઓ પાઠવેલ હતી.....                

 શરદ એમ.રાવલ.હડિયાણા..

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...