અંડર-૧૭ બહેનોમાં જામનગર ગ્રામ્ય તથા ઓપન વયજૂથ સ્પર્ધામાં ભાવનગર શહેર પ્રથમ ક્રમે વિજેતા
જામનગર તા.૨૪ મે, ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જામનગર સંચાલિત ખેલ મહાકુંભ-૨૦૨૨ની સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની અંડર-૧૭ અને ઓપન વયજૂથની બહેનો માટેની ફૂટબોલ સ્પર્ધાનો તા.૧૬/૦૫/૨૦૨૨ થી તા.૨૨/૦૫/૨૦૨૨ દરમ્યાન કનકેશ્વરી સ્પોર્ટ્સ એકેડમી,રણજીત સાગર ડેમ પાસે,નારાણપર,સમાણા રોડ,જામનગર ખાતે યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લા અને મહાનગરની ટિમના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અંડર-૧૭ બહેનોમાં જામનગર ગ્રામ્ય પ્રથમ ક્રમે અને રાજકોટ શહેર દ્વિતીય ક્રમે વિજેતા થયા હતા. તેમજ ઓપન વયજૂથ બહેનોમાં પ્રથમ ક્રમે ભાવનગર શહેર અને દ્વિતીય ક્રમે રાજકોટ શહેર વિજેતા થયા હતા. પ્રથમ અને દ્વિતીય વિજેતા રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે. આ સ્પર્ધાની સમાપન પ્રસંગે જામનગર જિલ્લા પોલીસ અધિકક્ષક શ્રી પ્રેમસુખ ડેલું, જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના પ્રાંત યુવા વિકાસ અધિકારી ભગીરથસિંહ જાડેજા, સ્પર્ધાના નોડલ અધિકારીશ્રી હેમાંગીની ગોર ઉપસ્થિત રહ્યા હતા.
No comments:
Post a Comment