જામનગર આંગણે ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં જામનગર શહેર અને સમગ્ર જિલ્લામાંથી, તેમજ દેવભૂમિ દ્વારકા, રાજકોટ, મોરબી સહિતના આસપાસના વિસ્તારોમાંથી પણ શ્રોતાગણ મોટી સંખ્યામાં શ્રીમદ ભાગવત સપ્તાહનું કથામૃત પાન કરવા માટે આવી રહ્યા છે, જે તમામ શ્રોતાગણ માટે યજમાન શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ના પરિવાર દ્વારા વિશાળ મંડપ સમીયાણા સાથે ડીસીસી હાઈસ્કુલ પરિસરમાં અન્નપૂર્ણા ભોજનશાળા બનાવાઈ છે, અને પ્રતિદિન ચાલીસ હજારથી વધુ ધર્મપ્રેમી જનતા પ્રસાદનો લાભ લે છે.
ત્યારે પાંચ દિવસના કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી પછી પ્રસાદ લેવા આવનારા શ્રોતાગણ માટે પ્રસાદ વિતરણ દરમિયાન જામનગરના પ્રથમ નાગરિક એવા મેયર બીનાબેન કોઠારી પણ સેવાદાર બન્યા હતા, અને પોતાના હસ્તે પ્રસાદનું વિતરણ કર્યું હતું. જેમની સાથે શહેર ભાજપના અન્ય અગ્રણીઓ, કોર્પોરેટરો, વગેરે પણ જોડાયા હતા. અને તમામ ને સરળતા થી પ્રસાદ મળી રહે તેવી સુંદર વ્યવસ્થા જાળવી હતી.
No comments:
Post a Comment