Wednesday, May 4, 2022

તૃતીય દિવસીય લોકડાયરાના મંચ પરથી વ્યસન મુક્તિ માટેનો સાંઈરામ દવે તેમજ બ્રિજરાજદાન ગઢવી એ સંદેશો પાઠવ્યો

હનુમાન ચાલીસાના પાઠની સાથે હજારો શ્રોતાગણના મોબાઈલની ટોર્ચ ની લાઈટ થી સમગ્ર કથામંડપ ઝળહળી ઊઠયો


જામનગરના પ્રદર્શન મેદાનમાં ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહના ત્રીજા દિવસના રાત્રી કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના હાસ્ય કલાકાર સાંઈરામ દવે તેમજ લોક સાહિત્યકાર બ્રીજરાજદાન ગઢવી નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બંને કલાકારોએ વ્યસનમુક્તિ માટેનો ખાસ સંદેશો આપ્યો હતો.

હાસ્ય કલાકાર સાંઇરામ દવેએ હાસ્યની છોળો વહેતી મૂકી હતી, અને કથા મંડપમાં ઉપસ્થિત સૌને દિલ ખોલીને હસાવ્યા હતા. એટલું જ માત્ર નહીં વર્તમાન સંજોગો ની કેટલીક વાતો પણ કરી હતી. સાથોસાથ દેશના અનેક વીર શહીદોને યાદ કરીને તેઓના ઈતિહાસને વાગોળ્યો હતો. એટલું જ માત્ર નહીં તેઓ ની શહાદત એળે ન જાય તે માટે યુવાનોએ વ્યસનને છોડી ને ભારતનું નામ વધુ ને વધુ રોશન થતું રહે તે દિશામાં આગળ વધવા સંદેશો આપ્યો હતો.

 બ્રિજરાજદાનભાઈ ગઢવી એ પણ લોક સાહિત્યની અનેક વાતો કરી હતી, અને દોહા- છંદની રમઝટ બોલાવી હતી. સાથોસાથ યુવાનોને તમામ પ્રકારના વ્યસનથી દૂર રહેવા વિનંતી કરી હતી. જે યુવાન વ્યસનમુક્તિ અપનાવીને એક વર્ષ પછી પોતાને યાદ કરશે, તો તેની વ્યસન મુક્તિ પાછળ વિનામૂલ્યે ફરીથી જામનગરમાં ડાયરા ના કાર્યક્રમમાં હાજરી આપશે, તેવી બાંહેધરી આપી હતી.




ત્યારબાદ મંચ પરથી હનુમાન ચાલીસાનું પઠન કરાયું હતું, ત્યારે સૌ શ્રોતાગણોને તાલીઓ ની સાથે હનુમાન ચાલીસાના પાઠ કરાવાયા હતા. સાથોસાથ અંતિમ ચાર પંક્તિમાં તમામ શ્રોતાગણો ને પોતાના મોબાઇલ ફોનની ટોર્ચ લાઈટ ચાલુ કરીને હાથ ઊંચા કરવાનો સંદેશો આપ્યો હતો, ત્યારે સમગ્ર કથા મંડપમાં હજારો મોબાઇલ ફોનની ટોર્ચ લાઈટ શરુ થઇ ગઈ હતી, અને મંડપની મુખ્ય લાઇટ બંધ કરતાં મોબાઇલ ફોનની ટોર્ચ લાઈટ થી જ કથા મંડપ ઝળહળી ઊઠયો હતો. જેનો અદભૂત નજારો નિહાળી ને યજમાન પરિવાર તથા મંચસ્થ કલાકારોએ પણ રાજીપો અનુભવ્યો હતો.

 બંને કલાકારો દ્વારા અંતમાં રાજ મને લાગ્યો કસુંબીનો રંગ તેમજ હર હર મહાદેવના નાદ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાવી હતી.

No comments:

Post a Comment

એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ૨૮,૫૪૦ કરોડ રૂપિયા બચાવી શકે: C-DEP અહેવાલ નવી દિલ્હી, ૨૬.૦૫.૨૦૨૬: C-DEP રિસર્ચ અને વાણિજ્ય મં...