જામનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યશ્રી વિજયભાઈ સુરેલીયા તથા લાઇઝન અધિકારી શ્રી કનુભાઈ જાટીયા, તાલુકા પંચાયત સર્કલ અધિકારી શ્રી ગઢીયા સાહેબ, વિસ્તરણ અધિકારી ઘેટિયાસાહેબ, તલાટી કમ મંત્રી લીંબાસિયા ભાઈ,ગામના સરપંચ શ્રી બીપીનભાઇ,જોડીયા એપીએમસીના ડાયરેક્ટર શ્રી જીતુભાઈ ,તાલુકા પંચાયત જોડીયા ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રીમતી જોસનાબેન, એસએમસી ના અધ્યક્ષ હર્ષાબેન તથા બહોળી સંખ્યામાં વાલીગણની ઉપસ્થિતિમાં ધોરણ એક અને આંગણવાડીના બાળકો ને શાળામાં પ્રવેશ અપાવી બાળકોને શૈક્ષણિક કીટ એનાયત કરવામાં આવી.
વધુમાં ધોરણ ૩ થી ૮ માં તેજસ્વી વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. આજરોજ તમામ બાળકોને છત્રોલા શૈલેષભાઈ ગિરધરભાઈ તરફથી તિથિ ભોજન કરાવવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું તેમજ આઝાદીકા અમૃત મહોત્સવ અને વૃક્ષ બચાવો વિશે વિદ્યાર્થીઓએ સ્પીચ રજૂ કરી. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય રમેશભાઈ ગાંભવાએ આભાર દર્શન કરી અંતે વૃક્ષારોપણ પૂર્ણ કરી સૌ મહેમાન સાથે પ્રસાદ લઈ છુટા પડ્યા.
રિપોર્ટર.શરદ એમ.રાવલ. તા.જોડિયા.ગામ.હડિયાણાં
No comments:
Post a Comment