Wednesday, June 1, 2022

યાત્રાધામ દ્વારકા મા પંચવિર ની યાદ મા દર શનિવારે હનુમાન ચાલીસા સમસ્ત હિન્દુ સેના દ્વારા સરુ કરાય

આ.સ.૧૨૪૧ સવંત ૧૨૯૭ માં અમદાવાદથી મોહમ્મદ શા દ્વારકાધીશનું 
મંદિર તોડી ગયા ત્યારે રાણા ઠાકર પરિવારના પાંચ ગૂગળી બ્રાહ્મણો

આજ પંચ વિર ની જગ્યાઓ પર વિધર્મી ઓ કેમ? દ્વારકાધીશ નું મંદિર મહમદ 
શા દ્વારા તોડવામાં આવ્યુ ત્યારે ગુગળી બ્રાહ્મણ ૫૦૫  પાંચ ના વીરોની લડત

(૧) વીરજી ઠાકર (૨) નથુ ઠાકર (૩) કરસન ઠાકર (૪) વાલજી ઠાકર (૫) તેમજ દેવજી ઠાકર
આ પાંચ વીરો દ્વારા મોહમ્મદ શા ની સામે જોરદાર લડત કરી ભગવાન દ્વારકાધીશના મંદિર ની રક્ષા કાજે વીર ગતી પામી ગયા તે વીરો ની સમાધી મંદિર થી નજીક નીલકંઠ ચોક પાસે આવેલ એક પીપળાના વૃક્ષ નીચે આ સમાધિઓ આવેલી છે મુસ્લિમ  લોકો તેમને પાંચ પીર તરીકે ફેરવી નાખેલ  છે 
રાણા ઠાકોર પરિવારના જે પાંચ ભાઈઓ વીરગતિ પામ્યા તેમની ઘરવાળી બયો  ગંગાબાઈ કેસર બાઈ મુલી બાઈ કસ્તુરબાઈ અને સોની બાઇ સવંત ૧૨૯૭ ના કારતક વદ ૧૩ ને બુધવારના સતી થયા આ સતીના પાળિયાઓ ગોમતી ઘાટ પર આવેલા છે
જે હાલમાં પાંચ પાંડવની દેરી તરીકે ઓળખાવી રહ્યા છે 
આજ કોણ આપણા સનાતન સંસ્કૃતિના તમામ ઉત્સવમાં આ વીરોને યાદ કરવામાં આવે છે
નવરાત્રી વિસર્જન નો ગરબો પણ નગર પરિક્રમા કરતાં આ સ્થળ પર પહોંચે ત્યારે વીરુ ની સમાધી ને ગરબાની પવિત્ર જ્યોતના દર્શન કરાવવામાં આવે છે
હાલમાં રક્ષાબંધન શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત પર્વ પર પાંચ ગુગળી બ્રાહ્મણ વીરો તથા તેના એક બેન ની ખાંભી ને પીતાંબર તેમજ ચુંદડી ચડાવવી પરંપરા અનુસાર પૂજન કરવામાં આવેછે
(પૂરક માહિતી દ્વારકા સર્વ સંગ્રહ ગુજરાત રાજ્ય છઠ્ઠી ઇતિહાસ પરિષદ દ્વારકા પુસ્તકમાંથી સાભાર)






No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...