Monday, June 20, 2022

જોડિયા સમસ્ત દસનામ ગૌસ્વામી સમાજના પ્રમુખશ્રી હેમતપરી મગનપરી ગૌસ્વામી દ્વારા આજ રોજ જોડિયા મામલતદાર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપ્યું હતું...

કોડીનાર તાલુકાના જત્રાખડી ગામે દશનામ સમાજની 8 વર્ષ ની  બાળકી ઉપર થયેલ બળાત્કાર હત્યાના ગુનેગાર નો કેસ ફસ્ટ્રેક કોર્ટમાં ચલાવી ફાંસી ની સજા આપવાની માગણી અંગેનું આવેદનપત્ર આપવામાં આવેલ છે. 






જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના અને જોડિયા ગામના સમસ્ત દશનામ ગૌસ્વામી સમાજ તરફથી પ્રમુખશ્રી હેમતપરી મગન પરી ગૌસ્વામી દ્વારા કોડીનાર તાલુકાના જત્રાખડી ગામે દશના સમાજની 8 વર્ષ ની માસુમ બાળકી ઉપર બળાત્કાર ગુજારી અને તેમની હત્યા કરવામાં આવેલ હોય.જે અનુસંધાને સમસ્ત દશનામ ગૌસ્વામી સમાજ આક્રોશ વ્યક્ત કરી અનેઆ હીંચકારી ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ.અને આ કૃત્ય કરનાર નરાધમ શામજી ભીમા સોલંકી ને કાયદાકીય રીતે ફાટસ્ટેક કોર્ટમાં કેસ ચલાવી તેમને ફાંસીની સજા થવી જોઈએ.જેથી સમાજમાં આવા નરાધમ તત્વો બીજી કોઈ બાળકી ઉપર આવો અત્યાચાર કરી શકે નહીં. અને એક ઐતિહાસિક દાખલો બેસાડવો જોઈએ.જેથી ભવિષ્યમાં આવનારા સમયમાં આવા કૃત્ય થતા અટકે.ત્યારે સમસ્ત દશનામ ગૌસ્વામી સમાજ.જામનગર જિલ્લાના જોડિયા તાલુકા તથા જોડિયા ગામના વતી આ આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવા અને 8 વર્ષની માસુમ બાળકીને ન્યાય અપાવવા નમ્ર અરજ છે.આ આવેદનપત્ર  પાઠવી રજુઆત કરવામાં આવી હતી.... 

રિપોર્ટર. શરદ એમ.રાવલ.. હડિયાણા 

       

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...