Tuesday, July 12, 2022

રાજ્યમંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાએ જિલ્લામાં જાહેર કરાયેલ રેડ એલર્ટના પગલે તંત્ર દ્વારા કરાયેલ તૈયારીઓની સમીક્ષા કરી

જામનગર તા.12 જુલાઈ, કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષ સ્થાને ભારે વરસાદના અનુસંધાને જામનગર જિલ્લામાં જાહેર થયેલ રેડ એલર્ટના પગલે જિલ્લા વહીવટ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરી અંગેની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠકમાં મંત્રીશ્રીએ લગત વિભાગોના અધિકારીશ્રીઓ પાસેથી વરસાદી કામગીરી અંગેની વિગતો મેળવી હતી.મંત્રીશ્રીએ તમામ તાલુકાઓમાં થયેલા કુલ વરસાદની માહિતી મેળવી ડેમના દરવાજાઓ ખોલવાની સ્થિતિ ઊભી થાય તો જરૂરી તકેદારી રાખવા સૂચન કર્યું હતું.મંત્રીશ્રીએ વરસાદથી ધોવાયેલ રોડ-રસ્તાનું તત્કાલિક સમારકામ કરી પૂર્વવત્ કરવા, વીજ પુરવઠો ન ખોરવાય તે માટે જરૂરી ટીમો તૈયાર કરવા, એન.ડી.આર.એફ. તથા એસ.ડી.આર.એફ.ની ટીમોની વ્યવસ્થા, તાલુકા વાર આશ્રયસ્થાનોની સ્થિતિ, ફૂડ પેકેટની વ્યવસ્થા, પાણી પુરવઠો તેમજ આવાગમનની વ્યવસ્થા વગેરેની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.



મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગત વર્ષમાંથી બોધપાઠ લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં જાનમાલની નુકસાની અટકાવવા ખૂબ સુચારૂ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. યુદ્ધના ધોરણે કામ કરતા તંત્રને યોગ્ય સહયોગ આપવા પણ મંત્રીશ્રીએ આ તકે જિલ્લાના નાગરિકોને અપીલ કરી હતી. તેમજ કંઈપણ જરૂરિયાત ઉભી થાય તો મંત્રીશ્રીનું અંગત ધ્યાન દોરવા પણ ઉપસ્થિત અધિકારીશ્રીઓને મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા,મેયેર શ્રીમતી બીનાબેન કોઠારી,

જિલ્લા કલેકટરશ્રી ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન શ્રી હર્ષાદીપ સુતરીયા, અધીક નિવાસી કલેકટર એમ.પી.પંડ્યા, શહેર ભાપજ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, અધિક્ષક ઇજનેરશ્રી પી.જી.વી.સી.એલ, કાર્યપાલક ઇજનેરશ્રી માર્ગ અને મકાન વિભાગ પંચાયત સહિત સંલગ્ન વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


જોડિયા તાલુકા ના જીરાગઢ ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા ની ઉજવણી કરવામાં આવી

       જામનગર જિલ્લા ના  જોડિયા તાલુકા ના જીરાગઢ ગામે  તા. 11જુલાઈ  ના રોજ સમગ્ર રાજ્ય માં વંદે ગુજરાત વિકાસ યાત્રા ની ઉજવણી કરવામાં આવી  જે અંતર્ગત  આજે સાતમા દિવસે  યાત્રા નો રથ જીરાગઢ ગામે આવી પહોંચ્યો હતો  શાળા ની વિધાર્થિનીઓ દ્વારા રથ નું તેમજ ઉપસ્થિત રહેલ મહાનુભાવો  ભાવોનું કુમ કુમ તિલક થી સ્વાગત   કરવામાં આવ્યું. સમગ્ર ગ્રામજનો  અને શાળાપરીવારે સરકાર ની વિવિધ સિદ્ધિ ઓ અંગે  ની ફિલ્મ નિહાળી   કાર્યક્રમ  ના અધ્યક્ષ  શ્રીમતી ચંદ્રિકાબેન અઘેરાં  કુ. માધુરીબેન પટેલ  તા. વિ. અધિકારી જોડિયા , જેઠાલાલ  અઘેરાં -ઘનશ્યામભાઈ રાઠોડ  ઉપપ્રમુખ તાલૂકા પંચાયત  જોડિયા cdpo. ઠોરીયા બેન, 






Rfo. શ્રી સમાજ સુરક્ષા  માંથી  જાડેજા ભાઈ તેમજ નંદા ભાઈ, મેઘપર તાલુકા સીટ ના સભ્ય શ્રી  દુધઈ ગામના સરપંચ જાદવજી જીરાગઢ ગામના સરપંચ શ્રી કાંતિભાઈ કાચા  વિનુભાઈ ચૌહાણ  ગઢીયા સાહેબ વિસ્તરણ અધિકારી શ્રી   હાજર રહ્યા હતા. 

કાર્યક્રમ માં એમ. એમ. વાય યોજના, વ્હાલી દિકરી યોજના, આયુષ્માન કાર્ડ યોજનાના લાભાર્થીઓ ને પ્રમાણપત્ર તેમજ કીટ આપવામાં આવી. આ કાર્યક્રમ માં જીરાગઢ આચાર્ય શ્રી રાજેશ ભાઈ ડાંગર દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યુ તેમજ જેઠાલાલ અઘેરા દ્વારા પ્રાસંગીક પ્રવચન કરાયુ, જીરાગઢ શાળા ની વિદ્યાર્થીનીઓ અને યુ. પી. વી કન્યા વિદ્યાલય ની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો 

કાર્યક્રમનુ સંચાલન  શ્રી બીટ નિરીક્ષક જોડીયા  કિશોરભાઈ ગજેરા એ કર્યું. 

સમગ્ર કાર્યક્રમ ને સફ્ળ બનાવવા  શાળા શિક્ષક  અલ્પેશ  દલસાણીયા, રમેશ ભાઈ મકવાણા, પારુલ બેન કાલરીયા  અને આચાર્ય શ્રી રાજેશ ભાઈ ડાંગરે    ભારે જહેમત ઉઠાવી....

શરદ એમ.રાવલ.હડિયાણા..

Thursday, July 7, 2022

બાળકોને બાળવિજ્ઞાની બનાવતા ચાઇલ્ડ સાયન્ટીસ્ટ કોર્ષનો લોક વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ દ્વારા શુભારંભ... સમગ્ર ગુજરાતમાં એકમાત્ર લોક વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ પર ચાલે છે.

ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ – ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર – ધ્રોલ દ્વારા બાળકોમાં વિજ્ઞાનીઓ બનવાના બીજ રોપાય, બાળપણથી જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની ખીલવણી કરી શોધ – સંશોધન પ્રવૃતિઓમાં આગળ વધે, પોતાના ઘર અને આજુબાજુના વિસ્તારમાંથી જ હાથવગી વસ્તુઓનો ઉપયોગ કરી પોતાની પ્રયોગશાળાનું નિર્માણ કરે તેવા આશયથી “ચાઇલ્ડ સાયન્ટીસ્ટ કોર્ષ” શરૂ કરવામાં આવ્યો. જેમાં “પરિચય પ્રવૃત્તિ કાર્યશાળા” માં ૩૦૦ જેટલા બાળકો ઉત્સાહભેર સામેલ થયા. સમગ્ર કોર્ષ દરમિયાન થનાર વિજ્ઞાનની અવનવી પ્રાયોગિક પ્રવૃતિઓની ઝલક બતાવી નવા-નવા સર્જનશીલ વિચારોની શરૂઆત કરેલ. આ કોર્ષ સમગ્ર વર્ષ ચાલશે જેમાં ગુજરાત રાજ્યનાં કોઈપણ બાળક જે ધો. ૫ થી ૧૨માં અભ્યાસ કરતા હોય તે મહિનામાં બે રવિવાર વિજ્ઞાનકેન્દ્ર પર આવી વર્ષના ૩૦ જેટલા વર્કશોપમાં સામેલ થઇ શકે છે. 




જેમાં ડ્રોન એક્ટીવીટી, બેઝિક ઈલેક્ટ્રોનિક, હાઇડ્રોપોનીક્સ, ફન વિથ કેમેસ્ટ્રી, પાઠ્ય પુસ્તક આધારિત પ્રયોગો વગેરે જેવા વિષયો આધારિત પ્રવૃતિઓ કરાવવામાં આવશે. ચાઇલ્ડ સાયન્ટીસ્ટ કોર્ષમાં સામેલ થનાર તમામ બાળકો ૩૦ જેટલા વિજ્ઞાન-ગણિત ક્ષેત્રે આધારિત વર્કશોપમાં સઘન તાલીમ મેળવે છે અને વર્ષને અંતે તેઓ એક વિષય પર પોતાનું શોધ-સંશોધન કે વિજ્ઞાન પ્રવૃતિ પધારેલ નામાંકિત વિજ્ઞાની સમક્ષ રજૂ કરે છે. જેના ભાગ રૂપે તેઓને આમંત્રિત વિજ્ઞાનીના હસ્તે “વિજ્ઞાન રત્ન એવોર્ડ” અર્પણ થાય છે. કોર્ષનો પરિચય કાર્યક્રમ પૂર્ણ થયો હવે તારીખ ૨૪/૦૭/૨૦૨૨, રવિવાર સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ પ્રથમ પ્રવૃતિ શરૂ થઈ રહી છે. કોર્ષમાં સામેલ થવા પ્રતિમાસ પહેલા અને ત્રીજા રવિવારે સામેલ થવાનું રહે છે. તો રસ ધરાવનાર શાળા, શેરી-ગલ્લી-મહોલ્લાનાં બાળકો આ કોર્ષમાં સામેલ થવા વિજ્ઞાનકેન્દ્રનાં પ્રોગ્રામ ઓફિસર ડૉ.સંજય પંડ્યા (૯૯૭૯૨૪૧૧૦૦) પર સંપર્ક કરે તેવો સંસ્થાના ચેરમેનશ્રી ધર્મેશભાઈ મહેતા તેમજ સેક્રેટરીશ્રી સુધાબેન ખંઢેરિયાએ અનુરોધ કરેલ છે.

રિપોર્ટર. શરદ એમ.રાવલ.


Wednesday, July 6, 2022

જામનગરમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર” રેલવે ઓવરબ્રિજ તથા નાગમતી નદીના પુલથી હાપા માર્કેટિંગ યાર્ડને જોડતા ફોર લેન રોડનું પણ મુખ્યમંત્રીશ્રીએ ઇ-લોકાર્પણ કર્યું

 જામનગરવાસી ઓને ગુજરાતના સૌપ્રથમ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની ભેટ આપતાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી રૂ.૨૧૪ કરોડના વિવિધ કામોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કર્યા



છેલ્લા ૫ વર્ષમાં જામનગરને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 1096 કરોડના કામોની ભેટ મળી

હાપા ખાતે યુ. સી. એચ. સી. સેન્ટર તેમજ શહેરમાં જુદી જુદી જગ્યાએ આસ્ફાલટ રોડના કામો તથા ડી. આઈ. પાઇપલાઇન દ્વારા વોટર સપ્લાયના કામોનું મુખ્યમંત્રીશ્રીએ  ઇ-ખાતમુહૂર્ત કર્યું



દૈનિક ૪૫૦ મેટ્રિક ટનની કેપેસિટી ધરાવતા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ મારફતે દૈનિક ૭.૫ મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગરમાં સ્થપાયેલ ગુજરાતના સર્વપ્રથમ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ થકી પર્યાવરણની જાળવણી સાથે વીજળી ઉત્પન્ન થશે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને સરકારના પ્રયાસો થકી જન જન સુધી વિકાસની ગાથા પહોંચી છે



ઓવરબ્રિજ થકી એરફોર્સ તેમજ રિંગ રોડ પર વિકસેલ સોસાયટીઓની અંદાજે ૧ લાખ જેટલી વસ્તીને જામનગર શહેર સાથે સીધી કનેક્ટિવિટી મળશે : કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ

જામનગર તા.૬ જુલાઇ,મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, જી.યુ.ડી.સી. તથા  જી.યુ.ડી.એમ. તેમજ ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટ અંતર્ગતના કુલ રૂ.૨૧૪ કરોડના વિવિધ પ્રકલ્પોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત ગાંધીનગરથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને કર્યા હતા.



આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ રૂ.૧૨૮ કરોડના કામોના લોકાર્પણ જેમાં રૂ.૯૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ પી.પી.પી. બેઈઝ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી યોજનાની તથા જીયુડીસીની ગ્રાન્ટ અંતર્ગત એલ. સી. નં.૧૯૯ રેલ્વે ક્રોસિંગ ઉપર રૂ.૩૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ટુ લેન “ડૉ બાબાસાહેબ આંબેડકર રેલ્વે ઓવરબ્રિજ તથા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી યોજના હેઠળ રૂ.૮ કરોડના ખર્ચે બનાવેલ નાગમતી નદીના પુલથી હાપા માર્કેટિંગ યાર્ડને જોડતા ફોરલેન રોડનું લોકાર્પણ તેમજ રૂ.૬૧ કરોડના ખર્ચે ડી.આઈ. પાઇપલાઇન દ્વારા વોટર સપ્લાયનું કામ, શહેરમાં જુદી જુદી જગ્યાએ આસ્ફાલટ રોડના કામોનું રૂ.૧૫ કરોડના ખર્ચે તથા હાપા ખાતે રૂ.૧૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર યુસીએચસી સેન્ટર બનાવવાના કામોના એમ કુલ રૂ.૮૬ કરોડના કામોના ઇ-ખાતમુહૂર્ત કર્યા હતા. 




મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી જણાવ્યું હતું કે, વિકાસની દિશામાં જામનગરએ વધુ એક હરણફાળ ભરી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર વિકાસના સતત કામો કરી રહી છે અને જન જન સુધી વિકાસની ગાથા પહોંચી છે. જામનગરમાં 90 કરોડની રકમ થી સાકાર થયેલો ગુજરાતનો સર્વ પ્રથમ અત્યાધુનિક અને પી.પી.પી. બેઇઝ આધારિત વેસ્ટ ટૂ એનર્જી  પ્લાન્ટ દૈનિક ૪૫૦ મેટ્રિક ટનની કેપેસિટી ધરાવે છે. આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ મારફતે દૈનિક ૭.૫ મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે અને પર્યાવરણ જાળવણી પણ થશે.




ઓવરબ્રિજથી ટ્રાફિકની સમસ્યા નહિ થાય. જામનગરના ગોરધનપરમાં વિશ્વનું એક માત્ર ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મીડિસન સ્થાપવા જઇ રહ્યું છે તેનાથી વિશ્વ સ્તરે જામનગર અને ગુજરાતે આગવી ઓળખ મેળવી છે. જામનગરમાં વિકાસના સતત કાર્યો થઈ રહ્યા છે તેના થકી લોકોની સુખ સુવિધાઓમાં વધારો થયો છે. છેલ્લા ૫ વર્ષમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જામનગરને ૧૦૯૬ કરોડ રૂપિયા વિકાસ કર્યો માટે રાજ્ય સરકારે ફાળવ્યા છે તેની વિસ્તૃત વિગતો મુખ્યમંત્રીશ્રી એ આપી હતી. આ પ્રસંગે જામનગર મહાનગર પાલિકા, ઉપસ્થિત મહાનુભાવો તેમજ શહેરીજનોને મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા. 


આ પ્રસંગે કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધનમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, જામનગરમાં વિકાસના અવિરત કાર્યો થઈ રહ્યા છે. ગુજરાતનાં સર્વ પ્રથમ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની જામનગરમાં સ્થાપના થવાથી પ્રદૂષણ ઘટશે. તેમજ ઓવરબ્રિજ થકી એરફોર્સ તેમજ રિંગ રોડપર વિકસેલ સોસાયટીઓની અંદાજે ૧ લાખ જેટલી વસ્તીને જામનગર શહેર સાથે સીધી કનેક્ટિવિટી મળશે. જેને લીધે સમય તથા ઈંધણની પણ બચત થશે. 


આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયાએ સ્વાગત પ્રવચન તેમજ મેયર શ્રી બીનાબેન કોઠારી, ધારાસભ્ય શ્રી આર.સી.ફળદુ, ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ઉદ્બોધન કર્યું હતું અને ડેપ્યુટી કમિશનર શ્રી વસ્તાણી દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર શ્રી તપનભાઈ પરમાર, કમિશનર શ્રી વિજય ખરાડી, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, સાશક પક્ષના નેતા શ્રી કુસુમબેન પંડયા, વિરોધ પક્ષના નેતા શ્રી આનંદભાઈ રાઠોડ, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ કનખરા, મહામંત્રી શ્રી પ્રકાશભાઈ બાંભણીયા, શ્રી મેરામણભાઈ ભાટુ, પ્રદેશ પ્રભારી શ્રી અભયસિંહ ચૌહાણ, શ્રી હિરેનભાઈ પારેખ, શ્રી ચંદ્રેશભાઈ, વેસ્ટન રેલવેના ડેપ્યુટી ચીફ એન્જિનિયર તુષારભાઈ મિશ્રા, વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની કંપનીના અધિકારીશ્રીઓ, વિવિધ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. 


મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...