જામનગર જિલ્લા ના જોડિયા તાલુકા ના જીરાગઢ ગામે તા. 11જુલાઈ ના રોજ સમગ્ર રાજ્ય માં વંદે ગુજરાત વિકાસ યાત્રા ની ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત આજે સાતમા દિવસે યાત્રા નો રથ જીરાગઢ ગામે આવી પહોંચ્યો હતો શાળા ની વિધાર્થિનીઓ દ્વારા રથ નું તેમજ ઉપસ્થિત રહેલ મહાનુભાવો ભાવોનું કુમ કુમ તિલક થી સ્વાગત કરવામાં આવ્યું. સમગ્ર ગ્રામજનો અને શાળાપરીવારે સરકાર ની વિવિધ સિદ્ધિ ઓ અંગે ની ફિલ્મ નિહાળી કાર્યક્રમ ના અધ્યક્ષ શ્રીમતી ચંદ્રિકાબેન અઘેરાં કુ. માધુરીબેન પટેલ તા. વિ. અધિકારી જોડિયા , જેઠાલાલ અઘેરાં -ઘનશ્યામભાઈ રાઠોડ ઉપપ્રમુખ તાલૂકા પંચાયત જોડિયા cdpo. ઠોરીયા બેન,
Rfo. શ્રી સમાજ સુરક્ષા માંથી જાડેજા ભાઈ તેમજ નંદા ભાઈ, મેઘપર તાલુકા સીટ ના સભ્ય શ્રી દુધઈ ગામના સરપંચ જાદવજી જીરાગઢ ગામના સરપંચ શ્રી કાંતિભાઈ કાચા વિનુભાઈ ચૌહાણ ગઢીયા સાહેબ વિસ્તરણ અધિકારી શ્રી હાજર રહ્યા હતા.
કાર્યક્રમ માં એમ. એમ. વાય યોજના, વ્હાલી દિકરી યોજના, આયુષ્માન કાર્ડ યોજનાના લાભાર્થીઓ ને પ્રમાણપત્ર તેમજ કીટ આપવામાં આવી. આ કાર્યક્રમ માં જીરાગઢ આચાર્ય શ્રી રાજેશ ભાઈ ડાંગર દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યુ તેમજ જેઠાલાલ અઘેરા દ્વારા પ્રાસંગીક પ્રવચન કરાયુ, જીરાગઢ શાળા ની વિદ્યાર્થીનીઓ અને યુ. પી. વી કન્યા વિદ્યાલય ની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો
કાર્યક્રમનુ સંચાલન શ્રી બીટ નિરીક્ષક જોડીયા કિશોરભાઈ ગજેરા એ કર્યું.
સમગ્ર કાર્યક્રમ ને સફ્ળ બનાવવા શાળા શિક્ષક અલ્પેશ દલસાણીયા, રમેશ ભાઈ મકવાણા, પારુલ બેન કાલરીયા અને આચાર્ય શ્રી રાજેશ ભાઈ ડાંગરે ભારે જહેમત ઉઠાવી....
શરદ એમ.રાવલ.હડિયાણા..
No comments:
Post a Comment