Thursday, July 7, 2022

બાળકોને બાળવિજ્ઞાની બનાવતા ચાઇલ્ડ સાયન્ટીસ્ટ કોર્ષનો લોક વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ દ્વારા શુભારંભ... સમગ્ર ગુજરાતમાં એકમાત્ર લોક વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ પર ચાલે છે.

ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ – ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર – ધ્રોલ દ્વારા બાળકોમાં વિજ્ઞાનીઓ બનવાના બીજ રોપાય, બાળપણથી જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની ખીલવણી કરી શોધ – સંશોધન પ્રવૃતિઓમાં આગળ વધે, પોતાના ઘર અને આજુબાજુના વિસ્તારમાંથી જ હાથવગી વસ્તુઓનો ઉપયોગ કરી પોતાની પ્રયોગશાળાનું નિર્માણ કરે તેવા આશયથી “ચાઇલ્ડ સાયન્ટીસ્ટ કોર્ષ” શરૂ કરવામાં આવ્યો. જેમાં “પરિચય પ્રવૃત્તિ કાર્યશાળા” માં ૩૦૦ જેટલા બાળકો ઉત્સાહભેર સામેલ થયા. સમગ્ર કોર્ષ દરમિયાન થનાર વિજ્ઞાનની અવનવી પ્રાયોગિક પ્રવૃતિઓની ઝલક બતાવી નવા-નવા સર્જનશીલ વિચારોની શરૂઆત કરેલ. આ કોર્ષ સમગ્ર વર્ષ ચાલશે જેમાં ગુજરાત રાજ્યનાં કોઈપણ બાળક જે ધો. ૫ થી ૧૨માં અભ્યાસ કરતા હોય તે મહિનામાં બે રવિવાર વિજ્ઞાનકેન્દ્ર પર આવી વર્ષના ૩૦ જેટલા વર્કશોપમાં સામેલ થઇ શકે છે. 




જેમાં ડ્રોન એક્ટીવીટી, બેઝિક ઈલેક્ટ્રોનિક, હાઇડ્રોપોનીક્સ, ફન વિથ કેમેસ્ટ્રી, પાઠ્ય પુસ્તક આધારિત પ્રયોગો વગેરે જેવા વિષયો આધારિત પ્રવૃતિઓ કરાવવામાં આવશે. ચાઇલ્ડ સાયન્ટીસ્ટ કોર્ષમાં સામેલ થનાર તમામ બાળકો ૩૦ જેટલા વિજ્ઞાન-ગણિત ક્ષેત્રે આધારિત વર્કશોપમાં સઘન તાલીમ મેળવે છે અને વર્ષને અંતે તેઓ એક વિષય પર પોતાનું શોધ-સંશોધન કે વિજ્ઞાન પ્રવૃતિ પધારેલ નામાંકિત વિજ્ઞાની સમક્ષ રજૂ કરે છે. જેના ભાગ રૂપે તેઓને આમંત્રિત વિજ્ઞાનીના હસ્તે “વિજ્ઞાન રત્ન એવોર્ડ” અર્પણ થાય છે. કોર્ષનો પરિચય કાર્યક્રમ પૂર્ણ થયો હવે તારીખ ૨૪/૦૭/૨૦૨૨, રવિવાર સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ પ્રથમ પ્રવૃતિ શરૂ થઈ રહી છે. કોર્ષમાં સામેલ થવા પ્રતિમાસ પહેલા અને ત્રીજા રવિવારે સામેલ થવાનું રહે છે. તો રસ ધરાવનાર શાળા, શેરી-ગલ્લી-મહોલ્લાનાં બાળકો આ કોર્ષમાં સામેલ થવા વિજ્ઞાનકેન્દ્રનાં પ્રોગ્રામ ઓફિસર ડૉ.સંજય પંડ્યા (૯૯૭૯૨૪૧૧૦૦) પર સંપર્ક કરે તેવો સંસ્થાના ચેરમેનશ્રી ધર્મેશભાઈ મહેતા તેમજ સેક્રેટરીશ્રી સુધાબેન ખંઢેરિયાએ અનુરોધ કરેલ છે.

રિપોર્ટર. શરદ એમ.રાવલ.


No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...