Saturday, October 1, 2022

શ્રી હરીદાસ જીવણદાસ લાલ   (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગરના આંગણે દશેરાના શુભ દિને સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં ૧૦૮ દિકરીઓના મંગલ ફેરાનો અવસર


ઓશવાળ સેન્ટર ખાતે તડામાર તૈયારીઓને અપાતો આખરી ઓપ : ધર્માચાર્યો અને રાજનેતાઓ - સમાજના શ્રેષ્ઠીઓ ૧૦૮ નવયુગલોને પાઠવશે શુભકામના

જામનગર તા.૦૧ : જામનગર શહેરના આંગણે વિક્રમ સવંત ૨૦૭૮ ના વિજયા દશમી (દશેરા) નો પવિત્ર દિવસ એક અવિસ્મરણીય સામાજીક સેવાયજ્ઞ માટે સંભારણું બની રહેશે. શહેરના લબ્ધ પ્રતિષ્ઠિત લાલ પરિવારના પારિવારીક ટ્રસ્ટ શ્રી હરીદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આયોજીન કરાયેલા સમૂહ લગ્નોત્સ્વમાં ૧૦૮ નવયુગલો આ દિવસે પ્રભુતાના પગલા માંડશે.

જામનગર જીલ્લામાં કોઈ એક જ પારિવારીક સંસ્થા દ્વારા આયોજીત કરાયેલો આ પ્રકારનો સર્વપ્રથમ સમૂહ લગ્નોત્સવ છે. આ અંગે વિગતો આપવા લગ્ન સ્થળ પર યોજાયેલી પત્રકાર પરિષદમાં શ્રી એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અશોકભાઈ લાલ અને ટ્રસ્ટી શ્રી જીતુભાઈ લાલે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે, અમારા પૂ.માતુશ્રી મંજુલાબેન હરિદાસ (બાબુભાઈ) લાલના જન્મ દિવસના ઉપલક્ષ્યમાં અમારા ટ્રસ્ટ દ્વારા વિજયા દશમીના શુભ દિને તા.૦૫-૧૨-૨૦૨૨ ના રોજ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં ૧૦૮ નવયુગલો લગ્નગ્રંથીથી જોડાશે.


તદઉપરાંત આગામી વર્ષથી અમારા પુ.માતુશ્રી મંજુલાબેનની જેટલી ઉંમર થશે તેટલા સમૂહ લગ્નો પ્રતિ વર્ષ કરવામાં આવશે તેવી પણ આ તકે જાણકારી આપવામાં આવી હતી.

શહેરના ઓશવાળ સેન્ટરની વિશાળ જગ્યા પર દશેરાના દિવસે આાગામી બુધવાર તા.૫ ઓકટોબરના રોજ યોજાયેલા આ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં જોડાયેલી તમામ ૧૦૮ દિકરીઓને કરીયાવરમાં મંગળસૂત્ર સહિતના આભુષણો, પાનેતર સહિત કપડાની જોડીઓ, ઘર ઉપયોગી ચીજ વસ્તુઓ વિગેરે મળી કુલ ૫૫ વસ્તુઓ આપવામાં આવી રહી છે. તેમજ દરેક વરરાજાને સફારી શુટનું કાપડ, કન્યાના સસરાને શાલ તેમજ સાસુને સાડી અને લુળગોરીને લેડીઝ પર્સ ખુશી ભેટરૂપે પણ આપવામાં આવશે.

આપણા સમાજમાં સામાજીક કુરિવાજોને તિલ જલી અર્પવાના પ્રયાસરૂપે ધોજાતા આવા સમૂહ લગ્નના કાર્યક્રમો સામાજીક સમરસતા માટે પણ અનોખો પ્રયાસ બની રહી છે. લાલ પરિવારના ટ્રસ્ટ દ્વારા દશેરાના દિવસે × ૧૦૮ યુગલી લગ્નના પવિત્ર બંધનથી બંધાવા જઈ રહ્યા છે તેમાં જામનગર શહેરના ૭૪, જામનગર તાલુકાના ૧૦, જામનગર જીલ્લાના અન્ય તાલુકાઓના ૧૨ તેમજ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૧૨ યુગલોનો સમાવેશ થાય છે.

દેશમા મા,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ "બેટી બચાવો, બેટી પઢાની " ના આપેલા સૂત્રના પગલે ચાલી રહેલા અભિયાનને વધુ વેગ મળે તે માટે પણ આયોજકોએ એક સુંદર પ્રયાસ આ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવના માધ્યમથી કર્યો છે. આ સમૂહ લગ્નમાં જોડાયેલા ૧૦૮ નવયુગલો પૈકી જેટલા યુગલોને પ્રથમ સંતાન સ્વરૂપે દિકરી અવતરશે એ યુગલને રૂા.પાંચ હજારની સહાય પણ લાલ પરિવારના ટ્રસ્ટ દ્વારા આપવાની જાહેરાત કરવામાં આવી છે.

વિજયા દશમીના રોજ લગ્નના દિવસે સવારે ૮ વાગ્યે જાનનું સામૈયું, વરરાજાના વિશેષ વરઘોડા સાથે થશે. આ વરઘોડો ઓશવાળ સેન્ટરથી ખોડીયાર કોલોની મેઈન રોડ પર બેન્ડવાજા સાથે નીકળશે અને દિગ્દામ સર્કલ પાસેથી પરત ઓશવાળ સેન્ટર ખાતે ઉભા કરાયેલા "માતૃશ્રી મંજુલાબેન લાલ લગ્નોત્સવ ધામ " ખાતે પહોંચશે. આ વરધોડા દરમ્યાન ભવ્ય આતશબાજી પણ થશે.

લગ્નોત્સવમાં જોડાયેલી દીકરીઓ પકી જેમને પણ નવવધુના શણગાર સજવા માટે બ્યુટીશીયનની જરૂરિયાત તેમજ જે વરપક્ષને જાનના ઉતારા માટે જગ્યાની જરૂરીયાત હતી તે વ્યવસ્થા પણ આયોજકોએ પુરી પાડી છે. આ રીતે બન્ને પક્ષની જરૂરીયાતો ચીવટ સાથે પુરી કરવા પ્રયાસ કરવામાં આવ્યા છે. આ લગ્ન સમારંભમાં વરપક્ષ અને કન્યા પક્ષના ૩૫-૩૫ વ્યકિતઓ સહિત એક લગ્નના ૭૦ વ્યકિતઓના ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

હાલાર સર્વજ્ઞાતિય ૧૦૮ સમૂહ લગ્નોત્સવમાં મંગલ પરિણથી જોડાનારો નવયુગલોને આર્શિવાદ આપવા માટે ધર્માચાર્યો, રાજયના મંત્રીઓ, રાજકિય નેતાઓ તેમજ સ્થાનિક રાજકિય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, સામાજીક આગેવાનો અને શહેરના શ્રેષ્ઠીઓ,પ્રિન્ટ મીડીયા, ઈલેકટ્રોનીક મીડીયાના અગ્રણીઓ વિગેરે લગ્નવિધિ સંપન્ન થયે યોજાયેલા આર્શિવાદ સમારોહમાં ઉપસ્થિત રહેશે,

આ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં જોડાયેલા નવયુગલોને સરકારશ્રીની યોજનાઓનો લાભ મળી રહે તે માટેની વ્યવસ્થા તેમજ દરેકના લગ્નની નિયમોનુસારની નોંધણી કરાવવા માટેની વ્યવસ્થા પણ લાલ પરિવારના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.

આ લગ્નોત્સવની તમામ વ્યવસ્થા જાળવવા માટે લગભગ ૧૫૦ જેટલા શુભેચ્છક મિત્રો, કાર્યકરો અને સ્વયંસેવકોની વિશાળ ટીમ જુદી-જુદી સમિતિઓના માધ્યમથી અલગ અલગ વ્યવસ્થા માટે કામે લાગી ગઈ છે અને તમામના સહકારથી આ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ ઉત્સાહ - ઉમંગ સાથે સફળ રીતે ઉજવાશે તેવો વિશ્વાસ આયોજકોએ વ્યક્ત કર્યો હતો.

આ પત્રકાર પરિષદમાં એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અશોકભાઈ લાલ તેમજ ટ્રસ્ટીઓ જીતુભાઈ લાલ, મીતભાઈ લાલ, ક્રિષ્નરાજ લાલ, વિરાજ લાલ પણ ઉપસ્થિત રહયા હતા.

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...