શ્રી હડીયાણા કન્યાશાળામાં નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો
જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની શ્રી હડીયાણા કન્યા શાળામાં આજરોજ શાળામાં નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓમાં ઉત્સવો અંગેની સમજ કેળવવા તથા બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાના ઉમદા હેતુથી તથા આદ્યશક્તિની ઉપાસના કરવાના ઉપરાંત નારીશક્તિને વંદન કરવા માટે આજરોજ શાળામાં નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં આજ રોજ શાળામાં વેલ ડ્રેસ સ્પર્ધા તથા વેલ પ્લેયર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીની બહેનો માટે અલગ અલગ સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં શાળાની આશરે ૨૦૦ જેટલી વિદ્યાર્થિની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૌ પ્રથમ શાળાના તમામ વિદ્યાર્થીની બહેનો તથા શિક્ષકો દ્વારા માતાજીની આરતી કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. આજના કાર્યક્રમમાં હડિયાણા ગ્રામ પંચાયતના વહીવટદાર શ્રી ગઢિયા સાહેબ તથા હડીયાણાના CRC કનુભાઈ જાટીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત હડીયાણા કન્યા શાળાના આચાર્યશ્રી અરવિંદ એન મકવાણા દ્વારા વિજેતા બાળકોને ઈનામ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. શાળાના તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીની બહેનોએ આ કાર્યક્રમમાં ઉત્સાહસહભર ભાગ લીધો હતો.
રિપોર્ટર::શરદ એમ.રાવલ.
No comments:
Post a Comment