ભારતીય તટરક્ષક દળ (ICG) દ્વારા ગુજરાતમાં કેવડિયા ખાતે શુક્રવાર, 18 નવેમ્બર 2022ના રોજ વાર્ષિક મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યુ (MSAR) બેઠકની શ્રેણીના ભાગરૂપે 20મી રાષ્ટ્રીય મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યુ (NMSAR} બોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વોચ્ચ સ્તરની આ બેઠક ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક અને રાષ્ટ્રીય મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યુ બોર્ડના ચેરમેન ડાયરેક્ટર જનરલ વી.એસ. પઠાનિયા,PTM, TMની અધ્યક્ષતામાં યોજાઇ હતી. NMSAR બોર્ડમાં વિવિધ કેન્દ્રીયમંત્રાલયો/એજન્સીઓ, સશસ્ત્ર દળોના સભ્યો, દરિયાકાંઠો ધરાવતા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ 31 સભ્યો સામેલ હોય છે અને તેઓ 4.6 મિલિયન ચોરસ કિલોમીટરના વિશાળ ભારતીય સર્ચ અને રેસ્ક્યુ પ્રદેશ (ISRR)માં દરિયાખેડુઓ અને માછીમારો માટે રાષ્ટ્રીય મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યુ પ્લાન તેમજ સેવાઓ પૂરી પાડવા માટે દર વર્ષે ભેગા મળીને નીતિગત મુદ્દાઓની ચર્ચા કરે છે, માર્ગદર્શિકાઓ અને પ્રક્રિયાઓ ઘડે છે અને તેની કાર્યદક્ષતાનું આકલન કરે છે.
અધ્યક્ષે પોતાના પ્રારંભિક સંબોધનમાં, ભારતીય તટરક્ષદ દળ દ્વારા બોર્ડના નેજા હેઠળ M-SAR સેવાઓના મજબૂતીકરણ માટે અન્ય હિતધારકો/સંસાધન એજન્સીઓ સાથે સંકલન દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ પહેલો પર પ્રકાશ પાડ્યો હતો. આ બેઠક દરમિયાન ડાયરેક્ટર જનરલ વી.એસ. પઠાનિયા,PTM, TM, રાષ્ટ્રીય મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યુ બોર્ડના ચેરમેને રાષ્ટ્રીય મેરિટાઇમ સર્ચ અને રેક્યૂપ્લાન-2022બહાર પાડ્યો હતો. SARપ્લાન M-SARપ્રણાલીની કામગીરી પ્રત્યે એકીકૃત અને સંકલિત અભિગમને નિર્દેશિત કરવા માટે તમામ સહભાગી એજન્સીઓ અને હિતધારકો માટે નીતિ દસ્તાવેજ તરીકે કામ કરે છેઅનેતેનો ઉદ્દેશ ભારતમાં SAR સેવાઓની ક્ષમતા અને કાર્યદક્ષતાનિર્માણ તરફી છે.
ભારતીય રાષ્ટ્રીય સમુદ્રી માહિતી સેવાઓ કેન્દ્ર (INCOIS) અને ભારતીય હવાઇમથક સત્તામંડળ (AAI) દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવેલા સર્ચ એન્ડ રેસ્ક્યુ સહાય ટૂલ-ઈન્ટિગ્રેટેડ (SARAT-I) સંસ્કરણ 1.0નું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ સૉફ્ટવેરને દરિયામાં એરોનોટિકલ આકસ્મિકતા દરમિયાન લાઇન ડેટમ પ્રોબેબિલિટી અલ્ગોરિધમને પ્રાપ્ત કરતી વખતે મોટાભાગના સંભવિત વિસ્તારના નિરૂપણને એકીકૃત કરવા માટેડિઝાઇન કરવામાં આવ્યું છે. આ સૉફ્ટવેરનો ઉદ્દેશ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)/ દરિયાકાંઠા આધારિત RADAR (સૉફ્ટવેરનું લોન્ચિંગ અંતિમ મૂલ્યાંકનને આધીન છે) સાથે સંપર્ક ગુમાવ્યા બાદ ગુમ થયેલા વિમાનની શોધ કરવામાં મદદકરવાનો છે અને સમુદ્રમાં કેવી રીતે વિખુટું પડ્યું તે અંગેની પ્રક્રિયામાં મદદકરવાનો છે.
આ બેઠકમાં દરિયાઇ સુરક્ષાને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા અને નીતિ માળખા તેમજ જાગૃતિ કાર્યક્રમો દ્વારા SAR સેવાઓના સુધારણાના ક્ષેત્રોને ઓળખવા ઉપરાંત, ICG, ISRO, મહારાષ્ટ્ર રાજ્ય મત્સ્ય ઉદ્યોગ અને કર્ણાટક રાજ્યમત્સ્યઉદ્યોગના વિષય નિષ્ણાતો દ્વારા ટેકનિકલ પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ચિંતન સત્રો અને હિતધારકો તરફથી એજન્ડા મુદ્દાઓ પર ચર્ચાસત્રો યોજવામાં આવ્યા હતા.
NMSAR બોર્ડ વેપારી દરિયાખેડુઓ, સરકારની માલિકીના જહાજો સમુદ્રકાઠાના એકમ અને માછીમારો દર
સમુદ્રમાં પીડિત સંસ્થાને વિવિધ ક્ષમતાઓ પર સહાયતા પ્રદાન કરવાના શૌર્યપૂર્ણ કામના SAR પ્રયાસોને બિરદાવે
પુરસ્કાર સમારંભ દરમિયાન, અધ્યક્ષ દ્વારા વર્ષ 2021-22 માટે ચાર શ્રેણી હેઠળ SAR પુરસ્કારો એનાયત કરવામાં આવ હતા જેમાં વેપારી જહાજમાટેSARપુરસ્કાર
માછીમારોમાટેSARપુરસ્કાર,સરકારીમાલિકીના એકમમાટેSARપુરસ્ક
અને સમુદ્રકાઠાના એકમ માટે SAR પુરસ્કારનો સમાવેશ થાય છે. વેપારી જહાજ માટેનો SAR પુરસ્કાર ભારતીય ફ્લે
કરેલા જહાજ MV સેન્ટિઆગો અને પનામાના ફ્લેગ કરેલા જહાજMV એલાયન્સને સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ
હતો. માછીમારોમાટેનો SARપુરસ્કાર પશ્ચિમ બંગાળની નોંધાયેલીમાછીમારી બોટ ક્રિષ્ના નારાયણના માસ્ટરશ્રીરામદાસ
એનાયત કરવામાં આવ્યો હતો. ઉપરાંત, સરકારી માલિકીના એકમ માટેનો SAR પુરસ્કાર ICG જહાજ અનમોલ અ
કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ વહીવટીતંત્રના MFV બ્લુફિનને સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ્યો હતો, જ્યારે સમુદ્રકાંઠ
એકમ માટેનો SAR પુરસ્કાર ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB)ને તેમના પેટા યુનિટ VTS ખંભાત વતી તાત્કાલિક બચા
સંકલન પ્રયાસોહાથ ધરવા બદલ આપવામાં આવ્યો હતો.
અધ્યક્ષે સમાપન દરમિયાન કરેલી ટિપ્પણીમાં, જવાબદારીના ક્ષેત્ર (AoR)માં દરિયાખેડુઓને સલામત સમ માહોલ પૂરો પાડવાના સહિયારા ઉદ્દેશ્ય તરફ દરેક હિતધારકો દ્વારા હાથ ધરવામાં આવતા સહયોગપૂર્ણ પ્રયાસોની પ્રશં કરી.
No comments:
Post a Comment