Friday, November 25, 2022

મત ગણતરી મથકથી 200 મીટરની ત્રિજ્યામાં ચારથી વધુ વ્યક્તિઓએ એકઠા થવા પર પ્રતિબંધ

વિધાનસભા ચૂંટણી અન્વયે જામનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગોની મતગણતરી તા.8-12-2022ના રોજ ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત બી. બી. એ./એમ. બી. એ. હરિયા કોલેજ, ઇન્દિરાનગર, ઉધ્યોગનગરની પાસે જામનગરના બિલ્ડિંગમાં યોજાનાર છે. મતગણતરીના દિવસે મથકની આજુબાજુ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તથા મતગણતરની કામગીરી શાંતિપૂર્વક ચાલી શકે તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ભાવેશ એન ખેર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાં મુજબ ચારથી વધુ વ્યક્તિઓને મત ગણતરી મથકની 200 મિટરની ત્રિજ્યામાં એકઠા થવા ઉપર તા.8-12-2022ના સવારના 5:00 વાગ્યાથી 24:00 કલાક સુધી ચાર રસ્તા કરતાં વધારે વ્યક્તિઓની મંડળી ભરવા કે બોલાવવા તેમજ સરઘસ કાઢવા અને એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. 

આ જાહેરનામું સરકારી નોકરીમાં અથવા તેમની ફરજની રૂએ રોજગારીમાં હોય તેવી વ્યક્તિઓને, ફરજ ઉપર હોય તેવા બિનપોલીસ દળો જેવાકે ગૃહ રક્ષક દળના સભ્યોને, લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રા ને, પોલીસ અધિક્ષકશ્રી અથવા તેમણે અધિકૃત કરેલ અધિકારીશ્રીએ અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, સબંધિત વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રી તથા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીએ અધિકૃત કરેલ અને મંજૂરી આપેલ વ્યક્તિઓને લાગુ પડશે નહિ. તેમ જણાવવામાં આવ્યું છે. 


No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...