Friday, November 18, 2022

જામનગરમાં કલેકટરશ્રી ડૉ. સૌરભ પારધીની અધ્યક્ષતા હેઠળ એડોપ્શન મહિનાની ઉજવણી કરાઇ

શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંચાલિત ‘વિશેષ દત્તક સંસ્થા’ના બાળકને બાળદિન નિમિતે “પ્રી એડોપ્શન ફોસ્ટર કેર” હેઠળ સંભવિત માતા પિતાને સોંપવામાં જામનગર


ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ, જામનગરના હસ્તકની શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંચાલિત ‘વિશેષ દત્તક સંસ્થા’ કાર્યરત છે. અંહી ૦ થી ૦૬ વર્ષના મળી આવેલ અને ત્યજાયેલા બાળકને જિલ્લા બાળ કલ્યાણ સમિતિ દ્વારા વિશેષ દત્તક સંસ્થામાં આશ્રિત કરવા માટેનો આદેશ કરવામાં આવે છે. બાળકના એડોપ્શન બાબતે C.A.R.A. (Central Adoption Resource Authority) નવી દિલ્હી તથા S.A.R.A.(State Adoption Resource Agency), ગુજરાતની સુચવેલી પ્રક્રિયા હેઠળ આવા બાળકોનું એડોપ્શન કરવામાં આવતું હોય છે. જે અન્વયે બાળક દત્તક લેવા ઈચ્છુક માતા-પિતાને C.A.R.A. ની વેબસાઈટ હેઠળ સરકારશ્રીના ધારાધોરણો મુજબ નોંધણી કરવાની થતી હોય તેમજ ધારાધોરણોમાં સમાવિષ્ટ થતા દત્તક માતા-પિતાને ‘વિશેષ દત્તક સંસ્થા’ ના અંતેવાસી બાળકોને કાયદાકીય પ્રણાલી મુજબ દત્તક આપવાની પ્રક્રિયા થતી હોય છે. 

આવા સંભવિત દત્તક માતા-પિતાના દસ્તાવેજો તેમજ અન્ય ચકાસણી પ્રક્રિયા જિલ્લા એડોપ્શન કમિટી દ્વારા કરવામાં આવે છે. સંતોષજનક ચકાસણી બાદ સંભવિત દત્તક બાળકને “પ્રી એડોપ્શન ફોસ્ટર કેર” હેઠળ ટૂંકા ગાળા માટે સંભવિત માતા-પિતાને સોંપવામાં આવતા હોય છે. જે અન્વયે ટૂંકા સમયગાળા દરમિયાન આ સંભવિત દત્તક બાળક તેમજ સંભવિત દત્તક માતા-પિતા જો યોગ્ય રીતે કાળજીપૂર્વક સંભાળ રાખી શકતા હોય તેમજ બાળકને ભાવનાત્મક તેમજ કૌટુંબિક હુંફ પ્રાપ્ત થયાનું ફલિત થયા બાદ આગળની કાયદાકીય પ્રક્રિયા બાદ બાળક કાયમી ધોરણે દત્તક આપવામાં આવે છે.

દર વર્ષે નવેમ્બર માસને “દત્તક માસ” તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગ રૂપે તા: ૧૪-૧૧-૨૦૨૨ના રોજ “બાળ દિન” નિમિત્તે આવા જ એક બાળકને સંભવિત માતા પિતાને “પ્રી એડોપ્શન ફોસ્ટર કેર” હેઠળ માન. કલેકટરશ્રી ડૉ. સૌરભ જે. પારધી સાહેબના વરદ હસ્તે બાળકને સોંપવામાં આવેલ. 

આ કાર્યક્રમમાં જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી હર્ષિદાબેન પંડ્યા, બાળ કલ્યાણ સમિતિના અન્ય સભ્યશ્રીઓ, શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખશ્રી કરશનભાઇ ડાંગર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એમ. આર. પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર. જે. શિયાર તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા બાળ સુરક્ષા એકમના અન્ય કર્મચારીઓ તેમજ વિશેષ દત્તક સંસ્થાના કર્મચારીઓ હાજર રહ્યા હતા.





No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...