Sunday, November 6, 2022

૭૭ જામનગર (ગ્રામ્ય) વિધાનસભા બેઠકના નામાંકન પત્રો તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી સવારે ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ કલાક સુધી ભરી શકાશે



ચૂંટણી અધિકારીશ્રી ૭૭ જામનગર(ગ્રામ્ય) વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારીશ્રી જામનગર (ગ્રામ્ય) દ્વારા આ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટિસ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ ચૂંટણી અધિકારીશ્રી ૭૭-જામનગર (ગ્રામ્ય) વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારીની કચેરી, મહેસુલ સેવા સદન, શરૂ સેક્શન રોડ, બીજા માળે, જામનગર તથા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર જામનગર (ગ્રામ્ય) સમક્ષ મોડામાં મોડું તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધીમાં નામાંકન પત્રો મોકલવાના રહેશે.નામાંકન માટેના ફોર્મ ઉપરોક્ત સ્થળે અને સમયે મળી રહેશે.જે માટે નિયમોનુસાર નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨ના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી(ગ્રામ્ય) ખાતે હાથ ધરવામાં આવશે તેમજ તા.૧૭/૧૧/૨૦૨૨ના બપોરના ૩:૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટિસ ઉપરોક્ત કોઈપણ અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે. મતદાન કરવાનું થશે તો તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ સવારે ૮:૦૦થી સાંજના ૦૫.૦૦ વાગ્યા વચ્ચે થશે તેવું ચૂંટણી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.


No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...