જાહેર નાણાંનો હિસ્સો ધરાવતી તમામ સંસ્થાઓએ આદર્શ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે
આચાર સંહિતાની સૂચનાઓનો ભંગ કરનાર વિરૂદ્ધ ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી હાથ ધરાશે
જામનગર તા.06, ભારત ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા વિધાનસભાની સામાન્ય ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ તા.૦૩/૧૧/૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલ છે. આથી તા.૦૩/૧૧/૨૦૨૨ના રોજથી ભારતના ચૂંટણી પંચે બહાર પાડેલ રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે આદર્શ આચાર સંહિતા, અધિકારી/કર્મચારીઓની બદલી પર પ્રતિબંધ સહિતની મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટેની તમામ સૂચનાઓ અમલમાં આવેલ છે.
આ સૂચનાઓનો અમલ રાજ્ય સરકાર, રાજકીય પક્ષો, ઉમેદવારો, સચિવાલયના તમામ વિભાગો, ખાતાઓ, કચેરીઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, બોર્ડ/નિગમો, સહકારી મંડળીઓ વગેરે કે જેમાં જાહેર નાણાંનો જરા પણ હિસ્સો હોય તેવી તમામ સંસ્થાઓએ ચુસ્તપણે કરવાનો રહેશે. આ સૂચનાઓનો ભંગ કરનાર સામે ભારતનું ચૂંટણી પંચ, નવી દિલ્હી, મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી / ચૂંટણી અધિકારીશ્રી કાર્યવાહી હાથ ધરાશે. આથી આચાર સંહિતા તેમજ મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા સંબંધી ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની સૂચનાઓનો આ ચૂંટણીમાં ચુસ્તપણે અમલ કરવા સર્વેને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.
No comments:
Post a Comment