Monday, November 7, 2022

અધિક કલેક્ટર શ્રી બી.એન.ખેર તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કલ્પના ગઢવીએ MCMC સેન્ટરની મુલાકાત લીધી

જિલ્લા માહિતી કચેરી પાસે કાર્યરત MCMC સેન્ટર ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે પેઈડ ન્યૂઝ પર રાખે છે ચાંપતી નજર

જામનગર, તા.૦7, ગુજરાતના આંગણે લોકશાહીનું મહાપર્વ આવ્યું છે ત્યારે પેઈડ ન્યૂઝ અને જાહેરખબરો પર દેખરેખ રાખવા માટે જિલ્લા માહિતી કચેરી, જિલ્લા સેવા સદન-2 જામનગર ખાતે મીડિયા સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. જેની અધિક નિવાસી કલેક્ટરશ્રી બી.એન.ખેર તથા જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીશ્રી કલ્પના ગઢવીએ મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી એટલે કે MCMC સેન્ટરની મુલાકાત લીધી હતી.  

આ મુલાકાતમાં અધિકારીશ્રીઓએ ઈલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, ટી.વી.ચેનલ, કેબલ નેટવર્ક, ઓડિયો વિઝ્યુઅલ, ડિસ્પ્લે પર પ્રસિદ્ધ થતી રાજકીય જાહેરખબરોનું પૂર્વ-પ્રમાણીકરણ, અને મોનીટરીંગ વગેરે બાબતો વિશે માર્ગદર્શન પુરું પાડી જરૂરી સૂચનો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં રાજકીય પક્ષો કે દરેક ઉમેદવારો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી રાજકીય જાહેરખબરોના આગોતરા પ્રમાણિકરણ અને મીડિયા પ્રમાણીકરણ અને દેખરેખ સમિતીની રચના કરવામાં આવે છે.



ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે ઉપરોક્ત કમિટી કામગીરીની તૈયારીઓ વિશે અધિક કલેક્ટરશ્રી તથા નાયબ ચૂંટણી અધિકારીશ્રીએ બારીકાઈથી વિગતો મેળવી હતી. આ મુલાકાતમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીને મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી(MCMC) દ્વારા થયેલ કાર્યો અને કરવામાં આવતી કામગીરી વિશે ઈન્ચાર્જ નાયબ માહિતી નિયામક શ્રી એચ.પી.ગોઝારીયા વગેરેએ માહિતગાર કર્યા હતા.


No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...