એરપોર્ટ ખાતે વિવિધ રાસ મંડળીઓએ ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી રાષ્ટ્રપતિશ્રીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું
સુરીનામના રાષ્ટ્રપતિ શ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખી ગુજરાતના એક દિવસીય પ્રવાસે પધાર્યા છે.જેમનું આજ રોજ જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મણિયારો, ટીપ્પણી, તાળી રાસ, તેમજ પ્રાચીન ગરબા સહિતની સૌરાષ્ટ્રની ભાતીગળ લોક કલા દર્શાવતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી રાષ્ટ્રપતિશ્રીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ તકે પોલીસ જવાનોએ પણ પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે રાષ્ટ્રપતિશ્રીને ગાર્ડ ઓફ ઓનર આપી તેઓનું અભિવાદન ઝીલ્યું હતું.
આ પ્રસંગે જામનગર એરપોર્ટ ખાતે રાષ્ટ્રપતિશ્રીને રાજ્યના સહકાર વિભાગના રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, જામનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, રાજ્યના અધિક મુખ્ય સચિવ શ્રી એ.કે.રાકેશ, લેબર કમિશનર તથા જિલ્લાના પ્રભારી સચિવ શ્રી અનુપમ આનંદ, જિલ્લા કલેક્ટર શ્રી ડો.સૌરભ પારધી, પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ વગેરેએ આવકારી તેઓનું સ્વાગત અભિવાદન કર્યું હતું.
No comments:
Post a Comment