Saturday, January 7, 2023

શ્રધ્ધા અને વિશ્વાસ હોય તો શ્રી દ્રારકાધીશ દુનિયાનાં કોઈ પણ ખુણે મદદ કરે છે.

કેનેડામાં શ્રીદ્રારકાધીશે પરચો પુયોઁ અને સાત વષૅની દિકરી સહિત પરિવાર 52 કિ.મી. ચાલીને દ્રારકા માનતા પુરી કરવા આવ્યા.

કેનેડામાં બેમાળ પરથી પટકાયેલી નાની દિકરીને મગજનાં બે ઓપરેશન થયા બાદ દિકરી જેવી હતી તેવી સ્વસ્થ થઈ જતાં પરિવાર દ્રારકા માનતા પુરી કરવા આવ્યા..


મુળ સુરતનાં અને હાલ કેનેડામાં સ્થાયી થયેલા કેવિનભાઈની 7 વષૅની દિકરીને લઈને 52 કિ.મી. પગપાળા ચાલીને જયારે દ્રારકા આવ્યા ત્યારે દિકરી જેસલીન અને તેના પરિવારની આંખોમાં દ્રાલકાધીશ ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા છલોછલ દેખાઈ રહી હતી.ખુબીની વાત એ હતી કે કેવિનભાઈ અને તેમના પત્નિ 52 કિ.મી. ચાલ્યા ત્યારે તેની દિકરી જેસલીન પણ રમતી કુદતી વગર રોકાણે 52 કિ.મી. પગપાળા ચાલી હતી.


આ આખી ઘટના વિષે કેવિનભાઈએ જણાવેલ કે મૂળ સુરતના અને હાલ કેનેડા માં રહીએ છીએ. આજથી દોઢ વર્ષ પહેલા દીકરી જેસલિન બીજા માળેથી નીચે પટકાઈ જતા ગંભીરી ઈજાઓ પહોંચી હતી જેથી કરીને નવ નવ કલાકના બે ઓપરેશન કરવા પડ્યા હતા. મગજના ઓપરેશન હોવાથી આખો પરિવાર દીકરીની ચિંતામાં ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો ત્યારે  અમને દ્વારકાધીશ યાદ આવ્યા હતા. સાડા ચાર વર્ષ પહેલાં અમે દ્વારકાધીશને 52 ગજની ધજા ચડાવેલી હતી એટલે મેં માનતા કરી કે દીકરી સાજી થઈ જાય તો હું 52 કિલોમીટર પગપાળા ચાલીને દ્વારકાધીશના દર્શન કરવા જાઊં !


થોડા જ દિવસોમાં દીકરી જેસલીન પહેલા હતી તેવી જ તંદુરસ્ત થઈ જતા આજે અમો 52 કિલોમીટર પગપાળા ચાલીને દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા છીએ  ખૂબીની વાત એ છે કે 52 કિ મી. માં દીકરી જેસલીન  પણ પગપાળા ચાલીને આવી છે. અમે જ્યારે થાક ખાતા ત્યારે જેસલીન બેસતી ન હતી.  

દ્વારકાધીશ પ્રત્યે અમે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ અને દ્વારકાધીશ નો પરચો અને એની મહિમા અપરંપાર છે તેવું કેવિન ભાઈ જણાવેલ હતું.

રિપોર્ટ.અનિલલાલ

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...