Tuesday, June 20, 2023

જામનગરમાં કેટલાક વિસ્તાર માં બે દિવસ પાણી વિતરણ બંધ  


જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ  શાખાની યાદી જણાવે છે તા.૧૯/૦૬/૨૦૨૩ના રોજ બપોર બાદથી નર્મદા યોજના (એન.સી.૦૮)માં ફોલ્ટ ઉભો થવાને કારણે જામનગર મહાનગરપાલિકાને મળતો પાણીનો જથ્થો બંધ થવાને કારણે શહેરના જુદાજુદા ઈ.એસ.આર.થી પાણી વિતરણ થઈ શકે તેમ ન હોય જેથી નીચે મુજબના ઝોનના પાણી વિતરણ થઈ શકશે નહિ. તા.૨૦/૦૬/૨૦૨૩ના રોજ  ગુલાબનગર ઝોન –બી હેઠળ આવતા વિસ્તારો રોયલ પાર્ક , રાજપાર્ક, એલગ્ર સોસાયટી શિવ શક્તિ, શિવ રેસીડેન્સી, ક્રિષ્ના રેસીડેન્સી,, હીરા મોતી પાર્ક, વિક્ટોરિયાપુલની આજુબાજુનો વિસ્તાર, રવિપાર્ક,રંગમતી પાર્ક, રાધાકૃષ્ણપાર્ક,આદિત્યપાર્ક, લાલવાડી વિસ્તાર,માણેકનગર,શાંતિવન, સોસાયટી, ઉમિયાનગર, હાપા વિસ્તાર,ક્રિષ્નાપાર્ક,શિવશક્તિ સોસાયટી વિગેરે વિસ્તારો તથા  તા.૨૧/૦૬/૨૦૨૩ના રોજ ગુલાબનગર ઝોન –એ  હેઠળ આવતા વિસ્તારો ગુલાબનગર મેઈન ઢળિયો, હુશેની ચોક, સંજરી ચોક, શ્યામ ટાઉનશીપ,સત્યસાઈ નગર, સીતારામ પાર્ક પ્રભાતનગર,મોહન નગર,રામવાડી, સરદારનગર,શ્રીનાથ પાર્ક, સિન્ડીકેટ સોસાયટી,વ્રજ વિહાર, રાજમોતી, વૃંદાવનધામ સોસાયટી, ટાઉનશીપ, બાપુ પીપરીયાવાડી,વાધરી વાસ, મહાલક્ષ્મીપાર્ક, હરિદ્વારપાર્ક,દયાનંદ સોસાયટીગુરુવારી શેરી, તમામ ગુલાબનગરના વિસ્તારો રંગમતી પાર્ક,પ્રગતી પાર્ક,વિગેરે વિસ્તા, તા.૨૦/૦૬/૨૦૨૩ના રોજ નવાગામ ધેડ  ઝોન –બી હેઠળ આવતા વિસ્તારો  ગાયત્રી ૦૧,૦૨,૦૩,નંદન પાર્ક, બાપુનગર,રાઠોડ ફણી,પરમાર ફણી,80 ક્વાટર , ગોપાલ ચોક,ભરવાડ પાડો,મઘુરમ રેસિડેન્સી વગેરે વિસ્તારો તા.૨૧/૦૬/૨૦૨૩ના રોજ નવાગામ ધેડ ઝોન –એ હેઠળ આવતા વિસ્તારો ખડખડ, જાસોલિયા,ગાયત્રી ચોક,સિધેશ્વર,વિવેકાનંદ,દલિત વાસ,માડમ ફરી,ઈન્દિરા,મધુવન,કબીર નગર,આનંદ સોસા.,મિલન સોસાયટી ,લક્ષ્મી સોસાયટી, એપાર્ટમેન્ટ, વિનાયક પાર્ક,જશવત સો.,નાધેર વાસ,સરસ્વતી સોસાયટી.,માસ્તર સોસાયટી,વિમલ પાર્ક,કેશુભાઈની વાડી વગેરે તેમજ તા.૨૧/૦૬/૨૦૨૩ના રોજ પવન ચક્કી ઝોન-એ હર્ષદ મિલની ચાલી, ચૂનાનો ભઠો, નીલકંઠનગર, બાઈની વાડી, ક્રિષ્નાપાર્ક, રાવળવાસ, નાનકપૂરી, ગોદળીયાવાસ, વસંત વાટિકા, મહાવીરનગર, પટેલનગર, જળેશ્વરપાર્ક વિગરે વિસ્તારોમાં તા.૨૧/૦૬/૨૦૨૩ન રોજ જામનું દેરું અને પાબારી ઝોનહેઠળ આવતા  વિસ્તારમાં હાજીપીરની શેરી, નદીપા, હનુમાન મંદિર વારી શેરી, અંબાજીનો ચોક, પઠાણ ફળી, આવારા ચકલો, મચ્છી પીઠ, ફકીરવાડો,આશાપુરા મંદિર, પટનીવાડ, કુંભારવાડો,પકલીવાડ, ખાટકી વાડ,ભોયનો ઢળિયો, વાધેરવાડો, સુરીની ફળી, દેવલશા ફળી, કેડુફળી,ચંપા કુંજ, સવાભાઇની શેરો, વિગેરે વિસ્તારોમાં , બેડી ઝોન હેઠળ આવતા વિસ્તારો તા.૨૦/૦૬/૨૦૨૩ના રોજ જોડિયા ભૂંગા,  વૈશાલીનગર-1 થી 8, હાઉસિંગ બોર્ડ,સલીમબાપુના મદ્રેસા,બોનમિલ વિગેરે તા.૨૧/૦૬/૨૦૨૩ના  રોજ થરી ૦૧ અને ૦૨, ઇકબાલ ચોક, જામા મસ્જીદ, એકડે એક, જુનું પાણાખાણ, દિવેલીયા ચાલી વિગેરે પાણી વિતરણ બંધ રહેશે. ઉપરોક્ત વિગતે  પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવશે. તથા બીજા દિવસે રૂટીન લગત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે. જેની જાહેર જનતાએ નોધ લેવી.



Friday, June 16, 2023

18 જૂનની રાજકોટ- કોઈમ્બતુર એક્સપ્રેસ    રાજકોટથી 2 કલાક 45 મિનિટ મોડી ઉપડશે 

   

પશ્ચિમ રેલવેના સુરત-વડોદરા રેલ સેક્શન માં સાયણ યાર્ડ ખાતે આવેલા બ્રિજ નંબર 471 ના મેઈન્ટેનન્સના કામ માટે એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનથી જતી રાજકોટ-કોઈમ્બતુર એક્સપ્રેસ ને રિશેડયુલ કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીના ના જણાવ્યા મુજબટ્રેન નંબર 16613 રાજકોટ-કોઈમ્બતુર એક્સપ્રેસ 18.06.2023 ના રોજ રાજકોટથી 2 કલાક 45 મિનિટના મોડી એટલે કે સવારે 05.30 કલાક ના તેના નિર્ધારિત સમયને બદલે સવારે 08.15 કલાકે ઉપડશે.

       રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

Saturday, June 3, 2023

આમ આદમી પાર્ટી અને આમ આદમી મહિલા ની એકજ માંગ હિંદુસ્તાન ની પહેલવાન દીકરીઓ નું શોષણ કરનાર વ્રજભૂષણ સિંહ ની તાત્કાલિક ધરપકડ કરો.

        ઘણા દિવસો થી મહિલા પહેલવાન ભાજપ સાંસદ વ્રજભૂષણ સિંહ ની ગિરફ્તારી માટે સંઘર્ષ કરી રહી છે, દેશ ને ગૌરવ અપાવી મેડલ જીતનાર આ હિંદુસ્થાન ની દીકરીઓ આજ મેડલ માઁ -ગંગા માં પધરાવા મજબુર થઇ છે ત્યારે આમ આદમી પાર્ટી ખુબજ દુઃખી છે, 


આપ ગુજરાત મહિલા વિન્ગ શ્રી નરેન્દ્રભાઈ મોદી ને પોસ્ટ કવર માં કાળા કલર ના રૂમાલ પોસ્ટ કરી વિરોધ સાથે માંગણી પૂર્ણ કરવા નું આવેદન મોકલશે અને ગુજરાત ની બહેનો વચ્ચે જય ને લેટર ઉપર સમર્થન લઇ કાળા કલર નો રૂમાલ સાથે પત્ર પોસ્ટ કરવાનું 5 દિવસ નું અભિયાન ચલાવશે

     

        તારીખ 4-6-2023 થી 8-6-2023 સુધી ગુજરાત ની દરેક આમ આદમી પાર્ટી મહિલા જિલ્લા તાલુકા શહેર થી આ કાર્યક્રમ ની શરૂઆત કરશે અને સાથે આમ આદમી પાર્ટી ના દરેક હોદ્દેદારશ્રી જોડાઈ ને તાકાત વધારશે 

          વધુમાં જણાવ્યું કે દેશ ને ગૌરવ અપાવનાર પહેલવાન દીકરીઓ સાથે દમન થઇ રહીયુ છે ત્યારે મહિલા મિનિસ્ટ્રી , ભાજપ મહિલા મોરચો જવાબ થી ભાગતી ફરે છે મોઢામાં મગ ભરી ચૂપ છે એ સાબિત કરે છે કે આ દુઃશાસન ના કુશાસન ની શૂર્પણખાઓ છે, અમે શ્રી કેજરીવાલ ના સૈનીક ક્યારેય ચૂપ નહિ રહીયે અને દીકરીઓ ને ન્યાય અપાવા લડતા રહીશુ.


       સવિનય સાથ જણાવાનું કે કુસ્તીબાજ મહિલાઓ ઘણા દિવસો થી ભાજપ સાંસદ વ્રજભુષણ સિંહ ને ગિરફ્તાર કરવાની માંગ કરી રહિયા છે ત્તેની માંગણીઓ ને ધ્યાન માં  લેવાને બદલે તંત્ર દ્વારા દમન કરવામાં આવી રહીયુ છે. આવા વર્તન કરી ભારતમાતા ની બેટીઓ ની લાગણી દુભાવવાનું કાર્ય ભાજપ કરી રહી છે.

     ન્યાય માટે સંઘર્ષ કરતી દીકરીઓ આજ દેશ માટે કમાયેલા મેડલ માઁ-ગંગા માં પધરાવવા માટે મજબુર થઇ છે . દેશ ને ગૌરવ અપાવનારી દીકરીઓ ના મેડલ ગંગા માં વિસર્જિત થશે તો માઁ-ગંગા પણ દ્રવી ઉઠસે, હું હિન્દુસ્તાન ની દીકરી ન્યાય કરવા માટે આવેદન મોકલું છું અને સાથે સાથે મહિલા પહેલવાન સાથે ના દમન ના દૃશ્યો જોઈને અમે ખુબજ દુઃખી છીએ ,આમ આદમી પાર્ટી દુઃખી છે.

        ભાજપ ઉપર ફિટકાર છે એટલા માટે આ દુઃશાસ જેવા કર્યો માટે કાળા કલર ના રૂમાલ ની ભેટ પણ પત્ર સાથે મોકલી રહિયા છીએ.અને મહિલા પહેલવાન ની માંગણી જલ્દી પૂર્ણ કરવા માંગ કરીએ છીએ.

       ભાજપ ની મહિલા મિનિસ્ટર ,મોરચાઓ ની મહિલાઓ મોઢામાં મગ ભરી ને બેઠી છે યે સાબિત કરે છે કે આ રાક્ષશો ના કુશાશન ની પૂતના, સુરપંખા અને મંથરા છે પણ અમે આમ આદમી પાર્ટી ની મહિલાઓ લોકશાહી નું પતન જોઈ નહિ શકીયે એટલા માટે મોદીજી તમને કાળા રૂમાલ મોકલી લોકશાહી ઉપર ઘમંડ નું કાલપ લગાવી બેઠેલા ને લૂછવાની સહાલ આપીએ છીએ અને ન્યાય ની પ્રબળ માંગ કરીયે છીએ .



Friday, June 2, 2023

ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જાળીયા માનસર ગામે ઉંડ નદીના પટ્ટમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરતા ચાર વાહનોને પકડી ખાણ ખનીજ ધારા મુજબ કાર્યવાહી કરતી ધ્રોલ પોલીસ

ધ્રોલ પો.સ્ટે. ના પો.સબ ઇન્સ.પી.જી.પનારા તથા સ્ટાફના માણસોને મળેલ ખાનગી હકિકતના આધારે ધ્રોલ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ જાલીયા માનસર ગામની ઉંડ નદીના પટ્ટમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરતા એક જી.સી.બી. મશીન તથા બે ડમ્પરો તથા એક ટ્રેક્ટર મળી કુલ ચાર વાહનો કુલ મુદામાલ કિ.રૂ.૨૩,૦૦,૦૦૦/- ના જપ્ત કરવામાં આવેલ તેમજ સદરહું વાહનો દ્વારા નદીના પટ્ટમાંથી બિન-અધિક્રુત રીતે રેતી ખનન/વહન કરી, નદીના કાંઠા ઉપર તેમજ સીમ રસ્તા પર સટ્ટા કરવામાં આવેલ, જે અન્વયે ખાણ ખનીજ વિભાગનો સંપર્ક કરી, ગેર કાયદેસર રેતીના સટ્ટાની માપણી કરી, રેતી ખનનમાં નીચે જણાવેલ નામ સરનામા વાળા સંડોવાયેલ ઈસમો વિરૂધ્ધ દંડનીય કાર્યવાહી કરવાની તજવીજ કરવામાં આવેલ છે.


રેતી ખનનમાં સંડોવાયેલ ઈસમોના નામ સરનામા:-

(૧) મોહસીનભાઇ રહેમાનભાઇ સપીયા (૨) શાહરૂખ રહેમાનભાઇ સપીયા રહે.બંને ધ્રાંગડા ગામ તા.જી.જામનગર

(૩) તૌફીક રજાકભાઇ ધોલીયા રહે.બેડેશ્વર, જામનગર (૪) રાયધનભાઇ કાથડભાઇ છૈયા રહે.સુમરી ગામ તા.જી.જામનગર


કબ્જે કરેલ મુદામાલ -

(૧) એક આઇશર કંપનીનુ સીલ્વર કલરનું નંબર પ્લેટ વગરનુ ટ્રેક્ટર જેના એન્જીન નં.S324F65638 તથા ચેસીસ નં.932314159917

(૨) એક અશોક લેલન્ડ કંપનીનું ડમ્પર રજી.નં.GJ 01 XX 7829

(૩) એક એલ એન્ડ ટી કંપનીનુ પીળા કલરનું જે.સી.બી. જેના રજી.નં.GJ 13 EE 0115 (૪) એક અશોક લેલન્ડ કંપનીનુ ડમ્પર રજી.નં.GJ 13 X 7101



સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગર કલેકટર કચેરી ખાતે દિશા સમિતિની બેઠક યોજાઇ

બેઠકમાં કેબિનેટમંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા ઉપસ્થિત રહ્યા


જિલ્લાના સર્વાંગી વિકાસ અને લોકહિતના પ્રશ્નોનું હકારાત્મક નિવારણ થાય તે માટે દિશા મોનીટરીંગ સમિતિ મહત્વનું માધ્યમ : સાંસદશ્રી




 સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં જામનગર જિલ્લાની ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન અને મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજવામાં આવી હતી. જેમાં કેબિનેટમંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારીમંત્રી મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓએ જરૂરી સૂચનો કર્યા હતા. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત આ બેઠકમાં સાંસદશ્રી દ્વારા વિવિધ વિભાગના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ  સરકારી યોજનાઓના લાભો જામનગર જિલ્લાના છેવાડાના માનવી સુધી પહોંચે તે દિશામાં આયોજન હાથ ધરી યોગ્ય કામગીરી કરવા અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો.


આ બેઠકને સંબોધતા સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, જિલ્લાના મહત્વના પ્રશ્નો ઉકેલવાનું માધ્યમ દિશા સમિતિ રહી છે. ત્યારે જિલ્લાને મૂંઝવતા પ્રશ્નો વિશે આ બેઠકમાં ફળદાયી ચર્ચા-વિમર્શ કરી તાલુકા-જિલ્લા સ્તરે સંકલન-સમન્વય સાધીને ઝડપથી નિરાકરણ લાવીને જિલ્લાને વિકાસના માર્ગે આગળ વધારવા સૌએ સહિયારા પ્રયાસો કરવા જોઈએ જેથી જનતાના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ આવી શકે.સર્વાંગી વિકાસ અને લોકહિતના પ્રશ્નોનું હકારાત્મક નિવારણ થાય તે માટે દિશા મોનીટરીંગ સમિતિ મહત્વનું માધ્યમ બન્યુ છે.સરકારની તમામ યોજનાઓ અને સહાયનો લાભ લાભાર્થીઓ સુધી વહેલી તકે પહોંચે તે દિશામાં કામગીરી કરવા માટે સાંસદ એ લગત અધિકારી ઓને સૂચનો કર્યા હતા.આ બેઠક દરમિયાન જિલ્લાના જુદા જુદા વિભાગો હેઠળના યોજનાકીય વિકાસ કામો ગુણવત્તાયુક્ત હાથ ધરાય અને લાભાન્વિત જનસમુદાયને તેના લાભો સમયસર મળી રહે તે માટે ધારસભ્યઓ, કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી,જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત,નગરપાલિકાના પ્રમુખશ્રીઓ,ચૂંટાયેલા સદસ્ય સાથે જરૂરી સંકલન અને પરામર્શમાં રહીને વિકાસ કામો હાથ ધરવામાં આવે તે પ્રકારે કામગીરી કરવા સાંસદશ્રીએ ખાસ અનુરોધ કર્યો હતો.


આ બેઠકમાં  જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં વિવિધ યોજનાઓ જેવી કે  દિન-દયાળ અંત્યોદય યોજના-નેશનલ અર્બન લાઈવલીહુડ મિશન અંતર્ગત સામાજિક ગતિશીલતા અને સંસ્થાગત વિકાસ, કૌશલ્ય તાલીમ અને રોજગાર,સ્વ રોજગાર કાર્યક્રમ,શહેરી શેરી ફેરિયાઓને સહાય,પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ અમૃત યોજના હેઠળ થયેલ કામોની સમીક્ષા જેમાં પાણી પુરવઠાના કામો, ભૂગર્ભ ગટરના કામો,ઉધાનો, શહેરી પરિવહનના કામોની ચર્ચા, સંકલિત બાળ વિકાસ યોજના, પીએમ પોષણ યોજના,મધ્યાહન ભોજન યોજના,પીએમ પોષણ યોજનાના લાભાર્થીઓ, ફાળવવામાં આવેલ ગ્રાન્ટ તેમજ લાભાર્થીઓને આ યોજનાઓનો લાભ મળી રહે તે માટે કયા પ્રકારે આયોજન હાથ ધરવામાં આવે છે તેના પર ચર્ચા કરવામાં આવી હતી.તેમજ જામનગર જિલ્લામાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કરવામાં આવેલા કામો,ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના, નેશનલ હેલ્થ મિશન,પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના,ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલોપમેન્ટ સ્કીમ,સમગ્ર શિક્ષા,પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, દિન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના,ઇન્ટિગ્રેટેડ પાવર ડેવલોપમેન્ટ સ્કીમ, પી.એમ.પોષણ યોજના,પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના,પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર, વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન, પ્રધાનમંત્રી ખનીજક્ષેત્ર  કલ્યાણ યોજના, સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અંતર્ગત ગોબરધન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી સ્કીમ,ઇન્ટિગ્રેટેડ વોટરશેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ,પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના અંતર્ગત કેટલા કામો પૂર્ણ થયા અને હાલ કેટલા કામો ચાલી રહ્યા છે.તે અંગે સાંસદશ્રી એ તમામ વિગતો મેળવી અધિકારીશ્રીઓ સાથે પરામર્શ કરી જામનગર જિલ્લાના વિકાસને વધુ વેગ મળે તે પ્રકારે આયોજન હાથ ધરી કામ કરવા જણાવ્યું હતું.તેમજ રેલવે,પીજીવીસીલ અને જેટકોની કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં મેયર બિનાબેન કોઠારી,જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા,ધારાસભ્યો  મેઘજીભાઈ ચાવડા,  દિવ્યેશભાઈ અકબરી,  રિવાબા જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના પ્રમુખોએ પણ  વિવિધ યોજનાકીય અમલીકરણ બાબતે જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતાં. આ બેઠકમાં કલેકટર બી.એ.શાહ, કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ,નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચૌધરી, જિલ્લા પંચાયતના સદસ્યઓ, તાલુકા પંચાયતના સદસ્યઓ, ડીઆરએમ રાજકોટ, ડીઆરએમ ભાવનગર, વિવિધ વિભાગના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 



મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...