18 જૂનની રાજકોટ- કોઈમ્બતુર એક્સપ્રેસ રાજકોટથી 2 કલાક 45 મિનિટ મોડી ઉપડશે
પશ્ચિમ રેલવેના સુરત-વડોદરા રેલ સેક્શન માં સાયણ યાર્ડ ખાતે આવેલા બ્રિજ નંબર 471 ના મેઈન્ટેનન્સના કામ માટે એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનથી જતી રાજકોટ-કોઈમ્બતુર એક્સપ્રેસ ને રિશેડયુલ કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીના ના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 16613 રાજકોટ-કોઈમ્બતુર એક્સપ્રેસ 18.06.2023 ના રોજ રાજકોટથી 2 કલાક 45 મિનિટના મોડી એટલે કે સવારે 05.30 કલાક ના તેના નિર્ધારિત સમયને બદલે સવારે 08.15 કલાકે ઉપડશે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
No comments:
Post a Comment