ઘણા દિવસો થી મહિલા પહેલવાન ભાજપ સાંસદ વ્રજભૂષણ સિંહ ની ગિરફ્તારી માટે સંઘર્ષ કરી રહી છે, દેશ ને ગૌરવ અપાવી મેડલ જીતનાર આ હિંદુસ્થાન ની દીકરીઓ આજ મેડલ માઁ -ગંગા માં પધરાવા મજબુર થઇ છે ત્યારે આમ આદમી પાર્ટી ખુબજ દુઃખી છે,
તારીખ 4-6-2023 થી 8-6-2023 સુધી ગુજરાત ની દરેક આમ આદમી પાર્ટી મહિલા જિલ્લા તાલુકા શહેર થી આ કાર્યક્રમ ની શરૂઆત કરશે અને સાથે આમ આદમી પાર્ટી ના દરેક હોદ્દેદારશ્રી જોડાઈ ને તાકાત વધારશે
વધુમાં જણાવ્યું કે દેશ ને ગૌરવ અપાવનાર પહેલવાન દીકરીઓ સાથે દમન થઇ રહીયુ છે ત્યારે મહિલા મિનિસ્ટ્રી , ભાજપ મહિલા મોરચો જવાબ થી ભાગતી ફરે છે મોઢામાં મગ ભરી ચૂપ છે એ સાબિત કરે છે કે આ દુઃશાસન ના કુશાસન ની શૂર્પણખાઓ છે, અમે શ્રી કેજરીવાલ ના સૈનીક ક્યારેય ચૂપ નહિ રહીયે અને દીકરીઓ ને ન્યાય અપાવા લડતા રહીશુ.
સવિનય સાથ જણાવાનું કે કુસ્તીબાજ મહિલાઓ ઘણા દિવસો થી ભાજપ સાંસદ વ્રજભુષણ સિંહ ને ગિરફ્તાર કરવાની માંગ કરી રહિયા છે ત્તેની માંગણીઓ ને ધ્યાન માં લેવાને બદલે તંત્ર દ્વારા દમન કરવામાં આવી રહીયુ છે. આવા વર્તન કરી ભારતમાતા ની બેટીઓ ની લાગણી દુભાવવાનું કાર્ય ભાજપ કરી રહી છે.
ન્યાય માટે સંઘર્ષ કરતી દીકરીઓ આજ દેશ માટે કમાયેલા મેડલ માઁ-ગંગા માં પધરાવવા માટે મજબુર થઇ છે . દેશ ને ગૌરવ અપાવનારી દીકરીઓ ના મેડલ ગંગા માં વિસર્જિત થશે તો માઁ-ગંગા પણ દ્રવી ઉઠસે, હું હિન્દુસ્તાન ની દીકરી ન્યાય કરવા માટે આવેદન મોકલું છું અને સાથે સાથે મહિલા પહેલવાન સાથે ના દમન ના દૃશ્યો જોઈને અમે ખુબજ દુઃખી છીએ ,આમ આદમી પાર્ટી દુઃખી છે.
ભાજપ ઉપર ફિટકાર છે એટલા માટે આ દુઃશાસ જેવા કર્યો માટે કાળા કલર ના રૂમાલ ની ભેટ પણ પત્ર સાથે મોકલી રહિયા છીએ.અને મહિલા પહેલવાન ની માંગણી જલ્દી પૂર્ણ કરવા માંગ કરીએ છીએ.
ભાજપ ની મહિલા મિનિસ્ટર ,મોરચાઓ ની મહિલાઓ મોઢામાં મગ ભરી ને બેઠી છે યે સાબિત કરે છે કે આ રાક્ષશો ના કુશાશન ની પૂતના, સુરપંખા અને મંથરા છે પણ અમે આમ આદમી પાર્ટી ની મહિલાઓ લોકશાહી નું પતન જોઈ નહિ શકીયે એટલા માટે મોદીજી તમને કાળા રૂમાલ મોકલી લોકશાહી ઉપર ઘમંડ નું કાલપ લગાવી બેઠેલા ને લૂછવાની સહાલ આપીએ છીએ અને ન્યાય ની પ્રબળ માંગ કરીયે છીએ .
No comments:
Post a Comment