શેઠવડાળા પો.સ્ટે વિસ્તારના મેલાણ ગામે ધાર વિસ્તાર પરથી અંગ્રેજી દારૂનો જથ્થો પકડી પાડતી શેઠવડાળા
જામનગર જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ની સુચના તથા નાયબ પોલીસ અધીક્ષક જામનગર ગ્રામ્ય વિભાગના ડી.પી.વાઘેલાના માર્ગદર્શન મુજબ પો.સ્ટે. વીસ્તારમાં પ્રોહી/જુગારની પ્રવૃતી સદંતર બંધ કરાવવા માટે શેઠવડાળા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સપેકટર આર.એલ.ઓડેદરા તથા સ્ટાફના માણસો પો.સ્ટે. વીસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના પો.હેડ.કોન્સ. સહદેવસિંહ હઠુભા જાડેજા તથા પો.હેડ.કોન્સ ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ લાઠીયા નાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે કે મેલાણ ગામે ધાર ઉપર રહેતા કિશોરભાઇ અરજણભાઇ હુણ વાળો પોતાના રહેણાક મકાનમા ભારતીય બનાવટનો ઈગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખેલ હોવાની હકીકત મળતા તે હકીકતને આધારે સદરહુ જગ્યાએ રેઇડ કરતા મજકુર ઇસમ હાજર મળી આવેલ નહી. જેથી રહેણાકની ઝડતી તપાસ કરતા અલગ-અલગ બ્રાંડનો ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની કાચની શીલબંધ બોટલો નંગ – ૨૦ કીમત રૂ.૧૦,૦૦૦/- નો મુદામાલ મળી આવતા તપાસ અર્થે કબ્જે કરેલ છે તેમજ હાજર નહીં મળી આવેલ કિશોરભાઇ અરજણભાઇ હુણ રહે.મેલાણ ગામ ધાર વિસ્તાર તા.જામજોધપુર જી.જામનગર વીરુધ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ ફરીયાદ દાખલ કરાવેલ છે.
હાજર નહી મળી આવેલ આરોપીઃ- કિશોરભાઇ અરજણભાઇ હુણ રહે.મેલાણ ગામ ધાર વિસ્તાર તા.જામજોધપુર જી.જામનગર
આ કામગીરી શેઠવડાળા પોસ્ટેના પોલીસ સબ ઇન્સપેક્ટર આર.એલ.ઓડેદરા તથા પો.હેડ.કોન્સ. સહદેવસિંહ હઠુભા જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ લાઠીયાનાઓ દ્વારા કરેલ છે. .
No comments:
Post a Comment