Thursday, September 28, 2023

ઓખાના સમુદ્રમાંથી ઈરાની બોટ સાથે પાંચ આરોપીઓની અટકાયત કરતી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ પાંચ લાખની કિંમતનું ૧૦ ગ્રામ હેરોઈન પણ જપ્ત




ઓખાના સમુદ્રમાંથી ગતરાત્રે શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલ ઈરાની બોટ અંગે દ્વારકા ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયએ પ્રેસ કોન્ફરન્સ યોજી વિસ્તૃત માહિતી આપતા જણાવેલ કે જિલ્લા પોલીસને મળેલ ચોકકસ બાતમી અને ટેકનીકલ ઈનપુટને આધારે સમગ્ર ઓપરેશન હાથ ધરાયું હતું. સમગ્ર કામગીરીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી., એસ.ઓ.જી. અને ઓખા મરીન પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી ઓખાના સિગ્નેચર બ્રીજ નજીકથી ઈરાની બોટની અટકાયત કરી તેમાં સવાર ૩ ઇરાની નાગરીક તથા ૧ ભારતીય તમીલનાડુના નાગરીકની અટકાયત કરી હતી. આરોપીઓ પાસેથી ૧ થુરાયા સેટેલાઈટ ફોન, ૮ મોબાઈલ, ૧૦.૦૨ ગ્રામ હેરોઈન (આંતરરાષ્ટ્રીય કિંમત રૂા.પ,૦૧,૦૦૦), ૨ લેપટોપ, ૨,૫૦,૦૦૦ ઈરાની રીયાલની ચલણી નોટો, રૂ બોટ, ૧૫ એટીએમ કાર્ડ, બે પાસપોર્ટ, ૧ જીપીએસ ડીવાઈસ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. તમિલ નાગરીકને રીસીવ કરવા અને મદદગારી કરવા આવેલ આરોપીના ભાઈની પણ અટકાયત કરી સઘન તપાસ હાથ ધરાઈ છે.














પાંચેય આરોપીઓ વિરૂધ્ધ એનડીપીએસ એકટ, પાસપોર્ટ એકટ તથા ફોરેનર્સ એકટ હેઠળ ગુન્હો નોંધાયો









પોલીસે અટકાયત કરેલા આરોપીઓમાં અશોક કુમાર મુથુરેલા, ઉ.વ.૩૭, રહેવાસી કોઇમ્બતુર, તમિલનાડુ, મુસ્તફા મહંમદ સૈયદ બલુચી, ઉ.વ.૩૮, રે.ઈરાન, જોશમ અલી ઇશાક બલુચી, ઉ.વ.રપ, રહે.ઇરાન, આમીર અલી શાહકરમ બલુચી, ઉ.વ.૧૯, રહે.ઈરાન તથા આનંદ મુથુરેલા, ઉ.વ.૩૫, રહે.કોઈમ્બતુર, તમિલનાડુનો સમાવેશ થાય છે. આરોપીઓની સઘન પુછપરછમાં ભારતીય તમીલ નાગરીક અશોકકુમારને રીસીવ કરવા માટે તેનો ભાઈ આનંદ ગઈકાલે હવાઈ માર્ગે રાજકોટ થઈ ઓખા આવેલ હોવાનું જાણવા મળતાં તેની પણ અટકાયત કરી છે. આરોપીઓ વિરૂધ્ધ ઓખા મરીન પો.સ્ટે. ખાતે એન.ડી.પી.એસ, એકટ, પાસપોર્ટ એકટ, ફોરેનર્સ એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ એસ.ઓ.જી. ચલાવી રહી છે. કોસ્ટલ સીકયોરીટી અંતર્ગત રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવના માગદર્શન તથા એસ.પી. નીતેશકુમાર પાંડેયની રાહબરી હેઠળ સમગ્ર કામગરી એલસીબી પીઆઈ કે.કે.ગોહીલ, એસ.ઓ.જી. ઈન્ચા.પી.આઈ. પી.સી.સીંગરખીયા, આર.આર.ઝરૂ, પી.એસ.આઈ. ઓખા મરીન, આનંદ બારશીયા -દ્વારકા પી.એસ.આઈ., એમ.ડી.મકવણા - પી.એસ.આઈ. મીઠાપુર તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.





રિપોર્ટ.અનિલ લાલ

No comments:

Post a Comment

જામનગર જિલ્લાના ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહન માલિકો જૂની સિરીઝના ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશ

જામનગર તા.૧૭ ડિસેમ્બર, જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકો માટે  ટુ વ્હીલર તથા ફોર વ્હીલર (LMV) પ્રકારના વાહનો માટેની તમામ જૂની સીર...