Friday, September 1, 2023

જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ બ્રીજ નીચે બે દિવસ પહેલા મોબાઇલ ફોન અને સોનાની ચેઇનની ચીલ ઝડપ કરનાર આરોપીઓને ચોરીમા ગયેલ મુદામાલ સાથે પકડી પાડતો  સીટી સી ડીવીઝન સર્વેલન્સ સ્કોડ



જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ નાઓએ અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય તે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી જયવિરસિંહ ઝાલા સાહેબના ના માર્ગદર્શન હેઠળ, સીટી સી ડીવીઝન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. એ.આર.ચૌઘરી સાહેબ માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ. વી.એ.પરમાર તથા પોલીસ સ્ટાફના માણસો સાથે જામનગર સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.ન.-૧૧૨૦૨૦૦૨૨૩૧૭૬૦ આઇ.પી.સી કલમ ૩૭૯A(૩),૧૧૪ મુજબનો બનાવ દિજામ સર્કલ જુના બ્રીજ નીચે ઉપરોકત ગુન્હાના કામેના ફરીયાદી ત્યા મો.સા ઉપર બેસી અને ફોન ઉપર વાત કરતા હોય ત્યારે બે ઇસમોએ તેઓનો મોબાઇલ ફોન તેમજ સોનાની ચેઇન તેઓની નજર ચુકવી ઝુટવી લઇ ચીલ ઝડપ કરી નાશી જતા ઉપરોકત બનાવ બનેલ હોય જે ગુન્હો અનડીટેકટ હોય જે શોધી કાઢવા માટે સર્વેલન્સ સ્કોડના માણસો સ્થાનીક સી.સી.ટી.વી કેમેરા ચેક કરી આરોપીઓની તપાસમાં પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ.યશપાલસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ, જાવેદભાઇ કાસમભાઇ વજગોળ તથા પો કોન્સ હોમદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા ને ખાનગી રાહે બાતમીદાર મારફતે હકીકત મળેલ કે ઉપરોકત ગુન્હાના કામે ચીલ ઝડપ કરના બન્ને ઇસમો હનુમાન ટેકરીથી સાતનાલા તરફ આવતા હોય અને ચીલઝડપ કરેલ માલ સગેવગે કરવાની ફીરાકમાં છે તેવી હકીકત આધારે વોચમાં રહી મજકુર આરોપીઓને ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી પાડી ઉપરોક્ત અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરેલ છે.

પકડાયેલ આરોપી--(૧) પ્રકાશભાઇ શ્યામભાઇ કોળી રહે.ખેતીવાડી ફાટક નવા ઓવર બ્રીજ નીચે માલધારી હોટલ થી આગળ જામનગર(૨) રાહુલ જીવણભાઇ ડાભી રહે.ખોડીયાર કોલોની ખુલ્લી ફાટક પાસે, દશામાના મંદિર બાજુમાં જામનગર કબ્જે કરેલ મુદામાલઃ-

(૧) પીળા કલરના ઘાતુના ચેનના બે કટકા જેનુ વજન આશરે ૧૪ ગ્રામ ૯૦ મીલી ગ્રામ જેની કિ.રૂ.૮૦,૦૦૦/- (૨) એક ઓપો કંપનીનો મોબાઇલ ફોન જેની કિ.રૂ.૧૦,૦૦૦/-આ સમગ્ર કામગીરી કરનાર અધિકારીશ્રીઓ

(૧)પોલીસ ઇન્સપેટકર એ.આર.ચૌધરી

(૨) પો.સબ.ઇન્સ. વી.એ.પરમાર 

(૩) H યશપાલસિંહ એ. જાડેજા

(૪) HC જાવેદભાઇ કાસમભાઇ વાગોળ 

(૫) HC નારણભાઇ બાબુભાઇ સદાદીયા

(૬) H પ્રદીપસિંહ ફતેસિંહ જાડેજા 

(૭)HC મહેન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા 

(૮) PC યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા

(૯) : ખીમશીભાઇ ગોવીંદભાઇ ડાંગર, 

(૧૦) PC ોમદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...