ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે કબજે કરવામાં આવેલા જુદા-જુદા ગુન્હાના કામે 7 દિવસમાં તેઓને વાહન છોડાવવા અંગેની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.ત્યારબાદ કાયદાકીય નિયમો અનુસાર વાહનોની જાહેર હરાજી કરવામાં આવશે.
જામનગર તા.29 ડિસેમ્બર, ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે જુદા-જુદા ગુન્હાના કામે તેમજ એમ.વી.એકટ-૨૦૭ ના કામે કબ્જે કરવામા આવેલ જે નીચે જણાવેલ વાહન માલીકોને અવાર-નવાર પોલીસ સ્ટેશન દ્વારા લેખીત તથા મૌખીક જાણ કરવા છતા વાહન છોડાવવા અંગેની કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી આગામી 7 દિવસમાં તેઓને વાહન છોડાવવા અંગેની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.ત્યારબાદ કાયદાકીય નિયમો અનુસાર વાહનોની જાહેર હરાજી કરી હરાજીમા ઉપજેલ નાણા સરકાર ખાતે જમા કરવામા આવશે.જે માલિકોને વાંધા અરજીઓ હોય તેઓએ 7 દિવસની અંદર ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવાની રહેશે. ત્યારબાદ આવેલી રજૂઆતો ધ્યાનમાં લેવામાં આવશે.
જે વાહનો કબજે કરવામાં આવ્યા છે તેમાં હીરો હોન્ડા મો.સા.GJ-05-DA-7541 હોન્ડા મો.સા.GJ-05-GF-O028, ગ્લેમર મો.સા.GJ-05-DS-341, બજાજ મો.સા એ.નં JBUBUD97074, રિક્ષા રજી. નં. GJ-01-AV-5645, યમાહા મો.સા.GJ-01-HL-2974, સ્કોર્પીયો કાર GJ-04-AJ-358, ઇટીયોસ કારનંબર IND1440435, સેન્ટ્રો કાર GJ-03-DA-2778, હિરો હોન્ડા મો.સા.GJ-10-CF-6471, બજાજ મો.સા GJ-10-D-4992, મો.સા GJ-10-S-9874, સ્કુટર મો.સા GJ-03-AJ-1773, હોન્ડા સીડી મો.સા GJ-15-H-2690, સીડી ડોન મોસા GJ-10-DS-4893, હીરો મોસા GJ-10-AH-7809, હોન્ડા મોસા GJ-03-BJ-3115, હીરો મોસા GJ-23-J-5762, ટીવીએસ મો.સા.GJ-03-AJ-8112, હીરો મોસા GJ-10-L-5567, હોન્ડા મોસા CD- 100 અને હીરો મો સા GJ-03-EF4892 છે. તેમ ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર પી. જી. પનારાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
No comments:
Post a Comment