કલેકટર બી.એ. શાહના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો.
નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો રૂબરૂ સાંભળ્યા બાદ તેનો હકારાત્મક તથા સત્વરે ઉકેલ લાવવા કલેકટર ઉપસ્થિત અધિકારીઓને સૂચન
નાગરિકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ જવું ન પડે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસનું દર માસના ચોથા ગુરૂવારે આયોજન કરવામાં આવે છે.જે કાર્યક્રમ જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભા ખંડ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં કલેક્ટર સહિતના વિવિધ કચેરીઓના વડાઓએ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો રૂબરૂ સાંભળ્યા હતા તેમજ તેનો હકારાત્મક ઉકેલ આવે તે માટેના પ્રયાસો હાથ ધરાયા હતા.
આ કાર્યક્રમમાં અરજદારો દ્વારા માલિકીની જમીન પર અનધિકૃત દબાણ, રોડ રસ્તાના પ્રશ્નો, ગૌચર તથા સરકારી જમીનને લગતા પ્રશ્નો, જમીન માપણીને લગતા પ્રશ્નો, માલિકીના પ્લોટ, મકાન સહિતના મહેસુલને લગતા વિવિધ પ્રશ્નો વગેરે અંગે રજૂઆત કરી હતી. જે પ્રશ્નો તથા તે અંગેની વિગતો સાંભળ્યા બાદ લગત વિભાગોને સત્વરે તેનો ઉકેલ લાવવા કલેક્ટર દ્વારા ઉપસ્થિત કચેરીઓના વડાઓને સૂચન કરાયું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, પ્રાંત અધિકારી જામનગર શહેર તથા ગ્રામ્ય, સંલગ્ન વિભાગોના અધિકારીઓ તથા કાલાવડ, લાલપુર, ધ્રોલ, જામજોધપુર, જોડિયા, ખાતેથી પણ પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ સહિતના વિભાગોના અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા.
No comments:
Post a Comment