જામનગરમાં જમીન માફિયા બિલ્ડર જમન શામજી ફળદુ તેમના પુત્ર જસ્મીન જમન ફળદુ દ્વારા લાખાબાવળની જુના સર્વે નં. ૧૬૦, ૧૬૧, ૧૬૨ વાળી જમીન શ્રી સરકાર થયેલ હોવા છતાં બિન ખેડુત પાસેથી ગેરકાયદેસર રીતે દસ્તાવેજ થયેલ અને તે જમીન બિનખેતી થવાને પાત્ર ન હોય તેમ છતાં સતાની જોરે અને લાખો રૂપિયાની લાંચ આપીને કાવતરૂ રચવા બાબત.
જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ફાઉન્ડેશનના ચેરમેન જમન શામજી ફળદુ એ જીઆઈડીસી ચેલા ગામના સર્વે નંબર ૭૦૮ તેમજ ૭૦૯ ની જમીન કૌભાંડ આચરીને ગુજરાત સરકારને તેમજ રેવન્યુ વિભાગને કરોડો રૂપિયાનું નુકસાન કરાવીને ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવા બાબત.
જામનગર ચેલા વિસ્તારમાં આવતી જીઆઈડીસીના ચેરમેન જમન શામજી ફળદુ કલેકટર, અધિક કલેકટર, પ્રાંત મામલતદાર, જીઆઈડીસીના અધિકારીઓ સાથે એક સંપ કરીને ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરેલ છે. આ કૌભાંડ બાબતે સીબીઆઈ તેમજ સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ ચલાવવામાં આવશે તો જ સાચી હકીકત અને વિગતો બહાર આવનાર છે. નહીંતર આ તમામ આખી વિગતને રફેદફે કરી નાખવામાં આવશે. ભૂતકાળ માં જમન શામજી ફળદુ વિરૂદ્ધમાં કાયદાકીય કાર્યવાહી ભૂતકાળના કલેકટર કરેલ હતી તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. પરંતુ તે આખું કૌભાંડ અને દબાવી દેવામાં જમન શામજી ફળદુ પોતે સફળ રહ્યા હતા.
જામનગર શહેરમાં આ એક બિલ્ડર કૌભાંડ આચરવાથી ટેવાયેલા નથી. હજુ બીજા બે મોટા માથાઓની કરતુતો અને કામલીલા બહાર આવનાર છે. તેમજ તે બે પૈકીના એક બિલ્ડરે તો અંદાજે ૨૦૦ વિઘા જેટલી જમીનમાં અનેક મંજૂરીઓ લીધા વગર બાંધકામ તેમજ પ્લોટીંગ પાડી દીધેલ છે અને ખોટી મંજૂરીઓના કાગળ હુકમો રજૂ કરેલા છે આ આખું કાંડ ટૂંકા સમયમાં બહાર આવનાર છે.
જામનગર શહેર તેમજ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં જમીનના સોદાગરો દ્વારા અનેક પ્રકારની ગેરકાયદેસર અને શ્રી સરકાર થયેલી સરકારે નારીયેલીનું વૃક્ષારોપણ કરવા માટે જગ્યાઓ ફાળવેલ હતી. તે અંદાજે ૪૨ થી ૪૫ સર્વે નંબર લાખાબાવળ વિસ્તારમાં આવેલા છે. આ જમીન સરકારે નારીયેલીનું વાવેતર કરવા માટે અનેક લોકોને આપવામાં આવેલ છે. પરંતુ હાલમાં તે જમીનમાં અનેક મોટા જમીન માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરી લેવામાં આવેલ છે અને ગેરકાયદેસર રીતે ખોટા બાંધકામો પણ થયેલા છે. આ તમામ પ્રકરણ તમામ વિગતોની જાણ જામનગર પ્રશાસન તંત્રને હોવા છતાં પ્રશાસન તંત્રના અમુક ભૂતકાળના કલેકટરશ્રી, અધિક કલેકટરશ્રી, ડેપ્યુટી કલેકટરશ્રી અને મામલતદાર દ્વારા અંદાજે ૧૦૦૦ વીઘાથી વધુની જમીનનું ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડ આચરીને અનેક નારીયેલી વાળી જમીનનું ખોટું અવલીકરણ કરીને અનેક લોકોને પધરાવી દેવામાં આવેલ છે અને હાલમાં ૪૪ થી ૪૫ પૈકીના અરજદારો દ્વારા તે તમામ જમીનો કિલયર, રેગ્યુલરાઈઝ કરવા માટે થનગનાટ કરી રહ્યા છે અને વર્ષોથી તે ફાઈલને અનેક જગ્યાએ ફેરવવામાં આવેલ છે. તે પ્રકરણ લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાની લાંચ આપો તો જ આ જગ્યા રેગ્યુલરાઈઝ કરવામાં આવે છે. નહિતર આ જમીન ને જે સ્થિતિમાં છે તે સ્થિતિમાંથી બહાર કાઢવા નહીં દેવા માટે જામનગર સેવા સદન કલેકટર કચેરીના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં કરોડો નહીં પરંતુ ખરબો રૂપિયાનું ભ્રષ્ટાચાર કરીને ખૂબ મોટા સ્કેન્ડલ આચર્યા છે.
જામનગરના વિખ્યાત નામાંકિત બિલ્ડર કે જેઓ પોતે અંદાજે ૧૮ થી ૨૨ વર્ષની પોતાની ઉંમર એટલે કે બિલ્ડર શ્રી જમનભાઈ ફળદુની ૨૨ થી ૨૫ વર્ષની ઉંમર હતી. તે સમયે પોતે એક સામાન્ય વ્યક્તિ હતા અને રાતોરાત કાળી કમાણી કરીને કરોડો રૂપિયાને કારનામાં હાજર છે. અનેક જમીનોમાં પોતે અને પોતાના ભાગીદારો અને જમીન માફિયાઓ તેમજ તેઓની સાથે રહેલા અમુક કહેવાતા ગુંડાઓ દ્વારા ગુંડા તત્વોનું રૂપ ધારણ કરીને અનેક લોકોને બરબાદ કરવાનું કાવતરૂ અનેક વખત આચરેલું છે. અનેક વિધવા બહેનોની મિલકતો પચાવી પાડેલ છે. અનેક લોકોની પાસેથી હપ્તા ઉઘરાવીને પ્લોટીંગના નામથી કરોડો રૂપિયા પોતાના નામે ઉઘરાવી લીધેલ છે. તેમજ અનેક એવી જગ્યાઓ કે જે ગેરકાયદેસર અને વાંધા વાળી જગ્યાઓ હોય છે. તે જગ્યાઓ પોતે ૩૦ થી ૪૦% માં ખરીદી કરીને કલેકટર કચેરીમાં ધામા નાખીને અનેક અધિકારીઓને લાંચ આપીને આવા જમીન માફિયાઓ વિરૂદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવા અમારી આપ સાહેબને વિનમ્રતાપૂર્વક વિનંતી છે. કારણકે આ બિલ્ડરશ્રી જમન ફળદુ પોતે અનેક મોટા માથાઓ અને અનેક રાજકીય નેતાઓના સંપર્કમાં છે અને અનેક રાજકીય નેતાઓના પરિવારના નામે એગ્રીમેન્ટ થયેલા છે. તે ટૂંક સમયમાં વિગતવાર મુદ્દા વાઇઝ બહાર આવનાર છે. કારણકે આવા બિલ્ડર કે જે સરકારની તિજોરીને નુકસાન કરતા હોય તેવા લોકોની સાથે ખરેખર રાજકીય નેતાઓએ દૂર રહેવું જરૂરી છે. નહીંતર જે વાઈટ ખાદીમાં દાગ લાગી જતા વાર નથી લાગતી અને જામનગર શહેર તેમજ જિલ્લાની પ્રજાએ અનેક વખત વિશ્વાસ મૂકીને તેઓને ખૂબ મોટી બહુમતીથી ચુંટી કાઢેલા હોય છે. તે લોકો આવા જ જમીન માફિયા, જમીન કૌભાંડીઓ સાથે ભાગીદારી કેમ કરી શકે અને આપણે કેમ ચૂપ રહી શકીએ તે પણ એક મોટો વિષય છે. કારણકે જો ચૂપ ના રહો તો અનેક લોકોને ડરાવી ધમકાવીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની અનેક વખત અનેક લોકોને ધાક ધમકીઓ આપી ચૂકેલા છે અને અવા જમીન માફીયાઓ, બિલ્ડર દ્વારા કરવામાં આવતા કૌભાંડ અને ભ્રષ્ટાચાર તેમજ સરકારની તિજોરીને નુકસાન કરનાર વિરૂદ્ધમાં જો આપણે સૌ સાથે મળીને આગળ નહીં વધીએ તો આ જામનગરની અનેક પ્રજા દિન પ્રતિદિન પીસતી રહેશે. અમો માત્ર પોતે રજૂઆત કરીએ છીએ. પરંતુ જે લોકો સાથે છેતરપિંડી થયેલ છે તે લોકો સાથે અન્યાય આવા બિલ્ડરો દ્વારા કરવામાં આવેલ છે. તેઓએ વિરોધમાં ખુલીને બહાર આવવું જરૂરી છે. એક પણ પ્રકારનો ડર ભય આવા બિલ્ડરોને આવા માથાભારે તત્વોથી રાખવાની જરૂર નથી. એટલા માટે કે તે પોતે ખુદ એટલા બધા ભયભીત હોય છે કે પોતે એવા કારનામાં હું કરેલા છે કે જેથી પોતે કઈ રીતે બચવું તેની અનેક પ્રકારની કડીઓ શોધી રહ્યા છે અથવા તો જે અરજદાર રજૂઆત કરનારને કઈ રીતે ફસાવો અને તેને કેમ બદનામ કરવો અને તેના વિરૂદ્ધ કઈ કઈ પ્રકારની વધુ કાર્યવાહી કરીને તેને કેમ ફસાવો તેવા કારનામા રચવા માટે આ લોકો માહિર છે. પરંતુ સત્યની સામે કોઈને જીત થતી નથી તે વાત નક્કી છે. સત્યની સામે અમારી લડાઈ છે જ્યાં સુધી સત્ય બહાર નહીં આવે ત્યાં સુધી અમો જંપીશું નહીં તે વાત નક્કી છે.
અમારી ગુજરાત સરકારને તેમજ ગુજરાત સરકારની તપાસ એજન્સીને વિનમ્રતાપૂર્વક વિનંતી છે કે જામનગરના કહેવાતા બિલ્ડર જમીન માફીયા વિરૂદ્ધમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા ગુજરાત સરકારની મંજૂરી લઈને આવા જ જમીન માફિયાઓ વિરોધમાં સખતમાં સખત કાર્યવાહી કરવી જરૂરી છે. નહીતર દિન પ્રતિદિન ખૂબ વધુને વધુ નુકસાન થવાનું છે અને તે પ્રજાએ ભોગવવાનું છે. કારણકે આવા ભુમાફિયા અને અનેક પ્રકારની મોટી વગ ધરાવતા અને તે વગની અનેક લોકોને ભૂતકાળમાં ધાક ધમકીઓ આપી ચૂકેલા છે. પરંતુ હવે ધીમે ધીમે આવતા દિવસોમાં ખૂબ અનેક પ્રકારના પ્રકરણો બહાર આવી રહ્યા છે અને સત્ય બહાર આવીને જ રહે છે તે વાત નક્કી છે.
અમે પોતે એક પણ વખત આવા બિલ્ડરને મળેલા નથી અને અમારે તેઓની સાથે કોઈ વ્યક્તિગત વાદવિવાદ કે વાંધો નથી. પરંતુ આવા જમીન માફિયાઓ અને માથાભારે તત્વોનું સ્વરૂપ ધારણ કરતા ગમે તેને ધાધમકીઓ આપતાં લોકોને એક ચેતવણી છે કે જો તમે જામનગરની પ્રજા સાથે તેમજ અધિકારીઓને બાનમાં લઈ અને લાખો કરોડો રૂપિયાની લાંચ આપીને તમે તમારૂ પોતાનું હિત પાર પાડવા માટે કલેકટર કચેરી જામનગર ખાતે ધામા નાખી રહ્યા છો. તે કયારેય પણ અનુકૂળ નથી અને કલેકટર કચેરી જમીન શાખામાં પોતાની ઈચ્છા મુજબ ગમે ત્યારે કોઈપણની ફાઈલ ચેક કરે છે અને એક એક કલાકના ધામા બપોર પછીના સમયે આવા બિલ્ડર માફીયાઓ કર્મચારીઓને બાનમા લઈને પોતાની મરજી પડે તેવી ફાઈલો ચેક કરી શકે છે અને અમારી માહિતી અધિકાર અધિનિયમ હેઠળની
માહિતીઓ પણ આ બિલ્ડર ચેક કરવા માટે કલેકટર કચેરી જામનગર ખાતે અનેક વખત પોતે ખુદ આટા ફેરા કરી રહ્યા છે. પરંતુ તેઓને એ ખબર નથી આઈટીઆઈની માહિતીની નકલ કચેરીમાંથી જોઈ પણ ન શકાય ત્રાહિત વ્યક્તિએ અને મેળવી પણ ન શકાય પરંતુ કર્મચારીઓ ખૂબ ડરી રહ્યા છે. કર્મચારીઓ ભયભીત છે જેના કારણે આવા જમીન માફિયાઓ પગ ઉપર પગ ચડાવીને જમીન શાખાના ટેબલ ઉપર જઈને પોતાની મરજી મુજબ મન ફાવે તે પ્રકારનું વર્તન તેમજ તે પ્રકારની ફાઈલો ચેક કરવા માટે પોતે પોતાની ચેમ્બર હોય છે તે પ્રકારનું વાણી વિલાસને વર્તન કરી રહ્યા છે અને તેઓ માટે અનેક કર્મચારીઓ બધી પ્રકારની ટ્રીટમેન્ટ આપે છે. ચા નાસ્તો કોફી જેવી આગતા કરવામાં આવે છે. કેટલી શરમજનક વાત છે કે આવાય લેન્ડ ગ્રેબિંગ જેવા કરેલા કરતુતને જામનગર કલેકટર કચેરીના અમુક કહેવાતા કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની ચેમ્બરમાં બેસાડીને ખૂબ મોટા પ્રમાણમાં પ્રોત્સાહન આપી રહ્યા છે આ શરમજનક વાત છે. પ્રશાસન તંત્રની દિન પ્રતિદિન બદનામી થતી જાય છે. તે બદનામી ન થાય તે માટે બદનામીથી દૂર રહેવા માટે આવા મોટા ગજાના ભુમાફીયાઓને ચેમ્બરમાં બેસાડીને કલાક કલાક સુધી આવી કઈ પ્રકારની વાતો કે વહીવટની ચર્ચાઓ થઈ રહી છે. આ ખૂબ ગંભીર ચર્ચા અને ખૂબ મોટો ચર્ચાનો વિષય છે.
જામનગર કલેકટર કચેરીના કલેકટરશ્રી, અધિક કલેકટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી, ડી એલ આર વિભાગ દ્વારા તેમજ મામલતદારશ્રી દ્વારા એક સંપ હાજરીને જામનગર તાલુકાના લાખાબાવળ મોજે સરવે નંબર જુના ૧૬૦, ૧૬૧, ૧૬૨ વાળી આ જમીન નાળિયેરીવાળી જમીન હોવાથી આ જમીનને ગેરકાયદેસર રીતે જે તે સમયના કલેકટર દ્વારા ખોટા હુકમો અને ખોટા કાગળો, ખોટા એફિડેવિટ કરી અને કરાવીને ખૂબ મોટા પ્રમાણમાં જામનગરમાં કલ્પી ન શકાય તે પ્રકારનું કૌભાંડ આચરવામાં આવેલું છે. આ તમામ અધિકારીઓ અને જામનગરના બિલ્ડર પિતા, પુત્રશ્રી જમનભાઈ ફળદુ, જસ્મીન ફળદુ વિરૂદ્ધ સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ થવી જરૂરી છે અને આ તપાસમાં જામનગર શહેર તેમજ જિલ્લામાં પ્રથમ જમીન કૌભાંડ બહાર આવનાર છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે આ કૌભાંડીને કોઈ મોટું માથું ખૂબ મોટા પ્રમાણમાં પ્રોત્સાહન આપી રહ્યું છે તે તપાસમાં ખુલવાને પાત્ર છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આ મોટું માથું કોણ છે તે કોઈનું નામ હાલ પૂરતું જાહેર કરવાની જરૂર નથી. કારણકે તે જામનગરની સૌ પ્રજા, સૌ બિલ્ડરો તેમજ જામનગર કલેકટર કચેરીના
તમામ કર્મચારીઓ અને અધિકારીઓ જાણી રહ્યા છે કે શ્રી જમન ફળદુની સાથે કયા કયા જમીન માફિયાઓ તેમજ કયા નેતાઓના સહકારથી જામનગરની અનેક જગ્યાઓમાં ગેરકાયદેસર કૃતિઓ આચરીને પોતાની મનમાની ચલાવીને કરોડો નહીં પરંતુ ખરબો રૂપિયાની કમાણી કરવા માટે અનેક પ્રકારની પેરવી કરી રહ્યા છે. પરંતુ સત્ય બહાર આવનાર છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી અને જ્યાં સુધી આ આખું કૌભાંડ અને આખો ભ્રષ્ટાચાર બહાર નહીં આવે ત્યાં સુધી અમારી સાચા અર્થમાં સાચી વ્યક્તિગત અમારા પોતાના નામ જોગ અરજી ફરિયાદને રજૂઆત થતી રહેશે તે વાત નક્કી છે.
જામનગર શહેરના જામનગર ગ્રામ્ય મોજે લાખાબાવળ કે જેનો સર્વે નંબર જુનો ૧૬૦ આવેલો છે અને આ જમીનને હાલ એકત્રીકરણ કરવામાં આવેલું છે. પ્રથમ જૂનો નંબર ૧૬૦, ૧૬૧, ૧૬૨ જુના સર્વે નંબરથી આ જમીન ઓળખાતી હતી અને હાલમાં આ જમીનનો ખેતીની જમીનનો માત્રને માત્ર જૂનો નંબર ૧૬૦ છે અને નવો નંબર ૩૨૧ થી ઓળખાય છે. તેમજ જુના સર્વે નંબર મુજબ સર્વે નંબર ૧૬૧, ૧૬૨ ની તમામ જમીનને પ્રથમથી એકત્રીકરણ કરીને તેમાંથી ખેતીની જમીન ૩૨૧ નંબરની જમીન ખેતી માટે રાખેલ અને બાકીની જમીન બિનખેતી કરવામાં આવેલ છે અને તે બિનખેતી જામનગર મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી અને કલેકટરશ્રી તરીકે પોતે ચાર્જ સંભાળેલ તે સમય દરમિયાન કરોડો રૂપિયાની લાંચ લઈ અને આ આખું કાંડ કરવામાં આવેલું છે. આ કાંડમાં સીઆઈડી તપાસ થયા બાદ પણ સીબીઆઈ તપાસ થવાને પાત્ર ગુનો બને છે. કારણકે આની અંદર અનેક પ્રકારના મોટા માથાઓ સંડોવાયેલા છે. આ કોઈ નાનું સુનું કૌભાંડ કે પ્રકરણ નથી. આ જમીન મૂડ માલિક લાખાબાવળ ગામના માનુ ભાઈ મોટાભાઈ પાસેથી હાથીભાઈ એવા ભાઈએ ખરીદ કરેલ છે અને ત્યારબાદ બિલ્ડર જમન ફળદુના પુત્ર જસ્મીન ફળદુએ આ જમીન કઈ રીતે ખરીદ કરેલ છે. તે ખૂબ મોટો વિષય અને મોટો વિષય અને મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આવા કયા અધિકારીએ પોતાની સત્તાનો દુર ઉપયોગ કરી અને કરોડો રૂપિયાની લાંચ લઈને આ આખું કાવતરૂ ગણીને એક સંપ આચરીને આટલું મોટું કૌભાંડ આચરવામાં આવેલ છે. તે ખૂબ ગંભીર બાબત છે અને જે તે સમયના સરપંચ દેવચંદ કેશવજી શાહ હતા. તે સમયે દરમિયાન આ જમીનનું વેચાણ લે વેચ કરવામાં આવેલ છે. કારણકે આ જમીન નારીયેલીનું વાવેતર કરવા માટે આ જમીન ફાળવવામાં આવેલ હોવા છતાં આ જમીન નવી શરતમાંથી જૂની શરતમાં કઈ રીતે ફરેલ છે. શ્રી સરકાર થયેલી જમીન આવા જ જમીન માફિયા વિરૂદ્ધ કઈ રીતે થયેલ છે તેની તપાસ થવા માટે અમારી આ રજૂઆત અને ફરિયાદ છે. સરકારે જે તે સમયે એટલે કે તારીખ ૨૫-૧૧-૧૯૮૯ થી સરકારે ખાલસા કરેલ હોવા છતાં આ કઈ રીતે યા કૌભાંડ અને કયા કારનામાઓ હાચવીને કોના દ્વારા ૨૦૨૦ થી ૨૦૨૩ માં કોને કોને આચરેલ છે. તે સીઆઈડી તેમજ સીબીઆઈ ઇન્કવાયરી થશે તો જ આખું કૌભાંડ અને આખું પ્રકરણ બહાર આવશે તે વાત નક્કી છે.
જામનગર ગ્રામ્ય લાખાબાવળ મોજેની નોંધ નંબર ૧૮૯૦ તારીખ ૦૮-૦૨-૨૦૦૬ થી લાખાબાવળ ગામના ખેડૂત હાથીભાઈએ ભાઈ ખેડ ખાતા નંબર ૪૬૦ થી માર્જિનમાં જણાવ્યા મુજબની ખેતીની જમીન ધરાવે છે. નાયબ કલેકટરશ્રી જામનગરના તારીખ ૨૫-૧૧-૧૯૮૯ ના હુકમ નંબર અપીલ નંબર ૧૫/૯૮/૯૯ થી સર્વે નંબર ૧૬૦, ૧૬૧, ૧૬૨ માં જૂની શરતમાં ફેરવવા હુકમ થઈ આવતા તથા હુકમ મુજબની આકારના ૬૦ પેટેની રકમ રૂા. ૬૭૦ ની પહોંચથી ભરવામાં આવેલા છે. આ રકમ ભરપાઈ કરતા તારીખ ૨૨-૧૨-૧૯૯૮ ના રોજ ભરપાઈ કરવામાં આવેલ રકમ ૭/૧૨ ના બીજા હુકમ જુની શરત બિનખેતી હેતુ માટે પ્રીમીયમને પાત્ર લખવા માટે દાખલ કરવામાં આવેલ છે.
જામનગર મોજે લાખાબાવળ ગામના સર્વે નંબર ૧૬૦, ૧૬૧, ૧૬૨ આવેલ રેકોર્ડનું પ્રાંત અધિકારીશ્રી કચેરી જામનગર ગ્રામ્ય પ્રાંતશ્રી રાજેન્દ્રસિંહ રાયજાદા પ્રાંત અધિકારી દ્વારા લાખાબાવળ રજીસ્ટર નં. ૯/૨૦૧૫ તારીખ : ૨૫-૦૨-૨૦૧૫ થી જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવેલ અને દિવસ ૩૦ માં લેખિત વાંધા અરજીઓ રજૂ કરવા માટે જણાવેલ અને જાહેર નોટિસના સમયગાળા દરમિયાન રજૂ થયેલ વાંધા અરજીઓ અન્વયે કરવા પાત્ર સુધારાઓ સાંકળી વધુ નવું રેકોર્ડ તૈયાર કરી મોકલવામાં આવેલ રીસર્વે સંબંધી તૈયાર થયેલ નવા રેકોર્ડની સો ટકા ખરાઈ મામલતદારશ્રી જામનગર ગ્રામ્ય દ્વારા કરવામાં આવેલ બાદ પ્રાંત અધિકારીશ્રી જામનગર ગ્રામ્ય, પ્રાંત અધિકારીશ્રી રાજેન્દ્રસિંહ રાયજાદા દ્વારા ચકાસણી કરી હુકમ નંબર જમીન સર્વે નંબર રજીસ્ટર નંબર ૬૭/૨૦૧૫ થી તારીખ : ૧૯-૦૫-૨૦૧૫ ના હુકમથી નવું તૈયાર કરેલ રીસર્વે સંબંધિતનું રેકોર્ડ પ્રમોગેશન કરી આખરી કરવામાં હુકમ કરવામાં આવેલ. જે મુજબ જુના નવા સર્વે નંબર ક્ષેત્રફળ આકાર કબજેદારની વિગતો અલગથી પત્રકમાં સામેલ છે. આ સાથે લાખાબાવળ ગામના સર્વે નંબર ૦ થી સર્વે નંબર
૯૩૪ એમ કુલ પાણીયા ૮૦૫ ના પ્રમોશનની નોંધ પાડવામાં આવેલ છે. આ નોંધ તમામ બાબતે તપાસ થવી જરૂરી છે એટલે સાચી હકીકત અને સાચી વિગતો બહાર આવનાર છે અને તેના અલગથી કાગળો અમો દ્વારા આ અરજી સાથે તમામ સાધનિક કાગળો તપાસ એજન્સીને સુપ્રત કરવાના છીએ.
જામનગર ડીએલઆર કચેરી દ્વારા તારીખ : ૧૦-૧૧-૨૦૧૭ થી એકત્રીકરણ કરવામાં આવેલ છે. આ એકત્રીકરણ ગેરકાયદેસર અને ખોટી રીતે કરવામાં આવેલ છે. એકત્રીકરણ કરનાર કર્મચારી ડીએલઆર અધિકારી માપણી કરનાર લાઈસન્સ ધારક તેમજ જવાબદાર અધિકારી એક સંપ કરીને આ ખૂબ મોટા પ્રમાણમાં કરોડો રૂપિયાની જમીનનું ખૂબ મોટું કૌભાંડ આચરવામાં આવેલું છે. તે તમામ જમીનના આધાર પુરાવા આ અરજીની સાથે અમો રજૂ કરીએ છીએ.
જામનગર ગ્રામ્ય તાલુકાના મોજે લાખાબાવળ ગામના ખેડૂત ખાતેદાર હાથીભાઈ એબાભાઈના ખાતા નંબર ૫૬૦ થી માર્જિનમાં જણાવેલ જમીન તેવોના ખાતે ચાલે છે. જે પૈકી હાથીભાઈએ ખાતા નંબર ૫૬૦ નું તારીખ : ૨૧-૦૫-૨૦૧૮ ના મરણ દાખલા નંબર ૧૩/૨૦૧૮ ના રોજ અવસાન થતાં તેમના સીધી લીટીના વારસદારો (૧) રાણીબેન હાથીભાઈ રાજાણી (૨) માણસુરભાઈ હાથીભાઈ રાજાણી (૩) હાંસીબેન હાથીભાઈ રાજાણી (૪) સાજણભાઈ હાથીભાઈ રાજાણી (૫) હરીશભાઈ હાથીભાઈ રાજાણીની નોંધ ૧૩૫-ડી મુજબની નોટિસ રજીસ્ટર એડી દ્વારા આપીને આ નોંધ મંજૂર કરવામાં આવેલ છે. ત્યારબાદ ઉપર મુજબના સર્વે નંબર વાળી જમીન નોંધ નંબર ૨૭૧૪ તારીખ : ૨૭-૦૩-૨૦૧૯ ના રોજ ખેતીની જમીનનું રજીસ્ટર દસ્તાવેજ બાજુમાં બતાવેલ સર્વે નંબરવાળી જમીનનું જેનું ક્ષેત્રફળ સર્વે નં. ૩૨૧ આવેલ છે તે નોંધ કરનાર કર્મચારી અધિકારીની સંપૂર્ણપણે જવાબદારી બને છે અને આ તપાસમાં પ્રમાણિત કરનાર સીઓ કગથરા પોતે પણ જવાબદાર છે કે તેઓએ તારીખ : ૦૩-૦૫-૨૦૧૯ ના રોજ આ નોંધ મંજૂર કયા આધારે કરવામાં આવેલ છે તે ખૂબ મોટો વિષય ઉભો થનાર છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
જામનગર ગ્રામ્ય લાખાબાવળ ગામની જૂના સર્વે નંબર ૧૬૦, ૧૬૧, ૧૬૨ વાળી જમીન ખાતેના કબજેદાર ખાતા નંબર ૫૬૦ ના એક થી પાંચ નંબરના નવા કબજેદારના નામે ચાલે છે. જે જમીન તેમને તારીખ : ૨૭-૦૩-૨૦૧૯ ના રોજ રજીસ્ટર દસ્તાવેજ નંબર ૨૪૪/૨૦૧૯ થી માર્કેટ વેલ્યુ રૂપિયા ૧,૦૫,૯૪,૧૦૦/- માં વેચાણ આપેલ છે અને ખરીદનાર જામનગર તાલુકાના ચંદ્રગઢ તાલુકો જામનગર ગ્રામ્યના ખાતેદાર ખાતા નંબર ૧૫૦ સર્વે નંબર ૨૫૦ જસ્મીન જમનભાઈ ફળદુ એ ખેતીની જમીન ધારણ કરેલ છે અને તેઓએ ૨જીસ્ટર વેચાણ દસ્તાવેજના આધારે વેચાણ આપનારનું નામ કમી કરાવી અને તેઓએ પોતાનું નામ લેનારે દાખલ કરવા નોંધ કરી છે. જે પોતે આ જમીન ન લઈ શકે તેમ છતાં તેઓ દ્વારા સરકારની સાથે કાવતરૂ રચીને પ્રશાસન તંત્રને કરોડો રૂપિયાની લાંચ આપીને આ આખું એક કાવતરૂ રચવામાં આવેલ છે. ત્યારબાદ જામનગર ગ્રામ્ય તાલુકાના મોજે લાખાબાવળ ગામના ખેડૂત ખાતેદાર જસ્મીન જમનભાઈ ફળદુના ખાતા નંબર ૭૯૦ થી માર્જિનમાં જણાવેલ જમીન તેઓના ખાતે ચાલે છે આ જમીન ઉપર hdfc બેંકની લાલ બંગલોમાંથી અંકે રૂપિયા ૬,૧૫,૦૦,૦૦૦/- નું ધિરાણ મેળવતા તારીખ : ૦૧-૦૮-૨૦૨૦ ના એકરાર નામા અને અરજીના આધારે જ જમીન તારણોમાં મુકતા ગામ નમુના નંબર સાતમાં બોજો હકમાં નોંધ પણ દાખલ કરવામાં આવેલ છે. આ જમીન ગ્રામ્ય તાલુકાના મોજે લાખાબાવળ ગામના ખેડૂત ખાતેદાર જસ્મીન જમનભાઈ ફળદુના ખાતા નંબર ૭૯૦ થી માર્જિનમાં જણાવેલ જમીન તેઓના ખાતે ચાલે છે. જમીન ઉપર બેંકની લોન એટલે કે બોજો દાખલ કરવામાં આવેલ છે. આ ધિરાણ ૭/૧૨, ૮/એ માં નોંધ પણ પાડવામાં આવેલ છે. જે જમીન બાબતે આખું એક પ્રકારે કૌભાંડ આચરવામાં આવેલું છે અને તેના તમામ આધાર પુરાવા અમો દ્વારા આ અરજીની સાથે રજૂ કર્યા છીએ. આ ગંભીરતાપૂર્વક તપાસ થવી જરૂરી છે આ ખૂબ લંબાણપૂર્વકનું કાયદાની આંખમાં ધૂળ ચોપીને કાવતરૂ રચવામાં આવેલું છે. આવું બીજી વખત આવા જ જમીન માફિયાઓ બિલ્ડરમાં ન કરે તે માટે અમારી કડકમાં કડક રજૂઆત છે અને સરકાર દ્વારા પણ કડકમાં કડક તપાસ થવી જરૂરી છે.
જામનગરના બિલ્ડરશ્રી જમનભાઈ ફળદુના પુત્ર એ સર્વે નંબર બ્લોક નંબર ૩૨૧ ખાતા નંબર ૭૯૦ ક્ષેત્રફળ ૪૫,૬૬૪.૦૦ ચોરસ મીટર માટે અરજદાર પોતે જ જસ્મીન જમનભાઈ ફળદુ એ તારીખ : ૧૬-૧૨-૨૦૨૨ ના રોજ ઓનલાઇન અરજી કરતાં નવી અને વિભાજય શરતની જમીન માટે બિનખેતીના હેતુ માટે પ્રીમિયમ ભરવાની મંજૂરી તથા બિનખેતી પરવાનગી મેળવવાની અરજી અને અરજદારે પોતે બિનખેતી રહેણાંક હેતું માટે પ્રીમિયમની રકમ રૂપિયા ૮૪,૭૫, ૨૩૮/- સરકારશ્રીમાં જમા કરાવેલ છે. આ અંગે જિલ્લા કલેકટરશ્રી જામનગરના તારીખ : ૨૧-૦૩-૨૦૨૨ ના રોજ હુકમ ક્રમાંક ૯૪/૧૦/૦૩/૦૪૫/૨૦૨૨ થી સદર જમીને બિન ખેતી માટે જૂની શરતમાં ફેરવવા હુકમ કરવાથી નોંધ કરી છે. આ કલેકટરે એક પણ પ્રકારની ચકાસણી કર્યા વગર પોતાનું હિત સમાયેલ છે અને પોતે લાંચ લઈને આ આ આખું કાવતરૂ કલેકટર એ પોતે પોતાના માથે લઈને તેઓને અધિકારીઓ અને કર્મચારીઓને બાનમાં લઈને આ આખું એક કૌભાંડ આચરવામાં આવેલ છે અને કૌભાંડ આચરનાર પિતા-પુત્ર જમન ફળદુના પુત્ર જસ્મીન ફળદુએ જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ ની કલમ હેઠળ પણ દિન ખેતી પરવાનગી મેળવવા તારીખ : ૧૬-૦૨-૨૦૨૨ ના રોજ ઓનલાઈન અરજીથી માંગણી કરતા જામનગર કલેકટરશ્રી તારીખ : ૨૧-૦૩-૨૦૨૨ ના હુકમ ક્રમાંક ૯૪/૧૦/૦૩/૦૪૫/૨૦૨૨ મુજબ બિનખેતી હેતુ માટે હુકમમાં જણાવેલ શરતોને આધીન મંજૂરી આપવામાં આવેલ છે અને તેની નોંધ નંબર ૨૮૭૭ થી જે તે કલેકટરે આ કૌભાંડ આચરીને જમીન માફિયાને જમીન પધરાવી દીધેલ છે અને સરકારને ખૂબ મોટું નુકસાન કરાવેલ છે.
જે તે સમયના જામનગર કલેકટર દ્વારા વિશેષધારો દર ચોરસ મીટર માત્ર ૩૦ પૈસા મુજબ વાર્ષિક રૂા. ૧૩,૬૯૯/- રૂપાંતરણ કર દર ચોરસ મીટર બે પૈસા મુજબ ૯૧,૩૨૮/- લોકલ ફંડ દર ચોરસ મીટર ૧૫ પૈસા મુજબ રૂા. ૬,૮૫૦/- શિક્ષણ ઉપકર દર ચોરસ સેન્ટીમીટર મુજબ ૮ પૈસા મુજબ વાર્ષિક ૩,૪૨૫/- રૂપિયા તથા માપણી ફી રૂા. ૧,૮૦૦/- જમા કરાવવામાં આવેલ છે. આ રકમ જોતા કલેકટરએ કેટલીક આવા ભ્રષ્ટાચારી અને કૌભાંડી બિલ્ડર સાથે રહેમ દ્રષ્ટિ રાખીને કઈ પ્રકારે અનેક કુલ કેટલા રૂપિયામાં જમીન પધરાવી આપેલ છે. તે આ આખું પ્રકરણ ખુલતા વધુ અનેક કાંડ બહાર આવનાર છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી અને જ્યાં સુધી આ તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમારી સાચા અર્થમાં અને સાચી રજૂઆત સાચી ફરિયાદ અમુક કરતા રહીશું.
જે તે સમયના જામનગર કલેકટર, અધિક કલેકટર, પ્રાંત અધિકારી, મામલતદાર દ્વારા તેમજ ડીએલઆર કચેરીના અધિકારીઓ એકત્રીકરણના અધિકારીઓ તેમજ માપણી લાયસન્સ ધારક વિરૂદ્ધમાં ફોજદારી રહે કાર્યવાહી કરીને કડકમાં કડક સજા થવી જરૂરી છે
અને આ જમીન ફરીથી પરત શ્રી સરકાર થવા અમારી આ૫ સાહેબને લેખિત વિનંતી છે. જેથી કરીને સરકારની તિજોરીને નુકસાન થતું અટકી જાય આ જમીન શ્રી સરકાર થવાથી સરકારને અંદાજે કરોડો રૂપિયાનો બેનિફિટ રહેનાર છે અને અમો તેના માટે જ આ સાચા અર્થમાં સાચી રજૂઆતો કરી રહ્યા છીએ કે જેથી સરકારને નુકસાન થતું અટકી શકે.
જામનગરના કહેવાતા બિલ્ડર અને જામનગર ગ્રામ્ય તાલુકાના મોજે લાખાબાવળ ગામના ખેડૂત ખાતેદાર જસ્મીન જમીનભાઈ ફળદુ એ માર્જિનમાં જણાવેલ સર્વે નંબરની જમીન ઉપર રહેલ બોજો રદ કરવા માટે અરજી કરેલ અને hdfc લાલ બંગલોમાંથી તારીખ : ૧૧-૧૦-૨૦૨૨ ના દાખલા અને અરજીની અરજદારના આધારે બોજો મુક્તિ માટે નોંધ પાડવામાં આવેલ હતી. એટલે કે આ સ્પષ્ટપણે જણાઈ આવેલ છે કે આ બોજો શું કારણથી અને કયા કારણથી ટૂંકા સમય માટે લેવામાં આવેલ છે. કારણકે ખેતીની જમીન પ્રથમ દ્રષ્ટિએ પોતાના નામે એક પણ પ્રકારની ક્ષતિઓ આવતી અટકે નહીં અને તે માટે કે પોતે બિનખેતી કરાવે ત્યાં સુધી જમીનમાં બોજો પડાવી દેવાથી તેઓને વધુ સરળ બની રહે અને આ જમીન રેગ્યુલર અને કાયદેસર છે. તેવું પોતે અનેક અધિકારીઓની સૂચના મુજબ આ આખું એક પ્રકારે કાવતરૂ રચવામાં આવેલ છે. આ જમીન માત્રને માત્ર ત્રણ સર્વે નંબર પૈકી બિનખેતી તેમજ એકત્રીકરણ કરવામાં આવેલ છે. આ માત્રને માત્ર એક જ એટલે કે એક થી ત્રણ સર્વે નંબર એટલે કે ૧૬૦, ૧૬૧, ૧૬૨ સર્વે નંબરનું માત્ર ને માત્ર ખૂબ નાનું કૌભાંડ છે. જમનભાઈ ફળદુ તેમજ તેમના પુત્ર દ્વારા અનેક પ્રકારના બાંધકામમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડો આચરેલા છે. તેઓને છેલ્લા બે વર્ષના મોબાઈલના કોલ ડીટેલ કાઢવાથી તેઓની સાથે કોણ કેટલા લોકો સંકળાયેલા છે અને તેઓ કઈ પ્રકારની વૃતિ ધરાવતા વ્યક્તિઓ છે તેની આખી તમામ વિગતો ગુજરાત સરકારની તપાસ એજન્સીઓને ખૂબ સહેલાઈથી મળી જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
જામનગરના કહેવાતા જ બિલ્ડર જમન ફળદુ તેમજ તેઓના પુત્ર વિરૂદ્ધમાં લેન્ડ ગ્રેબિંગ તેમજ ગુજસીટોક જેવો ગુનો બનતો હોવા છતાં વિભાગના અનેક અધિકારીઓ તેમજ નેતાઓ આવા બિલ્ડર અને જમીન માફિયાઓને કેમ છાવરવામાં આવે છે તે ખૂબ મોટી નવાઈની વાત છે. આવા બિલ્ડરોની સાથે રહેનારા હોય થોડું વિચારવું જોઈએ. કારણકે આજે દિન પ્રતિદિન જામનગરની પ્રગતિ ગુજરાત સરકાર તેમજ ભાજપની સરકારમાં અનેક પ્રકારના વિકાસના કામો થઈ રહ્યા છે અને તે દરમિયાન આવા કૌભાંડી અને ભુમાફિયાઓ દ્વારા આવું કરવામાં આવશે તો ખૂબ ચિંતાનો વિષય છે. ઉપરોક્ત મારી તમામ રજૂઆતને ગંભીરતાથી લેવા મારી આપ સાહેબને વિનંતી છે કારણકે આ રજૂઆત કરનાર હું પોતે જ મારા નામ જોગ જ અરજી કરેલ છે જેની હું પોતે ખાતરી આપું છું.
જામનગરના નામાંકિત કહેવાતા જમન ફળદું દ્વારા ચેલા ગામના સર્વે નંબર ૭૦૮ તથા ૭૦૯ ની નોંધ નંબર ૩૮૮૨ તથા ૩૮૮૩ જમન શામજી ફળદુ પોતે ચેરમેન જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઈન્ફ્રાસ્ટ્રકચર ફાઉન્ડેશનની નોંધ તદ્દન ગેરકાયદેસર હોવા છતાં પોતે પોતાની વગરનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે ખૂબ મોટા પ્રમાણમાં પોતાની સત્તા અને પોતાને પૈસાના જોરે અનેક લોકોના છાપરા બેસાડી દઈએ તેવું મોટા પ્રમાણમાં કૃત્ય આચરવામાં આવેલું છે. આ જગ્યામાં કોઈ કલ્પી ન શકે એટલા કરોડ રૂપિયાનું કૌભાંડ છે. તેમ છતાં જામનગરના મોટા કહેવાતા નેતાઓ મોટા કહેવાતા અધિકારીઓ, આઈએએસ, કલેકટર કચેરી તેમજ જીઆઇડીસીના જવાબદાર અધિકારીઓને, પદાધિકારીઓ દ્વારા એક પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવેલી અને આ કૌભાંડ કોઈ નાનુંસુનું નથી. તપાસ દરમિયાન આ આખું કૌભાંડ બહાર કઈ રીતે આવશે તેની વિગતો દિન પ્રતિદિન જામનગરની પ્રજા તેમજ સરકાર જોતી રહી જશે તે વાત નક્કી છે.
ચેલા ગામના સર્વે નંબર ૭૦૮ તથા ૭૦૯ ની જે નોંધ પડી ત્યારે સર્વ નંબર ૭૦૮ તથા ૭૦૯ જીઆઈડીસીના સંપાદનમાં હતી. તેથી આવી નોંધ પડી ન શકે તેમ છતાં જે તે વખતના નાયબ કલેકટર દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડ આચરવામાં આવેલ છે. સરકાર તથા જીઆઈડીસીને અંધારામાં રાખી ટેકનિક અપનાવી અને પોતે ક્રિમિનલ માઈન્ડ ધરાવીને આ ખોટી નોંધ પાડેલ છે. તે આખું કૌભાંડ તપાસ દરમિયાન બહાર આવનાર છે તે વાત નક્કી છે.
જામનગર ગ્રામ્યના મામલતદાર અને જમન શામજી ફળદુની સાઠગાઠના કારણે મામલતદાર, કલેકટર, ડેપ્યુટી કલેકટર તેમજ ભ્રષ્ટ અધિકારીઓની આખી એક ચેનલ ઉભી કરીને જમન શામજી ફળદુ સાથે તમામ અધિકારીઓએ મિલાપીપણાથી આવી નોંધ
પાડવામાં મદદગારી કરનાર તમામ કર્મચારી અધિકારીઓ અને માફીયાઓ વિરૂદ્ધ સખતમાં સખત કાર્યવાહી થવી જરૂરી છે. નહીંતર દિન પ્રતિદિન આવા ભ્રષ્ટાચારો જામનગર શહેર તેમજ જિલ્લામાં થતા રહેશે અને જામનગરની પ્રજા પીલાતી રહેશે. કારણકે જીઆઈડીસી એ આ જમીન તારીખ : ૩૦-૦૯-૧૯૯૯ થી સંપાદનમાં લઈ લીધેલ છે જેને હાઈકોર્ટ પણ માન્યતા ગણેલ છે. તેમ છતાં જમન ફળદુ એ પોતે પૈસાના જોરે આ આખું કાવતરું પોતે અને તેમના સાથીદારો દ્વારા રચવામાં આવેલ છે. આ કેસ હાઇકોર્ટ સુધી પહોંચ્યો ત્યાં સુધી જામનગર કલેકટર, નાયબ કલેકટર, મામલતદાર, જીઆઈડીસીના અધિકારીઓએ ભ્રષ્ટાચારી, કૌભાંડી, જમીન માફિયા જમન ફળદુને રોકવામાં આવેલ નથી અને વધુને વધુ સહયોગ આપવાથી જમીન ફળદુ દિન પ્રતિદિન પોતાનું કદ વધતું ગયું છે અને આ કૌભાંડ આખું આચરવામાં જમન ફળદુ સફળ બન્યા છે. પરંતુ તેઓને ખબર નથી કે જામનગર શહેર તેમજ જિલ્લાની પ્રજા ખૂબ જાગૃત છે. પરંતુ તેમનાથી ડર ભયના કારણે એક પણ નેતા તેમજ એક પણ જવાબદાર જાહેર જીવનના પ્રજાહિતના કાર્યકર્તા સંસ્થાઓના જવાબદાર દ્વારા એક પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને જે તે લોકોએ રજૂઆત અને કાર્યવાહી કરેલ છે. તેઓની આ રજૂઆત અને ફરિયાદ અને દબાવી દેવામાં આવેલ છે અને રજૂઆત કરનારને અનેક વખત ધાક-ધમકીઓ પણ આપવામાં આવેલ છે.
જામનગરના પ્રખ્યાત બિલ્ડર જમન શામજી ફળદુ અને ઈસ્માઈલ મર્ચન્ટ જામનગરની સિવિલ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટને સત્ય હકીકતો અનેક રીતે જુદી જુદી અરજીઓ કરીને તથા સરકારને છેતરેલ છે અને હાઈકોર્ટ તેમજ સેશન્સ કોર્ટ સાથે પણ ચેડા કરવામાં આવેલા છે અને સાચી હકીકતો છુપાવવામાં આવેલ છે. આ તમામ હકીકતો ગુજરાત હાઇકોર્ટને ધ્યાન પર આવતા આ બાબતે ગુજરાત હાઇકોર્ટના જજશ્રીએ સખતમાં સખત વલણ દાખવી જન્મ શામજી ફળદુ તથા ઈસ્માઈલ મર્ચન્ટ પર ખૂબ જ ગંભીર રીતે ગુજરાત હાઇકોર્ટ ગુસ્સે થયેલ છે અને ફોજદારી ફરિયાદ કરવાનો હુકમ તથા જરૂર જણાય તો સીબીઆઈ કે ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવાનું હુકમ કરેલ હોવા છતાં જામનગર કલેકટર દ્વારા હજુ સુધી એક પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી આ ખૂબ ગંભીર બાબત છે અને ગુજરાતમાં કદાચ આવા જમીન માફિયાઓ વિરૂદ્ધમાં હાઈકોર્ટ આકરૂ વલણ અને સાચા અર્થમાં આવું વલણ અપનાવેલ છે. તે જામનગરની પ્રજાની હિત અને સરકારની તિજોરીને નુકસાન થતું અટકાવવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરાહનીય કાર્યવાહી કરવામાં આવેલ છે. જે નોંધ અને પાત્ર આવી કાર્યવાહી આવા જમીન માફિયા વિરૂધ્ધ થતી હોય છે. પરંતુ જામનગર પ્રશાસન તંત્ર દ્વારા, કલેકટર કચેરી દ્વારા જમન ફળદુ વિરૂદ્ધમાં એક પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવેલ. જે હવે અત્યારના નવા કલેકટર દ્વારા આ કાર્યવાહી થનાર છે તે વાત નક્કી છે.
જે તે સમયના જામનગર કલેકટરે આ આખું પ્રકરણ દબાવવા તથા બંધ કરવા માટે કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર કરેલ છે અને ગેરકાયદેસર રીતે હાલ તાજેતરમાં આ વિવાદ વાળી જમીન ખેતી કરી આશરે ૨૫૦ થી ૩૦૦ કરોડ રૂપિયાનું જીઆઈડીસીની સંસ્થાની જમીન હડપ કરી જવા માટેનું આ મસ્ત મોટું કૌભાંડ છે. આ કૌભાંડ બહાર આવવાથી અનેક ગરીબ લોકોની આતરડી ઠરવાની છે અને આ જમીન પરત જે સ્થિતિમાં હતી તે સ્થિતિમાં પરત લાવવા માટે ગુજરાત સરકારે હવે કમર કસવાની જરૂર છે. નહીંતર આ કરોડો ખરબો રૂપિયાની જમીન પરત આવા માફિયાઓના મોઢામાંથી કાઢવી ખૂબ અઘરી લાગશે અને મયુર નોન ટ્રેડિંગ તથા જામનગર ઈન્ડસ્ટ્રીયલ ઈન્ફ્રાસ્ટ્રકટર ફાઉન્ડેશનના નામથી બોગસ કંપની ઉભી કરવામાં આવેલ છે અને આશરે ૨૩૫ જેટલા પ્લોટો હોલ્ડરોને સર્વે નંબર ૭૦૮ તથા ૭૦૯ માં નકશા બનાવી ગેરકાયદેસર રીતે જુદા જુદા પ્લોટ હોલ્ડરોને અને ૧૯૯૯ દરમિયાન ૧૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર આ ફાઈલો બનાવીને સદર જમીન ઇસ્માઈલ મર્ચન્ટ તથા જમન શામજી ફળદુએ વેચી નાખી છે. જે તે વખતે પાસાના હુકમ પણ થયેલા પણ રાજકીય ગોડફાધર અને તેઓને કહેવાતા અનેક ભાગીદારોના કારણે સમગ્ર થઈ ગયેલ છે. પરંતુ આ શામજી ફળદુએ વેચી નાખી છે. જે તે વખતે પાસાના હુકમ પણ થયેલા પણ રાજકીય ગોડફાધર અને તેઓના કહેવાતા અનેક ભાગીદારોના કારણે સમગ્ર થઈ ગયેલ છે. પરંતુ આ આખું પ્રકરણ ખોલવાને પાત્ર છે અને હવે જો કોઈ સફેદ કપડાં પહેરનાર લોકો બચાવવા મેદાને ઉતરશે તો તેની પણ તમામ પ્રકારની જવાબદારી રહેશે અને તેઓ સરકારની સાથે રહે છે એટલે તેનો અર્થ એવો નથી કે સરકારની તિજોરીને ખૂબ નુકસાન કરવા માટે તેઓને પ્રજાએ ચુંટી કાઢયા છે. ઉપરોક્ત આખું કોભાંડને રફેદફે કરવા ગુજરાત હાઇકોર્ટમાં અને કલેકટર કચેરીમાં બચવા માટે ત્રણથી ચાર રીટ પીટીશનો કરવામાં આવેલી અને હાઈકોર્ટને આ આખું કૌભાંડ જણાતા તમામ અરજીઓ ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવેલ છે. આ આખા પ્રકરણને હાઈકોર્ટ દ્વારા આ પ્રકરણ ધ્યાન પર આવતા આકરો દંડ જે તે વખતે રૂપિયા ૧,૫૦,૦૦૦/- નો દંડ જમન ફળદુ તથા ઇસ્માઈલ મર્ચન્ટ વિરૂદ્ધમાં જીઆઈડીસી તથા સરકારને છેતરવા અંગે દંડ સજાનું હુકમ કરેલ હોવા છતાં આજની તારીખ સુધી આ હુકમ યથાવત છે. આવી કાર્યવાહી જાણી જોઈએ અને જે તે સમયના કલેકટર એ કરવામાં આવેલ નથી. કારણકે કલેકટરની ભાગીદારી હોવી જોઈએ અથવા તો કરોડો રૂપિયાની લાંચ લીધેલ હોય તો જ આવી કાર્યવાહી ન કરી શકે. હવે પછી અત્યારના નવા કલેકટર વિના સંકોચે પોતાની સત્તાની રૂએ આ કાર્યવાહી કરવાના છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
ચેલા ગામના સરવે નંબર ૭૦૮ તથા ૭૦૯ ની નોંધ નંબર ૩૮૮૨ તથા ૩૮૮૩ ની જમીન જમન ફળદુ ચેરમેન જામનગર ઈન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રકચરની આ આખા જમીન કૌભાંડમાં જિલ્લા કલેકટર, જામનગર જીઆઇડીસીના અધિકારીઓ જમન ફળદુ ઈસ્માઈલ મર્ચન્ટની મહત્વ ભૂમિકા અને મુખ્ય આરોપી હોવા છતાં હજુ સુધી જામનગર કલેકટર કચેરી તેમજ પ્રશાસન તંત્ર તેમજ ગુજરાત સરકાર દ્વારા કોઈ ગંભીર પ્રકારની કાર્યવાહી કરેલ નથી. તે બાબતે સખતમાં સખત કાર્યવાહી થવી જરૂરી છે. જેથી વધુ આગળ કાર્યવાહી કરવામાં અમોને સરળતા રહે અને આ આખું કૌભાંડને બહાર લાવવો તે કોઈ નાની સુની વાત નથી. જેથી અમો એક પ્રકારની સાચા અર્થમાં સાચી હિંમત કરીને આવા ભૂમાફીયા વિરૂદ્ધમાં નિસ્વાર્થ ભાવે એક પણ પ્રકારના ડર ભય વગર સાચા અર્થમાં સાચી રજૂઆત ગુજરાત સરકારને કરી રહ્યા છે અને અમોને ગુજરાત સરકાર તેમજ હાલની જામનગર કલેકટર કચેરીના કલેકટરશ્રી તેમજ અધિક કલેકટર ઉપર ખૂબ જ વિશ્વાસ છે કે તેઓ દ્વારા સારી અને સાચા અર્થમાં કાર્યવાહી કરનાર છે.
જામનગર જીઆઇડીસી માં સર્વે નંબર ૭૦૮ તથા ૭૦૯ ના આ આખા જમીન કૌભાંડની જાણ થતા ગુજરાત હાઈકોર્ટે સીઆઈડીને તપાસ સોંપવાનું કલેકટરને આદેશ કરેલ છે. પરંતુ કલેકટર એ કોઈ ક્રિમિનલ એકશન લીધા નથી અને સદર જમીન ખેતી કરી ૨૦૦ થી ૩૦૦ કરોડ રૂપિયાની જમીન જીઆઇડીસીની જમીન હડપ કરી જવા માટે અને છીનવી લેવા માટે જમન શામજી ફળદુને સોંપી આપેલ છે. આ જમન સામજી ફળદુ વિરૂદ્ધ સખતમાં સખત કાર્યવાહી થવી જરૂરી છે. તેમજ આ જમીન સંપાદનમાં બાઉલ હોવા છતાં ૧૯૯૭ થી ૧૯૯૯માં સર્વે નંબર ૭૦૮ તથા ૭૦૯ માં મયુર નોન ટ્રેડિંગના નામે નોંધાયેલ ૨જીસ્ટર વેચાણ કરારની તપાસ કરવામાં આવે તો ૨૩૫ જેટલા ૧૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર વાળી ફાઈલો કરી નાના અને શ્રમજીવી મજૂર વર્ગના લોકોને આ પ્લોટની જ વહેંચણી કરવામાં આવેલ છે અને જે તે સમયે આ પ્લોટ મોટી રકમ મેળવીને તાજેતરમાં ૨૦૨૧-૨૨ માં જમન શામજી ફળદુને નામે બિનખેતી કરેલ છે એટલે જમન ફળદુએ પોતે હવે જૂની ફાઈલો ૧૦ રૂપિયાના સ્ટેમ્પથી આપેલ છે. તે ફાઈલોની શ્રમજીવી અને ગરીબ લોકો પાસે ધાક ધમકીઓ આપીને ઓછા પૈસા આપીને ગેરકાયદેસર રીતે તમામ ફાઈઓની ઉઘરાણી કરી રહ્યા છે. તેની પણ તપાસમાં ખૂબ મોટી વિગતો બહાર આવનાર છે. અમો દ્વારા પણ આ ૧૦ રૂપિયાના સ્ટેમ્પ વાળી ફાઈલો શોધીને તપાસ એજન્સીઓને સુપ્રત કરવાના છીએ. જેની અમુક હકીકત આપ સાહેબને જણાવીએ છીએ.
ચેલા ગામના સર્વે નંબર ૭૦૮ તથા ૭૦૯ તારીખ ૩૦-૦૯-૧૯૯૯ થી જીઆઈડીસી એ સંપન્ન કરેલ છે. તેમ છતાં જમન શામજી ફળદુ એ ૨૦૦૧ માં આ જમીનનો દસ્તાવેજ કરાવેલ છે તેની મામલતદાર ડેપ્યુટી કલેકટર અને જીઆઈડીસીના મેનેજરને આ હકીકતની જાણ હોવા છતાં મોટો આર્થિક તોડ કૌભાંડ ભ્રષ્ટાચાર કરીને રેકોર્ડ ઉપર કૌભાંડ આચરેલ છે. જેની નોંધ ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ લેવામાં આવેલ હોવા છતાં એક પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. આ જમીનમાં સ્પેશિયલ સિવિલ દાવા નંબર ૧૪૮/૧૯૯૬ માં કન્સલ્ટ ડિક્રી મયુર નોન ટ્રેડિંગ અને જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઈન્ફ્રાસ્ટ્રકચર ફાઉન્ડેશન હાઈકોર્ટે માન્ય ગણેલ નથી અને તારીખ ૨૩-૦૯-૨૦૧૫ થી આરોપીઓને તથા તેના વકીલશ્રીની ફરિયાદ કરવાની આ ટીકા કરવામાં આવી છે. જેની ગુજરાત સરકારે નોંધ લીધી છે એટલે કે આ આખું કૌભાંડ, કાવતરૂ રચીને ઘડવામાં આવેલું છે. આ આખા કૌભાંડ બાબતે કાયદેસરની કાર્યવાહી થવી જરૂરી છે. નહીંતર આવતા દિવસોમાં દિન પ્રતિદિન વધુને વધુ નુકસાન થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી અને જો આ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમો દ્વારા ઉચ્ચ કક્ષાએ સાચા અર્થમાં સાચી રજૂઆત કરવાની ન છૂટકે જરૂર ૫ડશે.
જામનગરમાં જમીન માફિયા વિરૂદ્ધમાં જો દિન ૩૦ માં સખતમાં સખત કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમારા દ્વારા અમારા પોતાના નામ જોગ દિલ્હી સુધી જઈને કેન્દ્રીય ગૃહ પ્રધાનશ્રી તેમજ દેશના વડાપ્રધાનશ્રી તેમજ સીબીઆઈ માં અમારી અરજી અને ફરિયાદ દાખલ કરવાની ન છૂટકે ફરજ પડશે જેની ગંભીરતા લેવા આપ સાહેબને અમારી વિનમ્રતાપૂર્વક વિનંતી છે આ ખૂબ ગંભીર ગુનો બનેલ છે. આ બાબતે ગુજરાત સરકાર તેમજ ગુજરાત સરકારની તપાસ એજન્સીઓ દ્વારા સખતમાં સખત કાર્યવાહી કરવી જરૂરી છે. નહીંતર આવતા દિવસોમાં આવા અનેક પ્રકારના ભ્રષ્ટાચાર થતા રહેશે તેવી મારી આપ સાહેબને વિનંતી છે. અમો માત્રને માત્ર ગુજરાત સરકારની સાથે રહીને ગુજરાત સરકારની સાથે છેતરપિંડી કરનારાઓ ભૂમાફીયાઓ, કૌભાંડી, ભ્રષ્ટાચારીઓ વિરૂદ્ધમાં મુહિમ ચલાવી રહ્યા છે અને અમુક એક પણ પ્રકારના આર્થિક ભારણ વગર અમે સાચા અર્થમાં સાચી રજૂઆત કરવા માટે અમો સક્ષમ છીએ જેની અમો ખાતરી આપીએ છીએ. આ બાબતે જ્યાં અમારી રૂબરૂ તથા લેખિતમાં જરૂરિયાત પડશે ત્યાં અમો તપાસ એજન્સીની સાથે અમો પોતે સંપૂર્ણપણે સહયોગ આપીશું જેની અમો પોતે ખાતરી આપીએ છીએ.
જામનગર જીઆઇડીસી ચેલા ગામના સર્વે નં. ૭૦૮ તથા ૭૦૯ પૈકીના પ્લોટ જમીન તારીખ : ૦૮-૦૮-૧૯૯૫ ના રોજ મયુર નોન ટ્રેડિંગ કોર્પોરેશન જામનગર ઉપપ્રમુખ રાઈદે વેરશી ગઢવી રે. માસ્તર સોસાયટી, જામનગરનાઓ દ્વારા ખરીદનાર વરસી જેઠા ધૂળિયા ધંધો: મજૂરી, રહેવાસી રામપર તાલુકો લાલપુર જીલ્લો જામનગરનાઓને તારીખ: ૦૮-૦૮-૧૯૯૫ માં શ્રી મયુર નોન ટ્રેડિંગ કોર્પોરેશન રજીસ્ટ્રેશન નંબર ૧૨૬૩, તારીખ ૦૮-૧૦-૧૯૮૬ માં ૨જીસ્ટર નંબર ૧૮૪ થી રૂપિયા ૪,૫૬૦/- લેખે આ પ્લોટનું વેચાણ થયેલ છે. આવા અનેક ગરીબ અને મધ્યમ વર્ગના મજુરોને ગેરકાયદેસર રીતે રૂા. ૧૦/- ના સ્ટેમ્પ ઉપર નોટરી કરીને ૨૦૦ થી ૨૭૦ ગરીબ લોકોને આવી રીતે ગેરકાયદેસર રીતે જમીન પ્લોટ પધરાવી દેવામાં આવેલ છે અને હાલમાં તે તમામ પ્લોટના કાગળો બિલ્ડર જમન શામજી ફળદુ દ્વારા ઉધરાવવામાં આવેલ છે. આ ગેરકાયદેસર રીતે કૃત્ય આચરેલ છે અને આવી જમીન પ્લોટ એક વખત વેંચાણ થઈ ગયેલ હોય અને તે જમીન પરત મેળવ્યા બાદ જ બિનખેતી દસ્તાવેજ થઈ શકે પરંતુ જમન શામજી ફળદુએ પોતે પૈસાના જોરે અને રાજકીય વગના કારણે આ આખું કૃત્ય આચરવામાં આવેલ છે. આ આખા પ્રકરણ બાબતે જમીન કૌભાંડનું લેન્ડ ગ્રેબીંગ તેમજ છેતરપીંડી, ધાકધમકી તેમજ તપાસમાં વધુ બહાર આવ્યા બાદ આવા ભ્રષ્ટ જમીન માફીયાતપાસ એજન્સીએ જંપલાવીને કાયદાકીય કાર્યવાહી કરવી અતિ જરૂરી છે. તેમ છતાં આ તમામ વેચાણ થયેલ મિલકતો બિલ્ડર જમન શામજી ફળદુ દ્વારા લેનાર લોકોને દબાવી ધમકાવીને પરત જમીન લઈ રહ્યા છે. ખરેખર આ એક વખત જમીન વેચાણ થઈ ગયેલ હોવા છતાં દસ્તાવેજ પણ ન થઈ શકે અને બિનખેતી પણ ન થઈ શકે તેમ છતાં આ જમીન માફિયા દ્વારા આવા જ કૃત્ય આચરવામાં આવેલ છે આ ખૂબ ગંભીર બાબત છે.
સહી કરનાર :કિશોર નથવાણી
અરજીની સાથે બિડાણ :
(૧) બિનખેતી થયેલના હુકમની નકલ તેમજ તમામ સાધનિક કાગળોની નકલ.
(२) લાખાબાવળ ગામની જમીનના જુના સરવે નંબર ૧૬૦, ૧૬૧, ૧૬૨ ની તમામ નોંધ નંબર સાથેની રજૂઆતની નકલ.
(૩) જસ્મીન જમનભાઈ ફળદુ ના નામે હાલમાં લાખાબાવળ મોજે સર્વે નંબર નવા ૩૨૧ અને હાલમાં જુના સર્વે નંબર ૧૬૦ ના ૭/૧૨, ૮/અ નંબર ઉતરોતરની તમામ વિગતોની નકલો અરજી સાથે સામેલ છે.
(૪) અમો દ્વારા અમારા નામ જોગ તારીખ : ૦૧-૧૨-૨૦૨૩ ના રોજ કલેકટરશ્રીને કરેલ રજૂઆત પેજ નંબર ૧ થી ૧૧ ની અરજી સામેલ છે.
(૫) અમો દ્વારા તારીખ : ૨૮-૧૧-૨૦૨૩ ના રોજ ચીટનીશ કલેકટર, સેવાસદન, જામનગરને આઈટીઆઈની માહિતીના મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી માંગેલની નકલ સામેલ છે.
(૬) અમોએ અમારા નામ જોગ તારીખ : ૦૫-૧૨-૨૦૨૩ ના રોજ કલેક્ટરશ્રી જામનગરને લેખિત રજૂઆતના પેજ નંબર ૧ થી ૯ ની અરજી સામેલ છે.
આ રજુઆત અમો પોતે તેમજ અખબારમાં સમાચાર છાપતા પત્રકાર મિત્રો તેમજ સાચા અર્થમાં સાચી રજૂઆત કરનાર તમામ વ્યક્તિઓ ઉપર અને આ આખું કૌભાંડ જાહેર કરનાર ઉપર આવતા દિવસોમાં કંઈ પણ થશે તો જમન ફળદુ તેમજ તેઓના ભાગીદાર તેમજ તેઓને સગા સંબંધીઓની તમામ પ્રકારે અમારા ઉપર કંઈ પણ થશે તો તેની વિરૂધ્ધ ગુજરાત સરકારની તેમજ કેન્દ્ર સરકારની જવાબદારી જમન શામજી ફળદુ તેમજ તેમનો પુત્ર જસ્મીન જમન ફળદુની રહેશે જેની અમો લેખિતમાં જાણ કરીએ છીએ. જરૂર પડયે અમો દ્વારા પિતા, પુત્ર તેમજ તેઓના ભાગીદાર દ્વારા અમારા જીવનું જોખમ છે તેવું એફીડેવીટ દ્વારા જાહેર કરવાની ફરજ પડશે. કારણકે આ ૧૦૦૦ કરોડથી વધુનું કૌભાંડ બહાર આવનાર છે. જેથી તેઓ ખૂબ મોટી પહોંચ ધરાવે છે અને ખૂબ મોટા આવારા તત્વો સાથે પણ પોતાના સંબંધો ધરાવે છે. તે તપાસ દરમિયાન અને છેલ્લા એક વર્ષના કોલ ડિટેલમાં અનેક વિગતો બહાર આવનાર છે. તેમજ આ તપાસ દરમ્યાન જામનગર કલેકટર કચેરીના છેલ્લા ત્રણ મહિનાના સીસીટીવી ફૂટેજનું રેકોર્ડીંગ કાઢ વાથી જમન ફળદુ પોતે અને તેમના ભાગીદારો કુલ કેટલી વખત આખા દિવસમાં ત્યાં આરામ ફરમાવે છે. તેની પણ વિગતો આધાર પુરાવા સાથે વિગતો પ્રાપ્ત થશે જેની હું પોતે ખાતરી આપું.
No comments:
Post a Comment