Friday, July 19, 2024

 આગામી ત્રણ કલાકમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી

હવામાન વિભાગે નાગરિકોને સાવચેત રહેવાની અને જરૂરી સલામતીના પગલાં લેવાની સલાહ આપી છે. ખાસ કરીને ભારે વરસાદની આગાહીવાળા વિસ્તારોમાં લોકોને ઘરની બહાર નીકળતા સાવચેતી રાખવા જણાવ્યું છે

ગુજરાત હવામાન વિભાગે આજે રાજ્યના વિવિધ ભાગોમાં આગામી ત્રણ કલાક દરમિયાન વરસાદની આગાહી કરી છે. આ આગાહી મુજબ:

ભારે વરસાદની સંભાવના:દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, દીવ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે.

મધ્યમ વરસાદની આગાહી:બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ, સુરત, ડાંગ અને નવસારીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે.

હળવો વરસાદ:

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ,        ખેડા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં સામાન્યથી    હળવો વરસાદ થઈ શકે છે.

પોરબંદરમાં ભારે વરસાદ 

ગુરુવારથી શરૂ થયેલા ભારે વરસાદે પોરબંદર શહેર અને જિલ્લામાં જળપ્રલય જેવી         સ્થિતિ સર્જી છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 18 ઇંચ (457 મિમી) વરસાદ નોંધાયો છે,              જેના કારણે શહેર અને આસપાસના વિસ્તારોમાં વ્યાપક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

દ્વારકામાં ભારે વરસાદ :

દ્વારકા જિલ્લામાં ગત રાત્રિથી સાર્વત્રિક અને ભારે વરસાદ નોંધાયો છે.                       ગાજવીજ સાથે શરૂ થયેલો આ વરસાદ હજુ પણ સમગ્ર જિલ્લાને ભીંજવી રહ્યો છે.

જિલ્લા કલેક્ટરે લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરી છે. તેમણે ડેમ કે અન્ય જોખમી સ્થળોએ પાણીના પ્રવાહની નજીક ન જવા પણ સૂચના આપી છે.

સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી બચાવ અને રાહત કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી કલાકોમાં પણ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે, જેથી લોકોને સાવધાન રહેવા અને સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે.

.

Monday, July 8, 2024

જામજોધપુરની શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલક, રસોયા અને મદદનીશની નિમણૂંક કરાશે

અરજદારો આગામી તા.૨૦ જૂલાઈ સુધી મામલતદાર કચેરીએ અરજી કરી શકશે

જામનગર તા. 8 જૂલાઈ, જામજોધપુર તાલુકાના ગામોમાં પી.એમ પોષણ યોજનાના કેન્દ્રો જેમાં આંબરડી મેવાસા-૨ પ્રા.શાળા, પાટણ વાડી શાળા, બોયવડીનેશ પ્રા. શાળા, હોથીજી ખડબા પ્રા.શાળા, મેલાણ પ્રા.શાળા, ઉદેપુર પ્રા.શાળા, ધોરીયોનેશ પ્રા.શાળા, ધ્રાફા તા.શાળા, ગોરખડી પ્રા.શાળા, બગધરા પ્રા.શાળા, બોરીયોનેશ પ્રા.શાળા, બાવડીદળ પ્રા. શાળા, લુવારસર પ્રા.શાળા, વિરપુર પ્રા.શાળા, લલોઈ પ્રા.શાળા, જશાપર પ્રા.શાળા, મેઘપર પ્રા.શાળા, સોરજરનેશ પ્રા.શાળા, વડાળીનેશ પ્રા.શાળા, કોબાવાડી પ્રા.શાળા, અંધારીયોનેશ પ્રા.શાળા, ગોદડીયોનેશ પ્રા. શાળા, વિરપુર વાડી શાળા આ કેન્દ્રો પર આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે નિયત માનદવેતન દ્વારા કેન્દ્ર સંચાલક, રસોયા અને મદદનીશની (જે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦૦ કરતા ઓછી હશે તે શાળામાં મદદનીશ મળવાપાત્ર રહેશે નહીં.) નિમણૂંક  કરવાની થતી હોય રસ ધરાવતા તેમજ સરકારના પરીપત્ર મુજબ એસ.એસ.સી.ની લાયકાત ધરાવતા ર૦ થી ૬૦ વર્ષની વયમર્યાદા ધરાવતા તંદુરસ્ત અને કોઈપણ ગુનાહીત કૃત્ય કરેલ ન હોય તેવા ઉમેદવારો તા.૨૦/૦૭/૨૦૨૪ સુધીમાં મામલતદાર કચેરી, જામજોધપુર ખાતે કામકાજના સમય દરમિયાન નિયત નમુનામાં આધારો આથે અરજી કરવાની રહેશે.


મહીલાઓ, સ્થાનિક ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. સમય મર્યાદા બહાર આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહી. નિયત  નમુનાના અરજી ફોર્મ કામકાજના સમય દરમિયાન મામલતદાર કચેરી, જામજોધપુરની પી.એમ.પોષણ શાખા માંથી વિના મુલ્યે મળી શકશે. તેમ જામજોધપુર મામલતદારની યાદીમાં જણાવાયું છે. 


Thursday, July 4, 2024

જામનગરમાં આગામી તા.8 જૂલાઈના આઈ.ટી.આઈ. કેમ્પસ ખાતે એપ્રેન્ટિસ જોબફેરનું આયોજન કરાશે

જામનગર તા.4 જૂલાઈ,  આઈ.ટી.આઈ.કેમ્પસ, એસ.ટી.ડેપો સામે, જામનગર ખાતે આગામી તારીખ 8 જૂલાઈના રોજ સવારે 10:30 કલાકે એપ્રેન્ટિસ જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે.આ રોજગાર ભરતી મેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરી દાતાઓ ઉપસ્થિત રહેશે. 

તેમજ આ રોજગાર ભરતી મેળામાં સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.ભરતી મેળામાં ઉપસ્થિત રહેનાર રોજગારવાંચ્છુ ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે ઉક્ત જણાવેલા સ્થળ પર સમયસર ઉપસ્થિત રહેવું. તેમ આચાર્યશ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

 આગામી તા.24 જુલાઈના રોજ જામનગર શહેરમાં "તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ'' યોજાશે

જામનગર તા.04 જુલાઈ, ''સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ'' ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ''તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ'' દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે.

જે અનુસાર જામનગર શહેરમાં ''તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ'' આગામી તારીખ 24/07/2024 ના રોજ સવારના 11:30 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મુખ્ય કારોબારી અધિકારી, જાડાના અધ્યક્ષસ્થાને પ્રાંત અધિકારી, જામનગર શહેરની કચેરીના મિટિંગ હોલમાં યોજવામાં આવશે. 

તેથી આગામી તારીખ 11/07/2024 સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમની અરજી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, જામનગર શહેરને મોકલી દેવાની રહેશે. અરજી મોકલતી વખતે અરજદારોએ અત્રે જણાવેલી તમામ બાબતોનું પાલન કરવાનું રહેશે. જે અન્વયે,

(1) તાલુકા કક્ષાએ તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ અરજી કરેલી હોવી જોઈએ, અને તે અરજીની તારીખે અનિર્ણિત રહેલી હોવી જોઈએ. તો જ આ કાર્યક્રમમાં અરજી સ્વીકારવામાં આવશે.

(2) કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકાર ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય, તેવા પ્રશ્નો જ હોવા જોઈએ.

(3) કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવા સાથે રજુઆત કરી શકશે.

(4) કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો કરી શકશે નહીં. 

જામનગર શહેરના તમામ નાગરિકોને આ તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા માટે મામલતદાર, જામનગર શહેરની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.


જામનગરના ધરારનગર-૨, ખોજાવાડ લાલખાણ તથા રવિપાર્ક, બેડીબંદર રીંગ રોડ વિસ્તારને કોલેરા રોગ ગ્રસ્ત વિસ્તાર જાહેર કરતા જિલ્લા મેજીસ્ટ્રેટ બી.કે.પંડયા

રોગનો ફેલાવો અટકાવવા જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશ્નરની નિયંત્રણ અધિકારી તરીકે નિયુક્તિ કરાઈ

જામનગર તા.04 જુલાઈ, જામનગર મહાનગરપાલિકા કમિશનર તરફથી મળેલ દરખાસ્ત મુજબ જામનગરના બેડીબંદર આરોગ્યકેન્દ્રનાં ધરારનગર-૨, ઘાંચીવાડ આરોગ્ય કેન્દ્રના ખોજાવાડ લાલખાણ અને વામ્બે આરોગ્ય કેન્દ્રના રવિપાર્ક, બેડીબંદર રીંગ રોડ વિસ્તારમાં કોલેરાના પોઝીટીવ કેસો નોંધાયેલ છે. આ રોગનો ફેલાવો થતો અટકાવવા આ વિસ્તારને કોલેરા રોગ ગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા તથા તેની આજુબાજુના ૨ કિ.મી.ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવા માટેની દરખાસ્ત મળતા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.કે.પંડયાએ તાત્કાલિક પગલા લેવા માટે એપેડેમીક ડીસીઝ એક્ટ અન્વયે જાહેરનામુ બહાર પાડેલ છે. જે અન્વયે ઉપરોક્ત વિસ્તારોને કોલેરા રોગ ગ્રસ્ત તથા તેની આસપાસના ૨ કિ.મી.ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલ છે.

તેમજ આ રોગનો ફેલાવો થતો અટકાવવા માટે નાયબ કમિશ્નરશ્રી, જામનગર મહાનગરપાલિકાને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિયુકત કરવામાં આવે છે અને નિયંત્રણ હેઠળની તમામ સત્તાઓ તેઓને એનાયત કરવામાં આવેલ છે.

જામનગરના દરેડ ગામમાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અન્વયે સેમિનારનુંં આયોજન કરાયું



જામનગર તા.04 જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, જામનગરના માર્ગદર્શન હેઠળ DHEW દ્વારા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-1994 અન્વયે માર્ગદર્શક કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દરેડ, જામનગર ખાતે આયોજિત સેમિનારમાંં હાજર લાભાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

 

તેમજ મહિલાલક્ષી યોજનાઓ જેવી કે વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, મહિલા પોલીસ સ્ટેશન, 181 મહિલા હેલ્પલાઇન, નારી અદાલત વગેરે માહિતી DHEW ના સ્ટાફ ડીસ્ટ્રીકટ કો– ઓર્ડીનેટર શ્રી અલ્પાબેન રાઠોડ અને શ્રી અસ્મીતાબેન સાદીયાએ આપી હતી. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, જામનગરની યાદીમાંં જણાવવામાંં આવ્યુંં છે.   

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...