જામજોધપુરની શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલક, રસોયા અને મદદનીશની નિમણૂંક કરાશે
અરજદારો આગામી તા.૨૦ જૂલાઈ સુધી મામલતદાર કચેરીએ અરજી કરી શકશે
જામનગર તા. 8 જૂલાઈ, જામજોધપુર તાલુકાના ગામોમાં પી.એમ પોષણ યોજનાના કેન્દ્રો જેમાં આંબરડી મેવાસા-૨ પ્રા.શાળા, પાટણ વાડી શાળા, બોયવડીનેશ પ્રા. શાળા, હોથીજી ખડબા પ્રા.શાળા, મેલાણ પ્રા.શાળા, ઉદેપુર પ્રા.શાળા, ધોરીયોનેશ પ્રા.શાળા, ધ્રાફા તા.શાળા, ગોરખડી પ્રા.શાળા, બગધરા પ્રા.શાળા, બોરીયોનેશ પ્રા.શાળા, બાવડીદળ પ્રા. શાળા, લુવારસર પ્રા.શાળા, વિરપુર પ્રા.શાળા, લલોઈ પ્રા.શાળા, જશાપર પ્રા.શાળા, મેઘપર પ્રા.શાળા, સોરજરનેશ પ્રા.શાળા, વડાળીનેશ પ્રા.શાળા, કોબાવાડી પ્રા.શાળા, અંધારીયોનેશ પ્રા.શાળા, ગોદડીયોનેશ પ્રા. શાળા, વિરપુર વાડી શાળા આ કેન્દ્રો પર આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે નિયત માનદવેતન દ્વારા કેન્દ્ર સંચાલક, રસોયા અને મદદનીશની (જે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦૦ કરતા ઓછી હશે તે શાળામાં મદદનીશ મળવાપાત્ર રહેશે નહીં.) નિમણૂંક કરવાની થતી હોય રસ ધરાવતા તેમજ સરકારના પરીપત્ર મુજબ એસ.એસ.સી.ની લાયકાત ધરાવતા ર૦ થી ૬૦ વર્ષની વયમર્યાદા ધરાવતા તંદુરસ્ત અને કોઈપણ ગુનાહીત કૃત્ય કરેલ ન હોય તેવા ઉમેદવારો તા.૨૦/૦૭/૨૦૨૪ સુધીમાં મામલતદાર કચેરી, જામજોધપુર ખાતે કામકાજના સમય દરમિયાન નિયત નમુનામાં આધારો આથે અરજી કરવાની રહેશે.
મહીલાઓ, સ્થાનિક ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. સમય મર્યાદા બહાર આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહી. નિયત નમુનાના અરજી ફોર્મ કામકાજના સમય દરમિયાન મામલતદાર કચેરી, જામજોધપુરની પી.એમ.પોષણ શાખા માંથી વિના મુલ્યે મળી શકશે. તેમ જામજોધપુર મામલતદારની યાદીમાં જણાવાયું છે.
No comments:
Post a Comment