ઉત્તરાખંડના ચમોલી હિમપ્રપાત માં 46 કામદારોને બચાવાયા, આઠના મોત…
ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માણા ગામ નજીક શુક્રવારે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) કેમ્પ પર એક વિશાળ હિમપ્રપાત થયો. આ અકસ્માતમાં કુલ 54 કામદારો બરફ નીચે દટાઈ ગયા હતા. જેમાંથી 46 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.પરંતુ 8 કામદારોના મોત થયા હતા. રવિવારે બચાવ ટીમે છેલ્લા ગુમ થયેલા મજૂરનો મૃતદેહ પણ શોધી કાઢ્યો. આ બચાવ ટીમ આધુનિક ટેકનોલોજી અને હવાઈ સહાયનો ઉપયોગ કરીને સતત શોધખોળમાં રોકાયેલી હતી.
માણા હિમપ્રપાતમાં કુલ 46 કામદારોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 8 કામદારોના મૃત્યુની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં હિમાચલ પ્રદેશના મોહિન્દર પાલ અને જીતેન્દ્ર સિંહ ઉત્તર પ્રદેશના મનજીત યાદવ અને ઉત્તરાખંડના આલોક યાદવનો સમાવેશ થાય છે. આ બચાવ કામગીરીના ત્રીજા દિવસે બચાવ એજન્સીઓએ છેલ્લા ગુમ થયેલા મજૂરનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.

No comments:
Post a Comment