જામનગરમાં કૃષિમંત્રીના વિસ્તારમાં ખેડુતો પરેશાન;બિયારણ માટે ખેડુતોને ધરમ ના ધક્કા.
જામનગર જિલ્લામાં હાલ લોકડાઉંન દરમિયાન શહેર નજીક ગામના ખેડુતો બિયારણની ખરીદી કરવા આવેલ. પણ કૃષિમંત્રીના વિસ્તારમાં જ બિયારણના દુકાનદારો પોતાની દુકાન ખોલતાં નથી અને જો દુકાન ખુલી હોઇ તો બિયારણ છે નઈ એવું ખેડુતો ને કેહવામાં આવે છે.છેલા પાંચ દિવસથી ખેડુતો વહેલી સવારમાં જ બિયારણની ખરીદી કરવા આવી લાંબી કતારો લાગવી ઉભા રહે પણ દુકાનદારો દુકાન ખોલતાં નથી જેથી ખેડુતોને ધરમ ના ધકકા થાય છે.અને દુકાનો ખોલવામાં આવે તો પણ લાગવગીયાને બિયારણ અપવામાં આવે છે એવો પણ ખેડુતો દ્વારા દુકાનદારો વિરૂધ્ઘ આરોપ લગાવ્યો હતો.કૃષિમંત્રી ના વિસ્તારમાં જો ખેડુતોને અવી હાલાકીનો સામનો કરવો પડતો હોઇ તો બીજા જિલ્લાના લોકોને કેવી હાલાકીનો સામનો કરવો પડતો હશે..!! આ અંગે તંત્ર દ્વારા ખેડુતોને આશાનીથી બિયારણ મળી રહે એવા પગલાં લેશે કે શું ? એ તો અગામી સમય જ બતાવશે.
ReplyForward
|
No comments:
Post a Comment