જામનગરના આ કાર્યક્રમમાં કલેકટર રવિશંકરે આ કોરોના વોરિયસ ને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે આજ ના સમયમાં કોઇ વ્યક્તિની ભુલ પણ બીજ માટે ઘાતકી થઈ સકે છે.કોરોના વાયરસ નો ચેપ ન લાગે તે માટે દરેક લોકો એ સાવચેતી રાખવી પડસે અને હવે આપણે આપણી જીવનશૈલી માં ઘણો બદલાવ કરવો પડસે જેમ રૂમાલ, વોલેટ અને મોબાઈલ જેવી વસ્તુ આપણે ઘરે થી નીકળી ત્યારે યાદ કરી ને સાથે રાખીએ છીએ તેમ હવેથી માસ્ક પણ યાદ રાખી લોકોએ પોતની સાથે ફરજિયાત રાખવું જરુરી છે.
મ્યુ.કમિ. સતિષ પટેલ દ્વારા કેહવામાં આવ્યું હતું કે જામનગર માં બહાર થી આવેલ કોરોના ના પોઝિટિવ દર્દી સામે આવ્યાં છે હાલ ના સમયમાં દરેક વ્યક્તિએ પોતાની અને પોતાનાં પરિવાર ની કાળજી લઈ ને ચાલવાનું રહેશે.
કલેકટર અને મ્યુ.કમિ.દ્વારા કોરોના વોરિયસ કે જેઓએ જામનગર શહેરને વાયરસ ને ફેલાવતાં બચાવી રાખ્યું છે અને વોરિયસ ની કામગીરી ને બિરદાવિ હતી.
No comments:
Post a Comment