Monday, May 18, 2020

જામનગર સ્વામીનારાયણ ગુરૂકુળ સાયન્સ કોલેજમાં પ્રવેશ લેનાર વિધયાર્થીની પ્રથમ છ માસ ની ફી માફ.








આપણે સૌ જાણીએ છીએ કે કોરોના ની વૈશ્ર્વિક મહામારી સામે આજે દુનિયાના લોકો પરેશાન છે, લોકો આર્થીક સંકડામણ નો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારત માં પણ લોકો ને રોજગાર ધંધા બંધ હોય , હજુ ક્યારે આવક શરૂ થશે એ નક્કી નથી, ત્યારે ઘણા બધા વાલીઓ, વિદ્યાર્થીઓ ને મુંજવણ થતી હસે ક કે આપણે કય રીતે આગળ અભ્યાસ કરીશું, ફી કય રીતે ભરીશું, જેવા વિવિધ પ્રશ્નો ઉદભવતા હસે, આપણે જાણીએ છે કે આપણા દેશ નું ભવિષ્ય આપણા વિદ્યાર્થીઓ, યુવાનો છે, સમગ્ર ભારત અત્યારે મહામારી નો સામનો કરી રહ્યો છે , આવા સમયે જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા ના તમામ જ્ઞાતિ ના વિદ્યાર્થીઓ નું ભવિષ્ય ના બગડે અને વિદ્યાર્થીઓ નો અભ્યાસ આગળ સતત શરુ રહે તેવું અમારા પ્રમુખ શ્રી પરમ પુજ્ય કોઠારી સ્વામી શ્રી ગોવિંદ સ્વામી નું માનવું છે, એમનું નું કહેવું છે “राष्ट्राय स्वाहा, इदं राष्ट्राय इदं न मम” ખરેખર આ વાક્ય ને સાર્થક કરતો નિર્ણય અમારી સંસ્થા ના પ્રમુખ શ્રી પરમ પૂજ્ય કોઠારી સ્વામી શ્રી ગોવિંદ પ્રસાદ દાસજી (દ્વારકા વાળા) ના આશીર્વાદ થી અને ગુજરાત સરકારના રાજ્ય કક્ષા ના મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ  (હકુભા) જાડેજા  અને જામનગર ના માનનીય સાંસદ સભ્ય શ્રી પૂનમ બેન માડમ ની   પ્રેરણા થી વર્ષ ૨૦-૨૧ ના પ્રથમ સત્ર મા  શ્રી સ્વામિનારાયણ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલીત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાયન્સ કોલેજ , નાઘેડી , જામનગર માં પ્રવેશ લેનાર તમામ વિદ્યાર્થીઓને ની પ્રથમ છ માસ ની ફી માફ કરવા મા આવશે.તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મેરિટ મુજબ વહેલા તે પહેલાં ના ધોરણે આપવા મા આવશે, તેવું અમારી સંસ્થા ના ટ્રસ્ટી શ્રી પીયૂષ ભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. જામનગર, દેવભૂમિ દ્વારકા ના 
વિદ્યાર્થી, વાલીઓ ના હિત મા પ્રેસનોટ ફી ઓફ કોસ્ટ મા પ્રેસ આઉટ કરવા નમ્ર અરજ છે.
વધારે માહિતી માટે સંપર્ક કરવા વિનંતિ છે.૯૩૭૭૮ ૧૧૧૧૧,૯૭૨૩૪૪૮૬૮૬

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...