રાજ્ય સરકારે આપી છુટ; છતાં એસ.ટી. બસનાં પૈડા સ્તબ્ધ.
ગુજરાત રાજ્યમાં લોકડાઉંના ચોથા ચરણમાં સરકાર દ્વારા વેપાર ઉધોગોને નિયમોને આધિન ચાલું કરવાની છુટછાંટ આપી છે. સરકાર દ્વારા અમદાવાદ ,સુરત જિલ્લા સીવાયના તમામ શહેરોમાં એસ.ટી બસ સેવા ચાલુ કરવામાં આવસે એવું જાહેર કરવામાં આવ્યું હતું.જેથી મુસાફરો પોતાના વતન જવા માટે એસ.ટી.બસ ડેપોએ આવી પોહચ્યાં હતા.પણ જામનગર એસ.ટી બસ સેવા હજું બંધ રાખવામાં આવેલ હતી.જેથી મુસાફરોને હાલાકી સામનો કરવો પડ્યો હતો.અને આ અંગે એસ.ટી. ના અધિકારીના જણાવ્યા અનુસાર હાલ બસ સેવા ચાલુ કરવાના આદેશ એસ.ટી. નિગમ માંથી મળેલ નથી. જેથી બસ સેવા બંધ રાખવામાં આવી છે.આજે સાંજ સુધીમાં બસ સેવા ચાલું કરવાનો આદેશ આવી સકે છે.
ReplyForward
|
No comments:
Post a Comment