હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કહેર વચે લોકડાઉંનના ચોથા ચરણમાં તમામ મંદિરો અને ધર્મ સ્થાનો બંધ રાખવા સરકારે હુકમ બહાર પાડ્યો છે. ત્યારે દેવભુમિ દ્વારકા ખાતે આવેલ જગત મંદિર પણ સર્વ પ્રજા માટે બંધ રાખવાનો હુકમ હોવા છતાં ગઈકાલે છ થી સાત વ્યક્તિ મંદિરમાં પ્રવેશ્યા હતાં.આ વ્યક્તિઓ મંદિર પરિસરમાં કઈ રીતે અને કોની મહેરબાની થી જગત મંદિરમાં પ્રવેશ કર્યો.આ સમગ્ર ઘટના સીસી ટીવીમાં કેદ થઈ ગઈ હતી.
જગત મંદિરમાં હાલ લોકડાઉંન દરમિયાન તંત્ર દ્વારા ધ્વજાજી ચડાવનાર ભાવિકોને પણ મંદિર પરિસરમાં પ્રવેશવા દેવામાં આવતા નથી. તો પછી ભગવાન દ્વારકાધિશ મંદિરમાં વીવીઆઇપીઓ અને ભક્તો વચે કેમ ભેદભાવ રાખવામાં આવી રહયો છે. એવા પણ સવાલો દ્વારકાની આમ જનતામાં ઉઠી રહયો છે. જગત મંદિરમાં ગેરકાયદેસર પરિસરમાં પ્રવેશ કરતાં અજાણીયા વ્યક્તિ સી સી ટીવી માં કેદ થઈ ગયા છે તો તંત્ર એમની વિરૂધ્ઘ સું પગલાં લેસે તે તો અગામી સમય જ બતાવસે.
No comments:
Post a Comment