Tuesday, May 19, 2020

છૂટછાટ મળ્યા બાદ પણ પાન તમાકુના વેપારીઓ કાળા બજારના મૂડમાં.


સમગ્ર દેશમાં હાલ લોકડોઉન 4.નું નવા નિયમો સાથે પ્રારંભ થયેલ છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નવું જાહેરનામું બહાર પાડવામાં આવેલ જેમાં ઉદ્યોગો ઔદ્યોગિક  એકમો પાનની દુકાનો સમગ્ર વેપારીઓને દુકાન ખોલવાની છૂટ મળી છે જ્યારે જામનગર જિલ્લામાં આજરોજ વહેલી સવારથી બજારમાં લોકોની અવર જવર જોવા મળી હતી જેમાં ખાસ કરીને પાન તમાકુ બીડી સોપારીના હોલસેલ તથા છૂટક વેપારીઓ અને ત્યાં  લોકોની લાંબી કતારો જોવા મળી હતી પરંતુ પાનસોપારી તમાકુ ના હોલસેલ વેપારીઓએ પોતાની દુકાનો ના ખોલતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ પાન મસાલાના હોલસેલ વેપારીઓની દુકાનો બંધ જોતાં જ એવું સ્પષ્ટપણે સાબિત થાય છે કે આ વેપારીઓ દ્વારા લોકડોઉન 1,2,3 દરમ્યાન લોકોને કાળા બજારમાં પાન તમાકુ સોપારી નો માલ વેચવામાં  આવ્યો છે આ બાબત સ્થાનિક તંત્રને પણ જાણ હોવા છતાં નક્કર પગલાં આવ્યા નથી એમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે આજ રોજ શહેરમાં બંધાણીઓની સવારથી પાન તમાકુ ની દુકાનોની બહાર લોકોની લાંબી કતારો જોવા મળી હતી પરંતુ વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખતા બંધાણીઓ માં ભારે રોષ ફેલાયો હતો.

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...