Thursday, May 21, 2020

લોન માટેના ફોર્મ લેવા બેંક બહાર લાગી લાંબી કતારો; લોક મુખે ચર્ચા  લોનની લોલીપોપ....!!!!!!


હાલ કોરોના વાયરસનો કહેર આખા દેશમાં ફેલાયેલો છે.જેથી ભારત સરકાર દ્વારા લોકડાઉંન જાહેર કરતાં.સમગ્ર દેશમાં વેપાર ધંધા પણ બંધ હોવાથી.દેશના નાના વેપારીઓને મજુરોને રોજીરોટી માટે ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો છે.હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા 20 લાખ કરોડ નું આર્થિક પેકેજ જાહેર કર્યું.જેમા લોકો ને આત્મનિર્ભર થવાં માટે સરકાર દ્વારા જાહેર કરાયું કે લોકોને એક લાખ સુધીની રકમની લોન આપવાં માં આવસે.અને આ લોન સહકારી,કો.ઓપ.બેંકો તેમજ ક્રેડિટ સોસાયટી દ્વારા લોન આપવામાં આવસે.આ લોન મેળવવાના અરજી કરવાના ફોર્મનું વિતરણ 21 મે  એટલે કે આજરોજ થી મળસે એવું સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું જેથી આજરોજ જામનગરમાં લોન મેળવવાના ફોર્મ લેવા માટે લોકો બેંક ખાતે પોહચ્યાં હતાં.પરંતુ બેંક ના  અધિકારીઓ દ્વારા કેહવમાં આવ્યું કે લોન માટે ના ફોર્મ  હાજર નથી.જેથી લોકો ને ધરમ ના ધક્કા થયા હતા.સુત્રો માંથી મળતી માહિતિ મુજબ 1 જુને બેંક દ્વારા ફોર્મ વિતરણ કરવામાં આવસે અને હાલ લોકો મુખે એવી પણ ચર્ચા થતી હતી કે સરકાર દ્વારા લોનની  લોલીપોપ આપવાં માં આવી...!!!!!!

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...