Thursday, May 21, 2020

જામનગર જિલ્લા પોલીસ દ્વારા ncc તથા nss સભ્યોનો સન્માન સમારોહ યોજાયો.





હાલ સમગ્ર દેશમાંકોરોના જેવી મહા બીમારી ને લીધે સમગ્ર દેશમાં લોકડોઉન કરવામાં આવેલ હતું જે દરમિયાન જામનગર જિલ્લા પોલીસ સાથે કોરોના બંદોબસ્ત લોકડોઉન સમયે શહેરની જુદી-જુદી કોલેજના ncc બટાલીયન 27 તથા nss હોલી પટર દ્વારા પોલીસની સાથે ખડે પગે તેઓ દ્વારા માનદ સેવા આપવામાં આવી જે સેવાને બિરદાવવા જામનગર જિલ્લા પોલીસ દ્વારા પોલીસ  હેડક્વાર્ટર ખાતે ncc તથા nss બંનેના કુલ ૧૮૮ સભ્યોને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલ તથા અધિકારીઓ દ્વારા પ્રશંસા પત્ર આપી તેમની સેવાઓને બિરદાવવા માં આવેલ અને પોલીસ અધિક્ષક દ્વારા જણાવવામાં આવેલ આવી માન દ સેવાને કારણે આવા બંદોબસ્તમાં પોલીસને સફળતા  મળી આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલ, પો.બે.એ.એસ.પી સફીન હસન ડીવાયએસપી એ.પી.જાડેજા,  એ.બી સૈયદ કુણાલ દેસાઈ સી.ટી એ ના પી.આઈ ટી.એલ.વાઘેલા, સી.ટી.બી પી.આઇ જે.વી.રાઠોડ, સી.ટી સી.પી.આઈ એમ.જે.જલુ,પી.એસ.આઇ એમ જે ઝાલા તથા એન.સી.સી અને એન.એસ.એસ.ના ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...